પહેલી દ્રષ્ટિએ જ સૌને દંગ કરી દે તેવી પર્સનાલિટી ધરાવતી ચિત્રાંગદાસિંહ ગઇ કાલે તેની ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદના વિમલ શો રૃમની મુલાકાતે આવી હતી. પોતાની ફિલ્મના રોલ વિશે વાત કરતા કહે છે કે, ચિત્રાંગદા ઘણા લાંબા સમય પછી તેની આગામી ફિલ્મના પ્રમોશન માટે આવી હતી. અત્યાર સુધીમાં તેમણે માત્ર ચાર જ ફિલ્મ કરી છે. તેમની પ્રથમ ફિલ્મ હજારો ખ્વાઇશ પછી તે આ ફિલ્મમાં જોવા મળશે. આ દરમ્યાન તેણે એક- બે ફિલ્મમાં કામ કર્યું છે.પરંતુ બહુ થોડા વખતમાં તેની ગ્લેમરસ પર્સનાલિટીને કારણે તેના ચાહકોનું મલ્ટિપ્લિકેશન થઈ રહ્યું છે. બાકી થોડો ટાઇમ ઓફ રાખીને તે મોજ મસ્તી કરતી રહી.આ વાત ઉપરથી જ ખ્યાલ આવે કે કેરિયર કરતા ક્રિએટિવિટી અને અલગારીપણાને તે વધુ મહત્ત્વ આપે છે.
અમદાવાદની મુલાકાતે આવેલી અભિનેત્રી ચિત્રાંગદાસિંહ લાંબા સમય પછી તેની આગામી ફિલ્મના પ્રમોશન માટે વિમલના શોરુમની મુલાકાત લીધી હતી. મેરેજ પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આવવું એ એક કપરું ચઢાણ કહી શકાય. છતા એક નવો ચીલો ચાતરવા માટે તે મક્કમ છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં તેની સરખામણી સ્મિતા પાટિલ જોડે કરવામાં આવી રહી છે
ચિત્રાંગદાની સરખામણી બોલિવૂડમાં સ્મિતા પાટીલ સાથે કરવામાં આવી રહી છે. ચિત્રાંગદા કહે છે કે, કોઇની સાથે મારી કમ્પેરિઝન કરવામાં આવે છે ત્યારે મને સારું લાગે છે. ગ્લેમર ઇન્ડસ્ટ્રીઝમાં મેરિડ વુમન માટે ખૂબ ઓછો સ્કોપ છે. ચિત્રાંગદા પોતે મેરિડ વુમન છે. આ અંગે તે કહે છે કે, મેં પડદા પર જોયું તો ખબર પડી કે આ ગ્લેમરસ ઇન્ડસ્ટ્રીઝ છે. અને હું પોતે મારી જગ્યા બનાવી રહી છું. અમદાવાદ સાથેના કનેક્શન વિશે પૂછવામાં આવતા ચિત્રાંગદા કહે છે કે, પહેલી વખત હું અમદાવાદમાં આવી છું. ખૂબ સારું લાગે છે મને અમદાવાદમાં. મારી કઝીન અમદાવાદમાં સ્ટડી કરતી હતી એ સિવાય મારું કોઇ કનેક્શન નથી. જેની પાસે બોલિવૂડનું ફેમિલી બેકગ્રાઉન્ડ ના હોય એવા કલાકાર માટે બોલિવૂડમાં ચાન્સ મેળવવો કેટલો શક્ય છે એ સવાલના જવાબમાં ચિત્રાંગદા કહે છે કે, જો કલાકાર પાસે ટેલેન્ટ હોય તો તેને ગમે ત્યાં ગમે તે જગ્યાએ કામ મળે છે, પરંતુ મેરિડ વુમન માટે જગ્યા મેળવવી થોડું મુશ્કલીભર્યું છે. મેરિડ વુમન માટે સોસાયટીમાં જે મેન્ટાલિટી જોવા મળે છે તેમાં પણ ચેન્જિંગ લાવવાની જરૃર છે. અમદાવાદ સુંદર છે એવું મારી બહેન મને કાયમ કહેતી. વિમલના શો રુમમાં પ્રવેશતાની સાથે જ ફીલગુડ ફીલ કરતી ચિત્રાંગદાએ હસીને અહીંંના કસ્ટમર કેર કલ્ચરને બિરદાવ્યું હતું. તે વધુમાં કહે છે કે, અમદાવાદને લોકો સ્વાદિષ્ટ વાનગીઓથી ઓળખે છે પરંતુ અમદાવાદ વિશ્વમાર્કેટનું બિઝનેસ ટિચર છે. અહીંંનું આઈઆઈએમ,અહીંના મોન્યુમેન્ટ અને અહીંના ગરબા,પતંગ વિશે અમે કાયમ વાંચીએ છીએ અને આતુરતાપૂર્વક અમારા ગુજરાતી મિત્રોને અહીંંના વાતાવરણ વિશે પૂછીએ છીેએ.
તસ્વીર- સુરેશ મિસ્ત્રી
No comments:
Post a Comment