Monday, January 24, 2011

પાંચ વિદ્યાર્થીનીઓને વુમન સાયન્ટિસ્ટ સ્કીમ હેઠળ ૧.૯ કરોડની સ્કોલરશીપ

ગુજરાત યુનિવર્સિટીના માઈક્રો બાયોલોજી અને બોટની ડિપાર્ટમેન્ટની પાંચ વિદ્યાર્થીઓને જુદા-જુદા વિષયના રિસર્ચ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી એક કરોડ નવ લાખ રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવી છે. જેમાં માઈક્રો બાયોલોજી વિભાગની સીમા સાંબ્રાણી, રિઘ્ધી દવે, ઉર્જા પંડ્યા તથા બોટની વિભાગની મેઘા ભટ્ટ અને રેણુ સિંઘના પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટીના માઈક્રો બાયોલોજી અને બોટની ડિપાર્ટમેન્ટની પાંચ વિદ્યર્થીનીઓને જુદા-જુદા સબજેક્ટ પર રિસર્ચ કરવા માટે જરૂરી સાધનો અને ખર્ચ માટે કેન્દ્ર સરકાર તરફથી એક કરોડ નવ લાખ રૂપિયાની સ્કોલરશીપ મળી છે

ભારત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા વુમન સાયન્ટિસ્ટ રિસર્ચ સ્કીમ હેઠળ સમગ્ર દેશમાંથી સંશોધન માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. દેશમાંથી કુલ ૬૫૦ અરજીઓ માંથી ૨૭ અરજીઓ માન્ય કરવામાં આવી છે. આ ૨૭ અરજીઓમાં ગુજરાતમાંથી ગુજરાત યુનિવર્સિટીની પાંચ વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે. જે બહેનોને સાયન્સ વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી જો બેઝિક અથવા એપ્લાઈડ સાયન્સમાં રિસર્ચ કેરીયર આગળ લંબાવવી હોય તો યંગ વુમન સાયન્ટિસ્ટ સ્કીમ હેઠળ ત્રણ વર્ષ માટે રિસર્ચના સાધનો તથા કેમિકલ વગેરેની ખરીદી માટે માસિક ૧૭થી ૨૫ હજાર રૂપિયા સ્કોલરશીપ આપવાની વ્યવસ્થા છે.
આ અંગે બોટની વિભાગની સ્ટુડન્ટ મેઘા ભટ્ટ કહે છે કે, મને જંગલની માટીમાં રહેલા કાર્બનના પ્રમાણ અંગે પોસ્ટ ડોક્ટરેટ રિસર્ચ કરવા માટે પસંદ કરવામાં આવી છે. આ પ્રજેક્ટ અંતર્ગત તે ક્લાઈમેટ ચેન્જમાં કાર્બનની ભૂમિકા અંગે રિસર્ચ કરશે.જ્યારે બોટની વિભાગની બીજી સ્ટુડન્ટ રેણુ સિંઘ પોતાના પ્રોજેક્ટ અંતર્ગત હર્બલ પ્લાન્ટ અંગે પોસ્ટ ડોક્ટરેટ રિસર્ચ કરશે.માઈક્રો બાયોલોજી વિભાગની સ્ટુડન્ટ સીમા સાંબ્રામી પોતાના પ્રોજેક્ટમાં સહનશીલ હોય તેવા લિપોલાઈટીક એન્ઝાઈમ કાર્બનિક દ્રાવકો અંગે પોસ્ટ ડોક્ટરેટ રિસર્ચ કરશે. આ ત્રણેય વિદ્યાર્થીનીઓ ત્રણ વર્ષ સુધી પોતાના પ્રોજેક્ટ પર રિસર્ચ કરશે અને આ રિસર્ચ માટે જરૂરી સાધનો, લેબ તથા કેમિકલની ખરીદી માટે ત્રણેય સ્ટુડન્ટને કુલ ૬૬ લાખ રૂપિયાની સ્કોલરશીપ મળશે. માઈક્રો બાયોલોજી વિભાગની રિઘ્ધી દવે કહે છે કે, હું મારા પ્રોજેક્ટ અંતર્ગત ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં વપરાતી ડાઈઝનું વિઘટન અને આ ઈન્ડસ્ટ્રીઝની વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ અંગે રિસર્ચ કરીશ.જ્યારે માઈક્રો બાયોલોજી વિભાગની સ્ટુડન્ટ ઉર્જા પંડ્યા પોતાના સબજેક્ટ રોગજન્ય ફૂગના કંન્ટ્રોલ અંગે પ્લાન્ટ ગ્રોથ હોર્મોન પેદા કરતા રાઈઝો બેક્ટેરીયા અંગે સંશોધન કરશે. આ બંને સ્ટુડન્ટને રિસર્ચમાં થનાર ખર્ચ અને સાધનો માટે કુલ ૪૦ લાખ રૂપિયાની સ્કોલરશીપ મળશે.આ અંગે ગુજરાત યુનિવર્સિટીના માઈક્રો બાયોલોજી ડિપાર્ટમેન્ટના ડીન બળદેવભાઈ પટેલ કહે છે કે, ભારત સરકારની વુમન સાયન્ટિસ્ટ સ્કીમ હેઠળ ગુજરાત યુનિવર્સિટીની પાંચ વુમન સાયન્ટસ્ટને રિસર્ચ માટે એક કરોડ નવ લાખ રૂપિયાની સ્કોલરશીપ મળી છે એ ગુજરાત માટે ગૌરવની વાત છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

No comments:

Post a Comment