અમદાવાદના આકાશને દુનિયાના પતંગ પ્રેમીઓની રાજધાની કહેવામાં આવે છે. સમગ્ર દુનિયામાં અમદાવાદ જ એક એવું શહેર છે જ્યાં એક જ દિવસે ઉત્તરાયણના પર્વમાં તમામ ધર્મના અને કોમના લોકો પતંગ ઉત્સવમાં ભાગ લે છે. ત્યારે દર વર્ષે જયપુર, જોધપુર, બિકાનેર, આગ્રા, મથુરા, રામપુર, બરેલી, લખનઉ જેવા સ્થળોએથી પતંગ બનાવતા ખાનદાની કારીગરો દોઢ-બે મહિના અગાઉ જ અમદાવાદના આંગણે આવી જાય છે. અમદાવાદના પતંગ બજારમાં પણ ખંભાતી, જોધપુરી, બિકાનેરી જેવા પતંગો જોવા મળે છે. તો બીજી તરફ લોકલ પતંગોની ડિમાન્ડ પણ ખૂબ જ હોય છે.
જોધપુર, બિકાનેર, રામપુર, ખંભાત, બરેલી, લખનઉના પતંગ કારીગરો ટેકનિક અને સફાઇથી પતંગ બનાવવા માટે જાણીતા છે. પરંતુ આ પતંગો મોંઘા હોવાથી માર્કેટમાં લોકલ પતંગની જ વધારે ડિમાન્ડ રહે છે.
મહત્ત્વની વાત એ છે કે લોકલ બનાવટના પતંગો અને ખંભાતી, જોધપુરી, રામપુરી તથા બિકાનેરી બનાવટના પતંગો વચ્ચે શું ફરક હોય છે. આ અંગે ંકાઈટ મ્યુઝિયમના ભૂતપૂર્વ ડાયરેક્ટર ભાનુ શાહ કહે છે કે, જોધપુરી, ખંભાતી, રામપુરના પતંગની ઉડવાની ક્વોલિટીમાં ફર્ક હોય છે. જોધપુરી અને રામપુરના કારીગરો પતંગની કમાનને બંને બાજુથી છોલીને પાતળી બનાવે છે. જ્યારે મઘ્ય ભાગ જાડો જ રાખવામાં આવે છે.
જોધપુરી, બરેલી, બિકાનેર, રામપુરના પતંગો મોંઘા પડે છે. સામાન્ય રીતે આ પતંગનો એક નંગ કિંમત ૨૦ રૂપિયાની આસપાસ પડે છે, કારણ કે આ પતંગો કારીગરો દિવસે માંડ ૬૦થી ૭૦ પતંગો બનાવી શકે છે. જોધપુરી કારીગરો તો સુંદર ક્લાસીકલ પતંગો બનાવે છે. જોધપુરી અને ખંભાતી કારીગરો ટેકનિક અને એકદમ સફાઇથી કમાન તૈયાર કરે છે.
જોધપુરના સાત પેઢી જૂના કારીગર અસગર બેલીમ કહે છે કે, જોધપુરી પતંગમાં બંાબુની ક્વોલિટી અને આકારનો ફર્ક હોય છે. લોકલ પતંગ સોથી બસો મીટરની પેચ લડાવવી એક હજાર મીટરની ઉંચાઇ પર પેચ લડાવવી હોય તો જોધપુરી પતંગથી લડાવી શકાય છે.
જેમાં બેલાપુરી કાગળનો ઉપયોગ કરવામાં આવે છે. પંદર પ્રકારના જોધપુરી પતંગો મળે છે. અને અમદાવાદમાં જોધપુરી ચીલ ફેમસ છે. જોધપુરી પતંગ સહેજ રાઉન્ડ આકારમાં હોય છે. જ્યારે ખંભાતી સ્કેર આકારમાં હોય છે.
અમદાવાદ લોકલ પતંગ બનાવતા પપ્પુભાઇ પતંગવાલા કહે છે કે, ખંભાતી પતંગમાં ચમક-દમક વધારે હોય છે. અને તે મશીન પર કપાય છે. જ્યારે અમે ત્રિવેણી કાગળમાંથી હાથથી કટિંગ કરીને પતંગો બનાવીએ છીએ. જે ૧૦૦ નંગ ૧૮૦ રૂપિયામાં મળે છે.
No comments:
Post a Comment