છેલ્લા બે ત્રણ વર્ષથી ઉત્તરાયણના દિવસે પતંગની દોરીથી પક્ષીઓની સાથે સાથે માણસો પણ ઘાયલ થાય છે. બાઇક પર જતી વખતે અચાકન પતંગની દોરી આવી જતાં ઘણાં માણસો ઘાયલ થાય છે.
દોરીથી બચવા માટે લોકો સ્પેશ્યલ પૈસા ખર્ચીને સ્ટેન્ડ બનાવે છે. પરંતુ સી.યુ.શાહ કોલેજના પ્રોફેસર ડી.અચે. ગદાણીએ દોરીથી બચવા માટે સાવ સહેલો અને સસ્તો રસ્તો શોઘ્યો છે. પતંગની દોરી ગળા કે હાથમાં ના આવે તે માટે તેમણે જુના ક્લચના વાયરને બાઇકની કી અથવા સ્ટેરિંગ પર બાંધીને વાયરનો બીજો છેડો હેલ્મેટમાં બાંધી દે છે. જેથી રસ્તામાં જો દોરી આવે તો ડાયરેક્ટ ક્લચના વાયર સાથે અથડાઇને ટૂટી જાય છે.
તેઓ છેલ્લા બે વર્ષથી ઉત્તરાયણમાં આ નુસખો અપનાવે છે. આ અંગે ગદાણી કહે છે કે, ઘણાં લોકો દોરીથી બચવા માટે ખાસ સ્ટેન્ડ બનાવડાવે છે.જ્યારે આ સિસ્ટમ દરેક લોકો ઘરે જ બનાવી શકે છે એ પણ મફતમાં. સ્ટેન્ડ બનાવડાવવા માટે આપણે સમય અને પૈસા બન્ને ખર્ચવા પડે છે. અને ઉત્તરાયણ પછી સ્ટેન્ડ કઢાવવા માટે પણ જવું પડે છે.
જ્યારે આ સિસ્ટમમાં ફક્ત એક જુનો ક્લચનો વાયર હોય એટલે દોરીથી બચી શકાય છે. આ વાયર એટલો પાતળો હોય છે કે લોકોને જાણ પણ નથી પડતી કે વાયર બાંધેલો છે. જો ક્લચનો વાયર ના મળે તો પતંગના પાંચ- છ દોરા જોડે કરીને પણ બાંધી શકાય છે.
આ સિસ્ટમથી એ ફાયદો પણ થાય છે કે હેલ્મેટ પહેરેલું હોવાથી પોલીસ પણ પકડે નહીં અને પોતાનો જીવ પણ બચાવી શકાય છે. હેલ્મેટ અને કિચેઇન વચ્ચેનો વાયર થોડો લુઝ રાખવો કે જેથી મોઢું ડાબે જમણે ફેરવી શકાય. જૂનો કલ્ચનો વાયર પણ તમારો જીવ બચાવી શકે છે અને મફતમાં સહેલાઇથી જાતે જ બનાવી શકાય છે.
તસ્વીર- સુરેશ મિસ્ત્રી

દોરીથી બચવા માટે જુના ક્લચના વાયરને હેલ્મેટ, કિચેઇન અથવા સ્ટેરિંગ વચ્ચે બાંધીને ઉપયોગમાં લઈ શકાય તેવો સરળ કિમિયો
તેઓ છેલ્લા બે વર્ષથી ઉત્તરાયણમાં આ નુસખો અપનાવે છે. આ અંગે ગદાણી કહે છે કે, ઘણાં લોકો દોરીથી બચવા માટે ખાસ સ્ટેન્ડ બનાવડાવે છે.જ્યારે આ સિસ્ટમ દરેક લોકો ઘરે જ બનાવી શકે છે એ પણ મફતમાં. સ્ટેન્ડ બનાવડાવવા માટે આપણે સમય અને પૈસા બન્ને ખર્ચવા પડે છે. અને ઉત્તરાયણ પછી સ્ટેન્ડ કઢાવવા માટે પણ જવું પડે છે.
જ્યારે આ સિસ્ટમમાં ફક્ત એક જુનો ક્લચનો વાયર હોય એટલે દોરીથી બચી શકાય છે. આ વાયર એટલો પાતળો હોય છે કે લોકોને જાણ પણ નથી પડતી કે વાયર બાંધેલો છે. જો ક્લચનો વાયર ના મળે તો પતંગના પાંચ- છ દોરા જોડે કરીને પણ બાંધી શકાય છે.
આ સિસ્ટમથી એ ફાયદો પણ થાય છે કે હેલ્મેટ પહેરેલું હોવાથી પોલીસ પણ પકડે નહીં અને પોતાનો જીવ પણ બચાવી શકાય છે. હેલ્મેટ અને કિચેઇન વચ્ચેનો વાયર થોડો લુઝ રાખવો કે જેથી મોઢું ડાબે જમણે ફેરવી શકાય. જૂનો કલ્ચનો વાયર પણ તમારો જીવ બચાવી શકે છે અને મફતમાં સહેલાઇથી જાતે જ બનાવી શકાય છે.
તસ્વીર- સુરેશ મિસ્ત્રી

No comments:
Post a Comment