સામાન્ય રીતે એક એવી વિચારધારા જોવા મળે છે કે ઘડપણ આવે એટલે માણસ નિવૃત્ત થઇ જાય છે, પરંતુ અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતા ૬૬ વર્ષના સરોજબેન શાહ આ વિચારધારાને તોડી બતાવી છે. ૬૬ વર્ષની જૈફ વયે પણ તેઓએ દેશની એકમાત્ર પુષ્ટિ વિદ્યાપીઠ વલ્લભ વિદ્યાપીઠમાંથી શુદ્ધાદ્વૈત સેવા ભૂષણ વિષયમાં નવ વર્ષ સુધી અભ્યાસ કરીને એમ.એ.ની ડિગ્રી મેળવી છે. હવે તેઓ પી.એચ.ડી લેવલના શુદ્ધાદ્વૈત રસ ભૂષણ વિષયમાં કિર્તન સાહિત્ય પર પી.એચ.ડી કરવાનું ચાલુ કર્યું છે. 
ઘડપણમાં શું થાય? ઘડપણ આવ્યું હવે શું કરવું? એવી વિચારધારાને ફગાવીને સરોજબેન કહે છે કે, નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ થઇ શકે એવા દ્રઢ મનોબળ સાથે મેં પી.એચ.ડીનો અભ્યાસ ચાલુ કર્યો છે.
મોટા ભાગના લોકો ઘડપણમાં બેઠાળુ જીવન જીવતા હોય છે તેમના માટે સમય કેમ પસાર કરવો એ પણ મુશ્કેલ હોય છે. વૃદ્ધાવસ્થાને શણગારવા માટે સરોજબેને પ્રભુનું નામ લેવાય અને સાથે સાથે સદ્પ્રવૃત્તિ થઇ શકે તે માટે કિર્તન સાહિત્ય પર પી.એચ.ડી કરવાનું પસંદ કર્યું છે. કિર્તન કેવી રીતે ગવાય? મંદિરોમાં ભગવાનને જગાડવા માટે કયા રાગમાં કિર્તન ગવાય તે માટે વિવિધ રાગ જેમ કે ભૈરવ, રામકલી, બિભાસ, દેવગંધાર, પંચમ જેવા રાગો અને ધમાર, ચૈતાલ, માત્રા, પ્રાચીન ચર્મરી જેવા તાલ અંગે પી.એચ.ડી કરશે.
આ ઉપરાંત જુદી જુદી ઋતુમાં કયા રાગ ગાવા તે અંગે પણ તેઓ રિસર્ચ કરશે. નિવૃત્તિ એજ પ્રવૃત્તિ સમજીને સરોજબેનને ઓટલે બેસીને ગપ્પા મારવા કરતાં પી.એચ.ડી સાથે ભજન- કિર્તન પણ થાય અને સમય પણ પસાર થાય એ માટે પી.એચ.ડી કરવાનું નક્કી કર્યું. સરોજબેન કહે છે કે, ભણવા માટે કોઇ ઉંમર નથી હોતી. આમ જોઈએ તો આખી જીંદગી એક પ્રકારની શોધ જ છે. મને અસંખ્યા કિર્તનો કંઠસ્થ છે.
આ કંઠસ્થ કિર્તનોના ભાવ અને તેમાં રહેલા સત્ત્વને શોધવાની મને જરૃર લાગતી હતી. પાકતી ઉંમરે પણ કશું જ કઠીન નથી હોતું. ઘણાં લોકો હસતા હસતા કહે છે કે આ ઉંમરે પી.એચ.ડી કરીને શું કરશો? પણ કંઈક કરવું એ મારા માટે અગત્યનું છે. મારા ઘરના સભ્યો મારી આ ઈરછા સાથે કન્વિન્સ થયા અને તેમણે મને આ દિશામાં સહાય કરી તે મારા માટે મોટી વાત છે. ઉંમર જે કંઈ હોય પણ ચાલ્યા જ કરવું એ મારા જીવનનો ધર્મ છે.
તસ્વીર- સુરેશ મિસ્ત્રી

અમદાવાદમાં રહેતા ૬૬ વર્ષના સરોજબેન શાહે ઘડપણમાં ઓટલે બેસીને ભક્તિ કરવા કરતાં કિર્તન સાહિત્ય પર પી.એચ.ડી કરવાનું ચાલુ કર્યું.

ચિરેનના પરિવારમાં એક તરફ આનંદનું મોજુ ફરી વળ્યું છે ત્યારે તેમના માતા-પિતાને પોતાના પરિવારનો સૌથી નાનો પુત્ર ઘર છોડીને વિશ્વ કલ્યાણ માટે જઇ રહ્યો છે તેનું દુઃખ પણ છે. આ અંગે ચિરેનના પિતા નગરાજભાઇ કહે છે કે, પુત્ર મોટો થાય ત્યારે પરિવારનું કલ્યાણ કરે છે પણ વિશ્વના કલ્યાણ માટે અમે તેને અનુમતિ આપી છે. 

અમદાવાદની બી.આર.ટી સિસ્ટમને અન્ય શહેરો સાથે સરખાવીને તેના હકારાત્મક-નકારાત્મક પાસાઓની ચર્ચા -વિચારણા માટે નેશનલ કક્ષાનો સેમિનાર યોજાયો હતો જેમાં બીઆરટીએસની સર્વિસ ધરાવતા શહેરોમાંથી પ્રતિનિધીઓને બોલાવીને આ સેવાના તમામ પાસાઓની ચર્ચા કરવામાં આવી. 