અમદાવાદનો બી.આર.ટી. એસ પ્રોજેક્ટ સફળ થયા બાદ આ પ્રોજેક્ટની પોઝિટિવ બાબતોને અન્ય શહેરોમાં કેવી રીતે ઇમ્લિમેન્ટ કરી શકાય એ માટે દિલ્હીની સી.એમ.એસ. સંસ્થા દ્વારા અકે અનોખી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જે શહેરોમાં બી.આર.ટી. એસ. પ્રોજેક્ટ ચાલુ થવાનો છે અથવા થશે એવા શહેરોના પત્રકારોએ આજે અમદાવાદના બી.આર.ટી. એસ. પ્રોજેક્ટ કેવી રીતે કામ કરે છે તે અંગે માહિતી મેળવી હતી. આ અંગે સી.એમ.એસ. સંસ્થાના સિનિયર મેનેજર નરેન્દ્ર યાદવ કહે છે કે, જે શહેરોમાં બી.આર.ટી. એસ. પ્રોજેક્ટ ચાલુ થવાના છે એ શહેરના પ્રતિનિધીઓને ે અમદાવાદના બી.આર.ટી. એસ. પ્રોજેક્ટની માહિતી આપીને તેમના શહેરમાં બી.આર.ટી. એસ. પ્રોજેક્ટ સફળ થઇ શકે કે કેમ તે માટે આ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
અમદાવાદની બી.આર.ટી સિસ્ટમને અન્ય શહેરો સાથે સરખાવીને તેના હકારાત્મક-નકારાત્મક પાસાઓની ચર્ચા -વિચારણા માટે નેશનલ કક્ષાનો સેમિનાર યોજાયો હતો જેમાં બીઆરટીએસની સર્વિસ ધરાવતા શહેરોમાંથી પ્રતિનિધીઓને બોલાવીને આ સેવાના તમામ પાસાઓની ચર્ચા કરવામાં આવી.
આ કોન્ફરન્સમાં બી.આર.ટી. એસ. પ્રોજેક્ટ અંગે એક ફિલ્મ બતાવી અને પત્રકારોએ મેયર તથા મ્યુનિસિપલ કમિશ્નર સાથે ડિસ્ક્શન કરી હતી. જેમાં અમદાવાદમાં બી.આર.ટી. એસનો પ્રોજેક્ટ કેવી રીતે અમલમાં મુકાયો, શું મુશ્કેલીઓ પડી હતી, રસ્તાઓ પ્રથમથી જ પહોળા હતા કે પાછળથી પહોળા કરવામાં આવ્યાની માહિતી મેળવી હતી.હાલમાં દિલ્હી,પુના,અમદાવાદ જેવા શહેરોમાં બી.આર.ટી.એસની સેવા આપવામાં આવી રહી છે. મુંબઈમાં બીઆરટીએસ શક્ય નથી પરંતુ અન્ય શહેરોની સાપેક્ષમાં બી.આર.ટી.એસની સેવા વધુ સગવડતા ભરી છે. દિલ્હીમાં અને પુનામાં બી.આર.ટી.એસની સર્વિસ ધીમે ધીમે લોકોમાં સેટ થઈ રહી છે. આ ચર્ચા દરમ્યાન એક પ્રતિનિધી કહે છે કે દિલ્હીની બી.આર.ટી.એસના ટ્રેક પર લોકો તમામ પ્રકારના વાહનો લઈને છડેચોક નિયમ ભંગ કરે છે.જ્યારે અમદાવાદની પ્રજામાં એક ચોક્કસ પ્રકારની ડિસિપ્લીનને કારણે બી.આર.ટી.એસ પ્રોજેક્ટને વધુ સફળ બનાવ્યો છે.
તસ્વીર- સુરેશ મિસ્ત્રી
અમદાવાદની બી.આર.ટી સિસ્ટમને અન્ય શહેરો સાથે સરખાવીને તેના હકારાત્મક-નકારાત્મક પાસાઓની ચર્ચા -વિચારણા માટે નેશનલ કક્ષાનો સેમિનાર યોજાયો હતો જેમાં બીઆરટીએસની સર્વિસ ધરાવતા શહેરોમાંથી પ્રતિનિધીઓને બોલાવીને આ સેવાના તમામ પાસાઓની ચર્ચા કરવામાં આવી. આ કોન્ફરન્સમાં બી.આર.ટી. એસ. પ્રોજેક્ટ અંગે એક ફિલ્મ બતાવી અને પત્રકારોએ મેયર તથા મ્યુનિસિપલ કમિશ્નર સાથે ડિસ્ક્શન કરી હતી. જેમાં અમદાવાદમાં બી.આર.ટી. એસનો પ્રોજેક્ટ કેવી રીતે અમલમાં મુકાયો, શું મુશ્કેલીઓ પડી હતી, રસ્તાઓ પ્રથમથી જ પહોળા હતા કે પાછળથી પહોળા કરવામાં આવ્યાની માહિતી મેળવી હતી.હાલમાં દિલ્હી,પુના,અમદાવાદ જેવા શહેરોમાં બી.આર.ટી.એસની સેવા આપવામાં આવી રહી છે. મુંબઈમાં બીઆરટીએસ શક્ય નથી પરંતુ અન્ય શહેરોની સાપેક્ષમાં બી.આર.ટી.એસની સેવા વધુ સગવડતા ભરી છે. દિલ્હીમાં અને પુનામાં બી.આર.ટી.એસની સર્વિસ ધીમે ધીમે લોકોમાં સેટ થઈ રહી છે. આ ચર્ચા દરમ્યાન એક પ્રતિનિધી કહે છે કે દિલ્હીની બી.આર.ટી.એસના ટ્રેક પર લોકો તમામ પ્રકારના વાહનો લઈને છડેચોક નિયમ ભંગ કરે છે.જ્યારે અમદાવાદની પ્રજામાં એક ચોક્કસ પ્રકારની ડિસિપ્લીનને કારણે બી.આર.ટી.એસ પ્રોજેક્ટને વધુ સફળ બનાવ્યો છે.
તસ્વીર- સુરેશ મિસ્ત્રી
No comments:
Post a Comment