Monday, January 24, 2011

હોટ ડાન્સ પાર્ટીઓના બદલે ન્યુ યરની ઉજવણી અનાથ બાળકો સાથે

લોકોએ થર્ટી ફર્સ્ટ અને ન્યુયરની હોટલો રેસ્ટોરન્ટો અને પાર્ટીપ્લોટમાં જઈને ડીજેના તાલે ધામધૂમથી ઉજવણી કરી.પરંતુ અનાથ આશ્રમ, વૃધ્ધાશ્રમ, વિધવા આશ્રમ જેવી સંસ્થામાં રહેતા લોકો પોતાના મનોરંજન માટે બહાર જઈ શકતા નથી. ત્યારે આવી સંસ્થામાં રહેતા લોકોને પણ એન્ટરટેઈનમેન્ટ મળે તે માટે સમર્પણ ગુ્રપના યુવાનોએ નવા વર્ષના પ્રથમ દિવસે પાલડી વિકાસ ગૃહની ૧૫૦થી વધારે અનાથ છોકરીઓ માટે એક નાનકડા ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિકાસ ગૃહની અનાથ છોકરીઓએ સંગીત, જાદુ, મિમિક્રી તથા વિવિધ ગેમ્સમાં ભાગ લઈને નવા વર્ષના દિવસે મનોરંજન કર્યુ હતું.


સમર્પણ ગુ્રપના યુવા એન્ટરપ્રિન્યોર્સ દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે પાલડી વિકાસ ગૃહની ૧૫૦થી વધારે અનાથ છોકરીઓ માટે મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


આ અંગે સમર્પણ ગુ્રપના અજય ભીમાણી કહે છે કે, અમે દર મહીને આવી સંસ્થામાં રહેતા લોકો માટે મનોરંજન પુરૃં પાડવાનો પ્રયત્ન કરીએ છીએ.આ ગુ્રપમાં ૧૨ જેટલા યુવા સભ્યો છે, અને મહત્ત્વની વાત એ છે કે દરેક સભ્ય બિઝનેસમેન છે. અને પોતાના કામમાંથી સમય કાઢીને વૃધ્ધાશ્રમ, અનાથ આશ્રમ, વિધવા આશ્રમ જેવી સંસ્થામાં રહેતા લોકો માટે વિવિધ કાર્યક્રમો કરે છે.
આ ગુ્રપના સભ્ય નિમેષ ઠક્કર કહે છે કે, સમાજસેવાના ભાગરૃપે અમે દર મહિને આવી કોઈ સંસ્થાના લોકોને મનોરંજન મળે તેવા પ્રોગ્રામો કરીએ છીએ. ખાસ તો જે લોકો મનોરંજન માટે બહાર નથી જઈ શકતા તવા લોકો માટે અમે મનોરંજક કાર્યક્રમો કરીને ખુશ કરીએ છીએ.

No comments:

Post a Comment