Monday, January 24, 2011

સાંતાક્લોઝને અમે ઓળખતા નથી બસ, માસ્ક વેચીએ છીએ

શહેરના મુખ્ય માર્ગો અને ચાર રસ્તા પર સાન્તાક્લોઝના માસ્ક વેચતા બાળકોને એ પણ ખબર હોતી નથી કે આ સાન્તા શું છે? અને નાતાલ કેમ ઉજવાય છે. તેમના માટે સાન્તાક્લોઝ ખુશીઓની ભેટ આપનાર નહીં પણ એક આજીવિકા સમાન છે. ત્યારે નાતાલ પર્વ નિમિત્તે મંદિરો અને રસ્તાઓ પર ભીખ માગતા બાળકો, સાન્તાક્લોઝના માસ્ક વેંચતા બાળકો, કચરો ઉપાડતા બાળકો અને ફૂટપાથ પર જિંદગી પસાર કરતા બાળકો માટે શહેરની એક સમાજ સેવી સંસ્થા ડ્રીમ્સ દ્વારા આ બાળકો સાથે અનોખી રીતે નાતાલ પર્વની ઉજવણી કરી હતી.


શહેરના રસ્તાઓ પર સાંતાક્લોઝના માસ્ક વેચતા બાળકોને નાતાલ પર્વ નિમિત્તે ક્રિસમસ અને સાંતાનું શું મહત્ત્વ છે તે સમજાવવા માટે અનોખી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું



આ અંગે ડ્રીમ્સ સંસ્થાના મયંક બાપના કહે છે કે, આ બાળકો પણ આપણી સોસાયટીનો જ એક હિસ્સો છે. તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાની જવાબદારી પણ આપણી જ છે. એના માટે પૈસાની નહીં પણ લોકો સમય આપીને ઇન્વોલ થાય એ જરૃરી છે.
આ પાર્ટીમાં મેજિક શો અને ગુ્રપ ડાન્સમાં ગરીબ વર્ગના બાળકોએ ડી.જે.ના તાલે મન મૂકીને ડાન્સ કર્યો હતો. અને બાળકોના પ્રિય સાન્તાક્લોઝે બાળકોને ચોકલેટ અને ભેટ આપીને ખુશ કર્યા હતા. ચાની લારી પર ચા આપવાનું કામ કરતો કરન કહે છે કે, મેં પ્રથમ વાર આવી પાર્ટી જોઇ છે. અને મને આજે ખબર પડી કે ક્રિસમસ કેમ ઉજવાય છે. આ નાના ભૂલકાઓને સમાજની બધી જ ખુશીઓ મળે અને જેમ વાર્તામાં સાન્તાક્લોઝ નાના ભૂલકાઓ માટે શહેરના આર્થિક પછાત સામાજિક વર્ગના બાળકોને ક્રિસમસનો પર્વ શું છે અને જીવનમાં સાન્તાનું શું મહત્ત્વ છે તે સમજાવવા માટે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ૨૦૦થી વધારે બાળકોએ ભાગ લીધો હતો. ગરીબ વર્ગના આ બાળકો ચોરી કરવી, ભીખ માગવી, કચરો ઉપાડવા જેવા દરેક પ્રકારના કામ કરે છે. ત્યારે આ બાળકોને મોટિવેટ કરવા અને સમાજના મુખ્ય માર્ગમાં લાવવા માટે આ વિશિષ્ટ પાર્ટી યોજી હતી.
જેમા ંખ્રિસ્તી નન દ્વારા આ બાળકોને ક્રિસમસ અને સાન્તાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. આ બાળકોએ પ્રથમ વખત જ આવી પાર્ટીમાં ભાગ લીધો અને જાણ્યું કે ક્રિસમસ શું છે. ભેટ લઇને આવે તેમ તેમના માટે આપણે સહુએ એક સાન્તા બનીને તેમના સપના પૂરા કરવામાં મદદરૃપ થવું જોઇએ.

No comments:

Post a Comment