Monday, January 24, 2011

કડકડતી ઠંડીમાં રાત્રે ગરીબોને ધાબળા ઓઢાડતા અજ્ઞાાત સેવાભાવીઓ

૨૫મી ડિસેમ્બરે લોકો જ્યારે ડી.જે.ના તાલે નાતાલની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે શહેરના કેટલાક યુવાનો નાતાલની કડકડતી ઠંડીમાં ગરીબોની સેવા કરી રહ્યા હતા. નાતાલના દિવસે અમદાવાદના ધર્મભક્તિ જૈન યુવક મંડળ, તપોવન યુવા ગુ્રપ તથા સંભવનાથ જૈન યુવક મંડળના ૩૦૦ યુવાનોએ પોતાની પોકેટ મનીમાંથી ડોનેશન કરીને શહેરના ફૂટપાથ પર તથા ઝૂપડપટ્ટી વિસ્તારોમાં ધાબળા, બિસ્કિટના પેકેટ તથા દાળ-ચોખાની કીટનું વિતરણ કર્યું હતું.



અમદાવાદના ત્રણ જૈન યુવક મંડળોના ૩૦૦ યુવાનોએ નાતાલના દિવસે ૨૨૦૦ ધાબળા, ૩૦૦ કિલો ચોખા-દાળ અને ૧૦૦૦ બિસ્કિટના પેકેટ ગરીબોને વહેંચીને સેવા કાર્ય કર્યું



આ યુવક મંડળો દ્વારા કોઓર્ડિનેશન કરીને રાત્રે ૧૧ વાગ્યે જ્યારે લોકો ધામધૂમથી ક્રિસમસ પાર્ટીમા ંવ્યસ્ત હતા ત્યારે આ યુવાનોએ સમગ્ર અમદાવાદના જુદા જુદા રૃટ જેવા કે ગ્રામ્ય વિસ્તારો, સાબરમતી નદીના કિનારાના વિસ્તારો, રિંગ રોડ, અમદાવાદના રેલવે સ્ટેશનો તથા મોટા ભાગની ફૂટપાથ પર જઇને ઠંડીમાં ઠુઠવાતા ગરીબ લોકોને ધાબળા, બિસ્કિટ અને દાળ-ચોખાની કીટ આપીને ખુશ કરી દીધાં હતા. આ અંગે તપોવન યુવા ગુ્રપના દેવર્શી શાહ કહે છે કે, અમે નાતાલની રાત્રે ડિ.જે. પાર્ટીમાં જવાને બદલે શહેરના ગરીબ વર્ગના લોકોની સેવા કરવાનું નક્કી કરીને નાતાલની ઉજવણી કરી હતી.
શહેરમાં આજે અસંખ્ય લોકો એવા જોવા મળે છે જેમની પાસે ખાવા-પીવાની વાત તો દૂર પણ શિયાળામાં ઓઢવા માટે પણ કંઇ હોતું નથી. એવા લોકો માટે આ યુવક મંડળોના યુવાનોએ નાતાલની રાત્રે સાન્તાક્લોઝની ભૂમિકા ભજવી હતી. રાત્રે ૧૧ વાગ્યાથી લઇને સવારના ૪ વાગ્યા સુધી આ યુવાનો અમદાવાદના વિસ્તારોમાં ફર્યા હતા. આ અંગે સંભવનાથ યુવક મંડળના હાર્દિકભાઇ સાળંદવાળા કહે છે કે, અમે જ્યારે બોપલ વિસ્તારમાં ધાબળાનું વિતરણ કરતા હતાં ત્યારે પોલીસાળા અમારી પાસે આવ્યા કે શું કરો છો તમે અત્યારે. ત્યારે અમે પોલીસવાળાને કહ્યું કે, અમે આ રીતે સેવા કરીએ છે તો પોલીસવાળાએ પણ અમને સાથ આપીને અમને એ વિસ્તારની ઝૂપડપટ્ટીઓમાં લઇ ગયા હતા. આ યુવાનોએ કડકડતી ઠંડીમાં પોતાની પોકેટમનીમાંથી ૨૨૦૦થી વધારે ધાબળા, ૩૦૦ કિલો દાળ-ચોખા અને ૧૦૦૦થી વધારે બિસ્કિટના પેકેટનું વિતરણ કર્યું હતું. આ અંગે જિનય શાહ કહે છે કે, અમે જ્યારે રાત્રે નિકળ્યા ત્યારે ખબર પડી કે લોકો કેટલી ઠંડીમાં કેવી રીતે રાત ગુજારતા હોય છે.

No comments:

Post a Comment