Sunday, June 13, 2010

‘દેશના આર્થિક વિકાસનો પ્રાણવાયુ-અંદાજપત્ર’

ભારતના બંધારણની કલમ ૧૧૨ (૧) પ્રમાણે કેન્દ્ર સરકારને સંસદમાં દર વર્ષે અંદાજપત્ર મંજૂરી માટે રજૂ કરવું પડે છે. દર વર્ષે સરકારની વિવિધ પ્રવૃત્તિઓનું સરવૈયું લોકસભામાં અંદાજપત્ર દ્વારા રજૂ થાય છે. જેમાં ગત વર્ષ દરમિયાન સરકારે કરેલ પ્રવૃત્તિઓની આવક-જાવકની નાણાકીય માહિતી અને ચાલુ વર્ષના તથા નાણાકીય વર્ષ દરમિયાન ખર્ચ અને આવક અંગેના અંદાજોની માહિતી આપવામાં આવે છે. તે માટે જરૃરી ખર્ચનો અંદાજ અને આ ખર્ચને પહોંચી વળવા માટેનાં નાણાકીય સાધનો. આ ત્રણેય પાસાને આવરી લેતી સંસદ સમક્ષ રજૂ થતી કારોબારીની દરખાસ્તને અંદાજપત્ર કહે છે. બજેટ માત્ર રાજ્યની આવક અને ખર્ચ અંગેનું નિવેદન નથી, પણ તેમાં સરકારની આર્થિક નીતિનું પ્રતિબિંબ પડતું હોય છે. અને તે દ્વારા સરકારની આર્થિક નીતિનું મૂલ્યાંકન થાય છે અને દેશની આર્થિક પ્રવૃત્તિઓને યોગ્ય દિશામાં વળાંક આપી શકાય છે. અંદાજપત્ર આધુનિક સરકારોનું એક મહત્ત્વનું હથિયાર છે. આ બજેટ પ્રથાનો જન્મ સરકારની કારોબારી સમિતિ પર સંસદના અંકુશો વધુ કડક અને અસરકારક બનાવવાની મથામણમાંથી થયો છે. ‘બજેટ’ શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ ૧૭૩૩માં ઈંગ્લેન્ડમાં થયો હતો. અંગ્રેજીમાં ‘બજેટ’ શબ્દની ઉત્પત્તિ ફ્રેન્ચના ‘બોગેટ’ શબ્દમાંથી થઈ. એનો અર્થ ‘ચામડાની નાની બેગ’ થાય છે.

૧૭૩૩માં બ્રિટિશ વડાપ્રધાન રોબર્ટ વોલપોલ ચામડાની નાની બેગમાં પોતાની ર્વાિષક વિત્તયોજના લઈ ગયા હતા. ત્યારે એક ચોપાનિયાએ ‘કોથળો ખોલીને બિલાડું કાઢયું’ એવા વ્યંગમાં *્રી હ્વેઙ્ઘખ્તીં ર્ૅીહીઙ્ઘ* એવો કટાક્ષ કર્યો ત્યારથી આ ર્વાિષક અંદાજપત્રની પ્રથા શરૃ થઈ અને “બજેટ” શબ્દ પ્રચલિત બન્યો છે. ભારતમાં ૧૮૫૭ની ક્રાન્તિ પછી સૌ પ્રથમ બજેટ પ્રથાનો વિકાસ થયો.

ભારતમાં અંદાજપત્ર બે વિભાગમાં રજૂ કરવામાં આવે છે. એક સામાન્ય અંદાજપત્ર અને બે રેલવે અંદાજપત્ર. રેલવે અંદાજપત્ર સામાન્ય અંદાજપત્રની અગાઉ લોકસભામાં રજૂ કરાય છે. જ્યારે સામાન્ય અંદાજપત્ર પહેલી એપ્રિલથી ૩૧મી માર્ચ સુધીના નાણાકીય વર્ષની માહિતી આપે છે. રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ, ખર્ચનો અંદાજ અને આવકની જોગવાઈ એ ત્રણ બજેટનાં મુખ્ય અંગો છે. સામાન્ય રીતે બજેટમાં રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ અંગે અહેવાલ આગામી વર્ષના કાર્યક્રમનો નકશો, ખાતાવાર કાર્યોના ખર્ચના અંદાજો, અંદાજેલા ખર્ચને પહોંચી વળવા માટે કરવેરાની દરખાસ્તો, વિવિધ પ્રવૃત્તિઓ માટે ખાતાવાર ખર્ચની મંજૂરી આપતું એપ્રોપ્રિયેશન બિલ, નવા કરવેરાની દરખાસ્તોને વાસ્તવિક સ્વરૃપ આપતું નાણાકીય બિલ વગેરેનો બજેટમાં સમાવેશ થાય છે.

દરેક સરકાર, જુદા-જુદા વિભાગો અને દેશના નાગરિકો પણ સરકારના ર્વાિષક બજેટ પર આધાર રાખે છે તેથી બજેટની અસરો વ્યાપક અને સર્વને સ્પર્શે છે. ઉત્પાદન અને વિસ્તરણની પ્રથા, રાષ્ટ્રીય આવકની સમાજમાં વહેંચણી, પ્રજાજનોના આર્થિક - સામાજિક - શૈક્ષણિક વિકાસ માટેની કલ્યાણ યોજનાઓ એ સર્વે બજેટ પર આધાર રાખે છે. સુવિકસિત બજેટપ્રથા એ લોકશાહીના આત્મા સમાન ગણાય છે. હેરોલ્ડ સ્મિથ અને સ્ટીફન બજેટને વહીવટી સંચાલનના સાધન તરીકે નિરૃપે છે. બજેટના અગત્યની નોંધ લેતાં ન્યૂ યોર્કના મ્યુનિસિપલ સંશોધન દફતરે કહ્યું હતું કે, “સમાજની જરૃરિયાતો અંગે અને એ જરૃરિયાતો પૂરી પાડવાના સરકારી પ્રયત્નો અંગે આટલી બધી મહત્ત્વની હકીકતોને આટલા સંક્ષિપ્ત સ્વરૃપમાં કહેવામાં યોગ્ય રીતે રચાયેલ બજેટની બરાબરી કોઈ દસ્તાવેજ કરી શકે એમ નથી.” બજેટના મહત્ત્વને સૌથી જોરદાર અભિવ્યક્તિ ગ્લેડસ્ટને આપી હતી, “બજેટો એ માત્ર ગણિતની બાબતો નથી, પરંતુ હજારો રીતે તેઓ વ્યક્તિઓની સમૃદ્ધિ, વર્ગો વચ્ચેના સંબંધ અને રાજ્યોના બળના મૂળમાં પહોંચે છે.” આમ અંદાજપત્ર એ દેશના આર્થિક વિકલ્પના પ્રાણવાયુરૃપ છે.

એક્સિડેન્ટમાં પગ ગુમાવનાર રમેશ ઠાકોરની વિશ્વપ્રવાસથી લિમ્કા બુક સુધીની સફર




હિરોઈન સુધાચંદ્રન સહિત અનેક વિકલાંગો માટે જયપુર ફૂટ બનાવનાર રમેશ ઠાકોરે એક્સિડેન્ટમાં પગ ગુમાવ્યા પછી જયપુર ફુટ બનાવવાની ટ્રેઈનીંગ લીધી અને૧૦૦ મીટર દોડ ૧૭.૨૯ મિનિટમાં પૂર્ણ કરીને લીમ્કા બુકમાં નામ સ્થાપિત કર્યું.








મેં એવા ઘણાં માણસોને પગ લગાવ્યા છે જેમણે ચાલવાની તો ઠીક પણ ઊભું થવાની ઈચ્છા પણ છોડી દીધી હતી. પંદર વર્ષની ઊંમરે રમેશભાઈ ઠાકોરનો ડાબો પગ ૧૯૮૨માં એક ટ્રેન એક્સીડન્ટમાં કપાઇ ગયો હતો, પણ આ ઘટનાથી હતાશ થયા વિના તેઓ દ્રઢ નિશ્ચયી બન્યા. ગુજરાતના ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તલોદ ગામમાં જન્મેલા ૪૩ વર્ષના રમેશભાઇના ડાબા પગમાં ‘જયપુર ફૂટ’ લગાવીને લિમ્કા બુકમાં નામ રેકોર્ડ કરવાની સાથે સાથે સાઈકલીંગ અને મેરેથોનમાં આખા ભારતમાં પોતાનું નામ ફેલાવ્યું છ આ ઉપરાંત આટલી બધી શારિરીક મર્યાદા હોવા છતા અનેક દેશોની વિદેશયાત્રાઓ પણ કરી છે.

એક્સિડેન્ટ પછી તેમણે ં જયપુર ફૂટ (કૃત્રિમ પગ) લગાડાવ્યો અને નવા જોશની સાથ સાઈકલીંગ, રેસ, દોડ જેવી કામગીરી કરવામાં લાગી ગયા. રમેશભાઇએ પોતાનો પગ ગુમાવ્યા પછી સવાઈ માનસિંહ હોસ્પિટલમાં ૩ વર્ષ જયપુર ફૂટ બનાવવાની ટ્રેનિંગ લીધી અને ત્યાં જ નોકરી કરવા લાગ્યા. ‘હું એક કલાકાર થઇને બીજા ઉપર નિર્ભર રહેવા કરતાં હું પોતે જ મારો પગ બનાવી લઉં એ વધારે સારું છે. તેથી મેં જયપુર ફૂટ બનાવવાની ટ્રેનિંગ લીધી. ત્યાર પછી તેઓ ભગવાન મહાવીર વિકલાંગ સેવા સમિતિ સાથે કૃત્રિમ પગ બનાવવાનું શરૂ કર્યું. આ સમિતિના થકી તેઓ ફિલિપાઈન્સ, અમેરિકા, વેસ્ટ ઈન્ડિઝ, વિયેટનામ, સુદાન, સિંગાપુર, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન વગેરે દેશોની યાત્રાઓ કરીને અનેક વિકલાંગ વ્યક્તિઓને કૃત્રિમ જયપુર ફૂટ અને અન્ય અંગો લગાવ્યા.’

રમેશભાઇ કહે છે કે, શરૂઆતમાં હું નોર્મલ ચાલતો હતો પરંતુ એ પછી મને એમ લાગ્યું કે મારે કંઇક કરવું જોઇએ તેથી મેં વ્યાયામ અને શોખ માટે દોડવાનું ચાલુ કર્યું. એ વખતે મેં ઓફિસમાં અમેરિકાના સમુદ્ર કિનારે નકલી પગ લગાવી રન કરતો માણસનો ફોટો જોયો. તેથી મેં વિચાર્યું કે એ દોડી શકે તો હું કેમ ના દોડી શકું. પછી મનમાં અનેક શંકાઓ હતી. છતાં પણ મેં દોડવાનું ચાલુ કર્યું. શરૂઆતમાં હું વચ્ચે જ પડી જતો હતો અને મને લાગતું પણ હતું છતાં મારા મનમાં કંઇક કરવાનું ઝુનુન હતું કે દોડવું તો પડશે જ. ત્યાર પછી રમેશભાઇએ ૧૯૮૯ સુધીમાં ૮,૦૦૦ કી.મી. પૂર્વ-પશ્ચિમમાં સાઈકલીંગથી પ્રવાસ કર્યો અને ૧૯૯૧માં ૧૯ સેકન્ડમાં ૧૦૦ મીટર રેસ પૂર્ણ કરીને રાજસ્થાન રાજ્યમાં પહેલો ક્રમાંક મેળવ્યો.

ત્યાર પછી ૧૯૯૧માં ગુજરાતમાં વલસાડમાં ૨૨ કી.મી.ની મેરેથોન રેસ પણ પૂર્ણ કરી. અને ત્યાર પછી તેમણે ૨૦૦૫માં ૧૦૦ મીટર દોડ ૧૭.૨૯ મિનિટમાં પૂર્ણ કરીને લીમ્કા બુકમાં નામ સ્થાપિત કર્યું. રમેશભાઇ કહે છે કે મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે દોડમાં ઓલિમ્પિકમાંથી ગોલ્ડ મેડલ મળશે અને લીમ્કા બુકમાં સ્થાન મળશે. ત્યાર પછી મેં લીમ્કા બુકમાં સ્થાન મેળવવા માટે મહેનત કરી અને લીમ્કા બુકમાં મને સ્થાન મળ્યું. ખાસ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને રમેશ ભાઈ કૃત્રિમ પગ બનાવે છે.જે વોટર પ્રૂફ હોય છે. આ પગ પહેરીને માણસ ભારતની સંસ્કૃતિ પ્રમાણે પગ ઉતાર્યા વિના પણ મંદિરમાં જઇ શકે છે.

આ ઉપરાંત જયપુર ફૂટ ટેકનોલોજી સરળ, સસ્તી અને મજબૂત છે તેથી કોઇ પણ સામાન્ય માણસ પણ જયપુર ફૂટ બનાવડાવી શકે છે. હિરોઈનસુધાચંદ્રન માટે પણ રમેશભાઈએ જયપુર ફુટ બનાવ્યો હતો.આ ઉપરાંત ગિરનાર, પાલિતાણા, શેત્રુંજય વગેરે પર્તતો પણ ચઢેલા છે, તથા ચાલીને અમરનાથની યાત્રા પણ કરેલી છે. તેઓ સામાન્ય માણસની જેમ નોર્મલ જ ચાલી શકે છે. વનની શરૂઆત કરી. આજે તેઓ ૬૦ વીઘા જમીનનું કામ એકલા કરે છે જયપુર ફૂટના સહારે. આ ઉપરાંત રમેશભાઇની સમાજસેવાનો અહીં જ અંત નથી આવતો, પણ તેઓને લોકોની સેવા કરવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા હ્યુમન રાઈટ્સ એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે.

રાવણહથ્થો બનાવનાર ગુજરાતના એકમાત્ર કારીગર ઃ ત્રિભોવનદાસ મેવાડા

ગુજરાતના લોકસંગીતમાં ગજથી વાગતાં વાજિંત્રોમાં એક માત્ર રાવણહથ્થો છે. રાવણહથ્થો ભારતનું પુરાણ વાદ્ય મનાય છે. પરંતુ ભાગ્યે જ રાવણહથ્થો વગાડતાં કે બનાવતા લોકો જોવા મળે છે. આપણો આ કલા વારસો લુપ્ત થવાના આરે છે ત્યારે ત્રિભુવનદાસ ગંગારામ મેવાડા સેટેલાઈટ વિસ્તારમાં એક નાનકડા ટેનામેન્ટમાં રહીને ગુજરાતના આ ભવ્ય વારસાને જીવંત રાખવાનું કામ કરે છે. તેમની ઉંમર અત્યારે ૬૬ વર્ષની છે. તેઓ મિસ્ત્રી છે અને ફર્નિચરનું કામ કરતા હતા. પરંતુ અત્યારે તેઓ તંબુરા અને રાવણહથ્થા બનાવવાનું કામ કરે છે. રાવણહથ્થો શબ્દ પુરાણમાંથી આવેલો છે જેને સંસ્કૃતમાં રાવણ હસ્તવીણા તરીકે ઓળખવામાં આવે છ.
આપણો પ્રાચીન વાદ્યનો વારસો લુપ્ત થવાના આરે છે ત્યારે ત્રિભુવનદાસ ગંગારામ મેવાડા સેટેલાઈટ વિસ્તારમાં એક નાનકડા ટેનામેન્ટમાં રહીને ગુજરાતના આ ભવ્ય વારસાને જીવંત રાખવાનું કામ કરે છે.

ત્રિભુવનદાસ મેવાડા કહે છે કે, ૧૯૮૮માં મારા સાળાને રાવણહથ્થાની જરૂર હતી, પણ તેને કોઈ જગ્યાએથી રાવણહથ્થો મળ્યો નહીં એટલે તેમણે મને રાવણહથ્થો બનાવવાનું કહ્યું. પછી એકવાર રાવણહથ્થો જોઈને બનાવવાની કોશિષ કરી પરંતુ શરૂઆતમાં હું ત્રણ-ચાર વખત તેને બનાવવામાં નિષ્ફળ ગયો. અંતે મારી મહેનત અને લગનના કારણે હું રાવણહથ્થો બનાવવામાં સફળ થયો. તેઓ કહે છે કે, રાવણહથ્થો બનાવતી વખતે એક શિલ્પી જેવી ઝિણવટપૂર્વક કામ કરે છે તેમ રાવણહથ્થો બનાવતી વખતે પણ કુશળતાપૂર્વક કામ કરવું પડે છે.

અત્યારે હું ચારપાંચ દિવસમાં ત્રણ નંગ રાવણહથ્થા બનાવી શકું છું. રાવણહથ્થો બનાવવો એ મહેનતનું કામ નથી પણ કારીગરીનું કામ છે. રાવણહથ્થાનો અવાજ આપણને જેટલો આકર્ષે છે એટલી જ એની બનાવટ અને કલાપૂર્ણતા આપણું ઘ્યાન ખેંચે છે. રાવણહથ્થાના નીચેના ભાગમાં મોટા નાળિયેરની કાચલી પર ચામડું મઢી તેમાં નાનકડો ડંડો બેસાડવામાં આવે છે. કાચલી પર મઢેલાં ચામડાંની ઉપર વાંસની પટ્ટીની ઘોડી રાખી તેના પર સ્ટીલના તાર રાખવામાં આવે છે અને તેને વગાડવા માટે ઘોડાની વાળની કામઠી બનાવવામાં આવે છે. રાવણહથ્થો અત્યંત સાદું લોકવાદ્ય છે. તે બે ફૂટની લંબાઈનો હોય છે. તેને બનાવવા માટે લગભગ ૧૫૦ રૂપિયાનું મટીરીયલ ખર્ચ થાય છે.

હું સાવ નજીવી કિંમત ૩૫૦ રૂપિયામાં રાવણહથ્થો બનાવીને વેચુ છું. હું છેલ્લા ૧૦ વર્ષથી રાવણહથ્થો બનાવું છું અને અમદાવાદના કિરણ શાહ, નવસારીના વિપુલ મ્યુઝીક અને વલસાડના લક્ષ્મી તબલાં આ ત્રણ જગ્યાએથી મને રાવણહથ્થો બનાવવાનો ઓર્ડર મળે છે અને ઘરેથી છૂટક પણ વેચું છું. અત્યારે મારી પાસે ૧૦ નંગ તૈયાર થયેલા રાવણહથ્થા પડ્યા છે. આજે ગણ્યાં-ગાંઠ્યાં કલાકારો જ આ વાદ્યને વગાડે છે. જેમાં તૂરી બારોટ, બોપા અને ભરથરી જાતિના લોકો રાવણહથ્થાના તાલે લોકગીતો અને ભજનો ગાય છે.

પરંતુ હવે આ વાદ્ય વગાડનાર કલાકારોની સંખ્યા ઘટતી જાય છે. અને રાવણહથ્થો બનાવનાર કલાકાર તો ભાગ્યે જ જોવા મળે છે. આજે ભરથરી જાતિના લોકો આ વાદ્ય વગાડીને પોતાનું પેટ ભરે છે. પરંતુ હવે પછીના દસ-પંદર વર્ષ પછીના સમયમાં કદાચ રાવણહથ્થો જોવા નહીં મળે. ત્રિભુવનદાસ કહે છે કે, આજે ઈલેકટ્રોનિક અને ડીઝીટલ ટેકનોલોજીની હરિફાઈને કારણે રાવણહથ્થો વગાડવાની પરંપરા બંધ થતી જાય છે.

આજના આઘુનિક સાધનો સામે રાવણહથ્થાનો અવકાશ ખૂબ ઓછો થઇ ગયો છે. શરૂઆતના વર્ષે ત્રણ ડઝન (૩૬) રાવણહથ્થા બનાવવાનો ઓર્ડર મળતો હતો. પરંતુ છેલ્લા બે વર્ષથી મંદીને કારણે રાવણહથ્થો બનાવવાનો કોઈ ઓર્ડર મળ્યો નથી. આજે વિદેશના લોકો રાવણહથ્થાને ‘શૉ પીસ’ તરીકે રાખવા માટે લઈ જાય છે. ભારતમાં પણ ઘણા લોકો ડ્રોઇંગ રૂમમાં ‘શૉ પીસ’ તરીકે રાવણહથ્થાને રાખે છે. આ ઉપરાંત માગી ખાનારા લોકો આજે પણ રાવણહથ્થો વગાડીને પોતાનું ગુજરાન ચલાવે છે.

આમ ઔદ્યોગિકરણ, શહેરીકરણ, યાંત્રિકરણ ઉપરાંત નવું શિક્ષણ, નવા મૂલ્યો, નવા વિચારો અને સમાજમાં થઈ રહેલા આઘુનિકરણના કારણે ભારતીય સમાજનો આગવો વારસો વિસરાઈ રહ્યો છે. આપણા લોકસંગીતના જે સાધનો છે તે લુપ્ત થઈ રહ્યા છે. ત્યારે ત્રિભુવનદાસ મેવાડા રાવણહથ્થાના વારસાને આજે પણ જીવંત રાખવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. અમદાવાદમાં નહીં કદાચ સમગ્ર ગુજરાતમાં ત્રિભુવનદાસ મેવાડા જ એક એવા કલાકાર છે જે રાવણહથ્થો બનાવે છે.

ચોમાસાની શરૂઆત સાથે જ સાયકસ ઓન હાઈડિમાન્ડ....

સાયકસના છોડની કિંમત ૨૫૦ થી શરૂ થઈ એક લાખ સુધીની છે.કારણ માત્રને માત્ર ટ્રેન્ડ અને બ્યુટી. એક તો સાયકસ ઘરમાં હોવું એ એક મોભો છે અને એક વર્ષે ધીમે ધીમે જૂજ સેન્ટિમીટર વધતા આ વૃક્ષની બ્યુટી કંઈક ઓર છે.

ચોમાસાનો પ્રારંભ થવાની તૈયારી છે ત્યાર વર્ષે માત્ર એક સેન્ટી મીટર વધતા સાયકસની ડિમાન્ડ પ્લાન્ટ લવર્સમાં કઁઈક વઘુ જોવા મળે છે. દર વર્ષે જૂન મહિનો બેસવાની સાથે જ અમદાવાદમાં મોટાપાયે દેશી અને વિદેશી છોડની આયાત ચાલુ થઈ જાય છે.એમાંય ચોમાસુ બેસવાની સાથે આખા વર્ષમાં એક જ વાર એક જ પાંદડું વધે તેવા મોંઘા છોડ સાયકસની ડિમાન્ડ આ વખતે કેઈક વઘુ છે.


સાયકસના છોડની કિંમત ૨૫૦ થી શરૂ થાઈ એક લાખ સુધીની છે.કારણ માત્રને માત્ર ટ્રેન્ડ અને બ્યુટી. એક તો સાયકસ ઘરમાં હોવું એ એક મોભો છે અને એક વર્ષે ધીમે ધીમે જૂજ સેન્ટિમીટર વધતા આ વૃક્ષની બ્યુટી કંઈક ઓર છે. ગુજરાત હોર્ટીકલ્ચર એસોસિએશનના એક્ઝીક્યુટિવ કિરત દેસાઈ કહે છે કે, ‘આ છોડની વિશેષતા એ છે કે આ ઝાડ દર વર્ષે એક જ દોરો મોટું થાય છે. તથા તેમાં દર વર્ષે એક જ પાન આવે છે. સાયકસ લગભગ દરેક જગ્યાએ ઉગે છે તેના માટે કોઈ ખાસ વાતાવરણની જરૂર પડતી નથી.

સામાન્ય રીતે મોગરા, ગુલાબ, ચંપા વગેરે નજીવી કિંમતના છોડ મોટાભાગના લોકોના ઘરે જોવા મળે છે. પરંતુ સાયકસ મોધું હોવાથી ધનવાન અને પ્લાન્ટેશનના શોખીનોના ઘરે જ જોવા મળે છે. સાયકસ એક પ્રકારનું ‘શો પીસ’ છે. આ ઉપરાંત બૂકેમાં પણ સાયકસના પાન વપરાય છે. સાયકસનું એક પાન ૩૦ રૂપિયામાં મળે છે. ક્યારેક કોઈ પાર્ટી કે ફંકશન વખતે સ્ટેજ ઉપર પણ સાયકસના પાન વપરાય છે. સાયકસના પાનની વિશિષ્ટતા એ છે કે તે ૧૫ દિવસ સુધી ગ્રીન જ રહે છે. સાયકસના છોડમાંથી કાપેલું પાન ૧૫ દિવસ સુધી લીલુંછમ રહે છે. હવે ચોમાસામાં સાયકસની ડિમાન્ડ વધી રહી છે. ’

ચોમાસામાં લોકો સાયકસના નાના છોડ ખરીદવાનું વઘુ પસંદ કરતા હોય છે કારણ કે જેમ છોડ નાનો તેમ કિંમત ઓછી.ઈવન ડેેકોરેશન માટે પણ સાયકસનો ઉપયોગ કરવામાં આવે છે. શહેરની એક નર્સરીના સુપરવાઇઝર શરદભાઈ કહે છે કે, ‘સાયકસનો દેખાવ જ કંઈક ઓર છે. આ રણપ્રદેશમાં ઉગતો છોડ છે છતા તેની િંકમત સૌથી વઘુ છે.સાયકસ એવરગ્રીન ે છે ! એટલે સાયકસ માટે એવું કહેવાય છે કે ઉંચે લોગ, ઉંચી પસંદ.

ગુજરાત યુનિવર્સિટીના બોટની ડિપાર્ટમેન્ટના હેડ ડૉ.યોગેશ જસરાઈ કહે છે કે,અત્યારે સાયકસની ત્રણ વેરાયટી મળે છ.સાયકસ રીવોલુટા,સાયકસ સીર્સનાલીશ અને સાયકસ રૂમ્ફી.સાયકસ ગરમ પ્રદેશનો છોડ હોવાથી ૪૫ ડીગ્રી ટેમ્પ્રેચરમા ટકી રહે છે.તથા સાયકસ જીમ્નોસ્પન(બિનઆવૃધારી)કુળની વનસ્પતિ છે.સાયકસ મોટું થાય એટલે તેના થડમાં સ્ટાર્ચ ભેગો થાય છે.

એ સ્ટાર્ચનો ઉપયોગ કરીને સાબુદાણા બનાવી શકાય છે.સાયકસના કુળની જેમિયા નામનો છોડ તો સાયકસ કરતા પણ ધીમી ગતિએ વિકાસ પામે છે.સાયકસમા ફૂલ નથી આવતા પણ તેના પાનને સુશોભન માટે ઉપયોગમાં લેવાય છે.અન્ય ફૂલ-છોડના પાનની સરખામણીમાં સાયકસનુ પાન એક વર્ષ સુધી છોડ પર જ લીલુંછમ રહે છે.

સિવિલ કેસોનું કિસ્મત કનેક્શન તાળાવાળા પીરની જગ્યા

ભદ્રના ભરચક વિસ્તારમાં પ્રવેશતાની સાથે કિલ્લો તો સૌને દેખાય. પરંતુ કિલ્લાની અંદર જતા એક રસપ્રદ જગ્યા સૌ કોઈને વિચાર કરતા મુકી છે.આશરે પાંચસોથી વઘુ તાળાઓથી ભરચક આ જગ્યા છે જીલાની પીરની. સિવીલ કોર્ટમાંથી પણ હારીને આવેલો અસીલ આખરે જીલાની પીરની જગ્યાએ એક વાર તો માથુ નમાવીને પોતાના તાળઆ લાગેલા ઘરની બાધા માનીને અહીં તાળું ચડાવે છે.અહીં કોઈ અંધશ્રઘ્ધાને પોષવાની વાત નથી પરંતુ અમદાવાદ શહેરની એક વિશિષ્ટ પરંપરાનો પરિચય થાય છે. આ જગ્યા ‘જીલાની પીર’ની છે. આ જગ્યા કોઈ દરગાહ કે મસ્જિદ નથી. પણ ઇબાદતખાનું છે લોકો પોતાના મનની શાંતિ માટે પણ અહીં ઇબાદત કરવા માટે આવે છે.


જિલાની પીરની જગ્યા પર લોકો અનોખી રીતે પોતાની મન્નત માને છે. સામાન્યરીતે લોકો કોઈ જાદુઈ પટારાનું તાળું ખોલીને કિસ્મત ચમકાવતા હોય છે. પરંતુ અહીં લોકો તાળું ખોલીને નહીં પણ તાળું મારીને કિસ્મત ચમકાવવાનો પ્રયત્ન કરે છે. શ્રદ્ધાળુઓ જીલાની પીરની જાળીમાં તાળું મારીને પોતાની મન્નત માને છે. આ જાળી પર અસંખ્ય તાળાઓ લટકતા જોવા મળે છે.

અહીં દરેક ધર્મના લોકો આવે છે હિંદુ- મુસ્લિમ વગેરે અને આ જગ્યા પર અસંખ્ય ગુજરાતીઓ આવે છે તથા તેને આ પીર પર પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે લગભગ ઇ.સ. ૧૬૩૪ની આસપાસ આ જગ્યા બનેલી છે. જગ્યાના વહીવટકર્તા ઝુબેર અબદુલ કાદીર કહે છે કે શ્રદ્ધાળુઓને જીલાની પીર પર શ્રદ્ધા છે એટલે શ્રદ્ધાળુઓ અહીં જાળીમાં તાળું મારીને પોતાની મન્નત માને છે. તથા તની મન્નત પૂરી થઈ જાય એટલે તેઓ એ તાળું ખોલીને લઈ જાય છે અને નદીમાં પધરાવી દે છે. તેઓ કહે છે કે, અહીં બાજુમાં સિવિલ કોર્ટ પણ આવેલી છે તેથી ઘણા લોકો પોતાનો કેસ જીતી જાય એ માટે પણ અહીં તાળું લગાવવા આવે છે.

આમ કોર્ટ કરતા આ પીરમાં તેમને વધારે વિશ્વાસ છે. તેઓ કહે છે કે દુનિયાની દરેક મુશ્કેલીઓ માટે શ્રદ્ધાળુઓ અહીં તાળું મારીને જીલાની પીરની મન્નત માને છે અને આશ્ચર્યની વાત એ છે કે અહીં શ્રદ્ધાળુઓ મુસ્લિમ કરતાં હિંદુ શ્રદ્ધાળુઓ વધારે આવે છે. શ્રદ્ધાળુઓ તાળું મારીને અથવા દોરો બાંધીને મન્નત માને છે. અહીં ઘણા શ્રદ્ધાળુઓની મુશ્કેલી દૂર થાય છે એમ ઝુબેર અબ્દુલ કાદિર કહે છે. તેઓ કહે છે કે ક્યારેક તો શ્રદ્ધાળુ દસ- પંદર વર્ષે પોતાની મન્નત પુરી થતાં તાળું ખોલવા આવે છે. તેઓ અહીં તાળું મારીને ચાવી લઈ જાય છે પછી તેમની મુશ્કેલી દૂર થતાં તે અહીં તાળું ખોલી નાખે છે અને પછી એ તાળાને નદીમાં પધરાવી દે છે.

અથવા મન્નત પ્રમાણે તાળાની વિધિ કરે છે તથા મન્નત પૂરી થતા શ્રદ્ધાળુ પોતાની શક્તિ પ્રમાણે ગરીબોને જમાડે છે. દર ગુરૂવારે અહીં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે તથા દર ગુરૂવારે શ્રદ્ધાળુઓ અહીં જીલાની પીરની ઇબાદત કરવા માટે આવે છે આરીફ ખાન કહે છે કે, અહીં શ્રદ્ધાળુઓને શાંતિ મળે છે અને તેઓને જીલાની પીર પર વિશ્વાસ અને શ્રદ્ધા હોવાથી તેઓ ઇબાદત કરવા માટે આવે છે. આમ શ્રદ્ધાળુઓ અહીં તાળું મારીને પોતાનું કિસ્મત ચમકાવવાની અનોખી શ્રદ્ધા ધરાવે છે.

જાણકારોના મતે જીલાની પીર એક સૂફી સંત હતા જેઓ સર્વધર્મ સમભાવમાં માનતા હતા. આશરે સાતસો આઠસો વર્ષ પહેલા તેઓ આ જગ્યા પર આવીને બેઠા હતા અને એટલા માટે જ આ જગ્યાને પવિત્ર ગણવામાં આવે છે.

આ અંગે અહીં દર્શન કરવા આવનાર દર્શનભાઈ જણાવે છે કે, તાળાની પ્રથા કેવી રીતે અસ્તિત્વમાં આવી તે કોઈને ખબર નથી. પરંતુ એક પ્રથાના ભાગરૂપે અહીં લોકો ખાસ કરીને નાની સાઈઝના તાળા ચઢાવે છે. અમદાવાદ શહેરના ઓઢવ, બાપુનગર અને પશ્ચિમ વિસ્તારના અનેક કોર્ટ કેસ ચાલતા લોકો અહીં આવીને પ્રાર્થના કરે છે.ઘણા વકીલો પણ અહીં આવીને પોતાના અસીલોને જીતાડવા માટે મનોમન પ્રર્થના કરતા જોવા મળે છે.

વાત શ્રઘ્ધા કે અંધશ્રઘ્ધાની એક બાજુ પર મુકીએ તો ભારતમાં એવા અનેક સ્થાળો છે જ્યાં ઘડીયાળો,તાળા જેવી વિ વિધ વસ્તુઓ બાધાના સ્વરૂપમાં મુકવામાં આવે છે.

યંગિસ્તાનને સાથે રાખી પ્રજ્ઞાચક્ષુ માટે રીડર્સ કેસેટ બનાવતાં બલ્લુકાકા



યંગિસ્તાનને સાથે રાખી પ્રજ્ઞાચક્ષુ માટે રીડર્સ કેસેટ બનાવતાં બલ્લુકાકા
બલ્લુ કાકાએ અંધવિદ્યાર્થીઓ માટે આસપાસનાં યુવાનોનો સહારો લઈને સ્વખર્ચે ૪૦રર રીડર્સ કેસેટ રેકોર્ડ કરી છે.


સત્ય સાંઈ સેવા સમિતિના સેવક અને બેન્ક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારી બલ્લુભાઈ દેસાઈ અંધ વિદ્યાર્થીઓ માટે આંખનું કામ કરે છે. બલ્લુભાઈ દેસાઈ સ્નાત, અનુસ્નાતક અને બી.એડ્.ના અંધ વિદ્યાર્થીઓ માટે પાઠ્યક્રમની ચોપડીઓને ઓડિયો કેસેટ, સીડી, વીસીડી અથવા ડીવીડી કેસેટમાં રેકોર્ડ કરવાનું કામ કરે છે. ૮૫ વર્ષની ઉંમરના બલ્લુકાકાને હવે તો ચાલવાની પણ મુશ્કેલી પડે છે. છતાં પણ તેઓ અંધ વિદ્યાર્થીઓ માટેનું આ કામ ચાલુ રાખ્યું છે.

પંદર વર્ષ પહેલાં બલ્લુકાકા બહેરા મુંગા શાળામાં વિદ્યાર્થીઓને ચોપડીઓ વાંચીને સંભળાવતા તેથી વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ થતા. ત્યાર પછી બલ્લુ કાકાને અંધ વિદ્યાર્થીઓએ ચોપડીઓને રેકોર્ડ કરવાનું કહ્યું અને બલ્લુકાકાએ આ કામ કરવાનું શરુ કર્યું. શરુઆતમાં બે-ત્રણ અંધ વિદ્યાર્થીઓને કેસેટ રેકોર્ડ કરીને આપી ત્યાર પછી તેની આ કામગીરીનો વિસ્તાર એકબીજા વિદ્યાર્થીઓ દ્વારા વધતો ગયો છેલ્લા દસેક વર્ષથી તેઓ કેસેટ રેકોર્ડંિગનું કામ કરે છે. બલ્લુ કાકાની રેકોર્ડંિગ યાત્રાનું કામ વધીને આજે ૪૦૨૨ કેસેટ સુધી પહોંચ્યું છે.

બલ્લુભાઈ દેસાઈ કહે છે કે, અંધ વિદ્યાર્થીઓ માટે ૧થી ૧૨ ધોરણ સુધીના પુસ્તકો બ્રેઇલ લિપિમાં મળી રહે છે તેથી ધોરણ- ૧૨ સુધી વિદ્યાર્થીઓ બ્રેઇલ પુસ્તકો વાંચીને ભણી શકે છે પરંતુ કોલેજ કક્ષાના પુસ્તકો બ્રેઇલ લિપિમાં નથી મળતા તેથી અંધ વિદ્યાર્થીઓ એમ સમજતાં કે તેઓ આગળ નહી ભણી શકે. જો કોલેજના પુસ્તકો બ્રેઇલ લિપિમાં બનાવે તો ખૂબ જ મોંઘા પડે છે. તેથી કોલેજના પુસ્તકોને કેસેટમાં રેકોર્ડંિગ કરીને અંધ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે અને તેઓ માસ્ટર ડિગ્રી તથા બી.એડ્. પણ કરી શકે છે.

જેને મેં કેસેટ રેકોર્ડ કરીને આપી હતી તેવા ઘણા અંઘ વિદ્યાર્થીઓ આજે સારી નોકરી કરે છે. આ ઉપરાંત આવી કેસેટની લાઇબ્રેરીની સુવિધા પણ કરે છે. જેમાંથી જરૂરિયાતની કેસેટો મળે છે. તેઓએ અંધ વિદ્યાર્થીઓ માટે કસેટ રેકોર્ડ કરતી વખતે અનેક નિયમોનું પાલન કરીને કેસેટ રેકોર્ડ કરે છે જેથી અંધ વિદ્યાર્થીઓને તકલીફ ન પડે. કેસેટમાં ધોરણ એટલે કે એફ. વાય., એસ. વાય., ટી. વાય, બી.એડ્., એમ.એ. તથા અલગ અલગ વિષયોનું નામ પણ લખવામાં આવે છે જેમ કે, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત વગેરે દરેક નવી કેસેટ નવી બ્રાન્ડ પર જ રેકોર્ડ કરે છે તથા એક કરતા વધારે વિદ્યાર્થીઓને રેકોર્ડંિગનો લાભ મળે એ માટે ડુપ્લીકેટ કેસેટ પણ બનાવે છે જેથી એક જ કેસેટનું વારંવાર રેકોર્ડંિગ ન કરવું પડે. તથા જે કેસેટ રેકોર્ડ કરવામાં આવે તેમાં કેસેટ પર ‘રીડર્સ’ કેસેટ રેકોર્ડ કરી આપનારનું નામ અને સરનામું તા ફોન નંબર આપવામાં આવે છે.

તેથી કેટલાક વિદ્યાર્થીઓ કેસેટમાંથી જ રીડર્સની માહિતી મેળવીને પ્રત્યક્ષ પરિચય કેળવીને તેમની મારફત ડાયરેક્ટ રેકોર્ડંિગ પણ કરાવવા માંડ્યું છે. બલ્લુકાકા કહે છે કે ગરીબ અંધ- વિદ્યાર્થીઓ પાસેથી હું સીડીના પૈસા પણ નથી લેતા અમારા ખર્ચે જ અમે સીડી રેકોર્ડ કરીને આપીએ છીએ સાંઇ સંસ્થાના સેવકો ખાસ કરીને બહેનોનો અવાજ સારો હોવાથી તેમને ટ્રેઇન કરીને વિદ્યાર્થીઓના પુસ્તકો કેસેટમાં રેકર્ડ કરીને પહોંચાડે છે.

ગુજરાતના દેશી રજવાડાઓનો સૌ પ્રથમ ગુજરાતી કોઈન કેટલોગ



ગુજરાતના દેશી રજવાડાની વાત આવે ત્યારે સ્વાભાવિક છે કે કોઈપણ વ્યક્તિ ગઢના કાંગરા,તલવારો અને તોપોની વાતોમાં સરી જાય.
ગુજરાતના રજવાડાઓ પર અનેક વાતો લખાઈ છે. પરંતુ વિધિવત્ એકપણ પુસ્તક ગુજરાતી ભાષામાં લખાયું નથી ત્યારે ભવન્સ કોલેજમાં પત્રકાત્વનો અભ્યાસ પૂરો કરનાર સમીર પંચાલે આ કામ લાંબા સંશોધન પછી પૂરૂ કર્યું છે. આ પુસ્તકમાં તેણે ગુજરાતના દેશી રજવાડાઓનાં સિક્કાઓ, તમામ રજવાડાઓનો મહત્વની ઘટનાઓને આદિથી લઈને અંત સુધીનો રાજકીય ઇતિહાસ, રાજ્ય સ્થાપક, સ્થાપના વર્ષ, રાજ્યના જૂના નામો, રાજ્ય વિસ્તાર, બ્રિટિશ સરકાર તરફથી મIMG_7345.gifળતી તોપની સલામી અને રાજ્યને મળેલો દરજ્જો, રાજાની ઉપાધિ જેવી મહત્વની માહિતીનું સંશોધન કરીને વિગતવાર માહિતી આપી છે.


આ ઉપરાંત સિક્કા પર વપરાતી ભાષા, સંવત, કઈ કઈ ધાતુનાં સિક્કા, કયા કયા રાજાઓએ સિક્કા બહાર પાડેલા જેવી માહિતી આપી છે. ગુજરાતમાં લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાંના મૌર્ય યુગના પંચમાર્ક નામના સિક્કાઓ જૂનામાં જૂના છે.ઈ.સ. ૧૭૦૭માં ઔરંગઝેબના અવસાન પછી દેશી રજવાડાઓ આઝાદ થયા.

તેમાં ગુજરાતમાં ૧૪ દેશી રજવાડાઓએ પોતાના સ્વતંત્ર સિક્કાઓ બહાર પાડ્યા હતાં. જેમાં કચ્છ, નવાનગર, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, રાધનપુર, છોટાઉદેપુર, લુણાવાડા, સંતરામપુર, વડોદરા, ખંભાત, ભરૂચ, રાજકોટ અને જાફરાબાદનો સમાવેશ થાય છે. બીજી મહત્ત્વની વાત એ છે કે સમીર સંતરામપુર, છોટાઉદેપુર અને લુણાવાડા આ ત્રણ રાજ્યોના સિક્કાઓ પર સંશોધન કરીને પુસ્તક લખી રહ્યો છે.

સમીર કહે છે કે, ‘કચ્છના રજવાડાના સિક્કાઓ સૌથી વધારે કલાત્મક અને વધારે વેરાયટીવાળા હતાં. કેમ કે કચ્છના રાજાઓ વધારે શોખીન હતા. જ્યારે ૧૯૨૯-૩૦માં મહામંદી હતી ત્યારે કચ્છના રાજાએ લંડનથી સિક્કા બનાવવાનું મશીન મંગાવ્યું હતું. ગુજરાત પ્રદેશમાં ચલણમાં સૌથી વધારે વિશેષતા સૌરાષ્ટ્રમાં હતી. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે કોરી અને દોકડાનું ચલણ હતું. તેમાં પણ નવાનગરની જામશાહી કોરી, પોરબંદરની રાણાશાહી કોરી, જુનાગઢની દિવાનશાહી કોરી, કચ્છની કોરી વગેરે.

એક કોરીનું વજન ૪.૫૦ ગ્રામ રહેતું. કોરીને રૂપિયા સાથે કોઈ લેવાદેવા IMG_7353.gifનથી. પણ સરેરાશ એક રૂપિયા બરાબર ૩.૫ થી ૪.૫ કોરી ગણાતી. રાજકોટે માત્ર ટોકન સિક્કાઓ જ બહાર પાડ્યા હતા. સમીર કહે છે કે, ‘હું ટેબલ સ્ટોરી કરવામાં કે ઉતારો કરવામાં નથી માનતો.


આ પુસ્તક લખવા માટે હું જૂના નગરોનાં ખંડેરો જોવા માટે તથા અનેક મ્યુઝિયમમાં જોવા માટે બાઈક લઈને ફર્યો છું.’ બીજી મઝાની વાત એ છે કે અત્યારે સમીરભાઈ પાસે સમગ્ર ભારતના રજવાડાઓના ત્રાંબા, ચાંદી તથા પીત્તળના ૪,૦૦૦થી પણ વધારે સિક્કાઓ છે. આ ઉપરાંત તેમણે જૂના દસ્તાવેજો, જૂના સ્ટેમ્પ તથા જૂના પોસ્ટકાર્ડનું પણ વિશાળ કલેક્શન છે.

આ પુસ્તક માટે સમીર જે મ્યુઝિયમોમાં ફર્યો છે તે મ્યુઝિયમોની પ્રવેશ ટિકીટોનું કલેક્શન કર્યું છે.

સમીર કહે છે કે, ‘‘ભારતના જૂના રજવાડાના સિક્કાઓની વિદેશમાં ખૂબ માંગ છે. તેથી ભારતનો વારસો વિદેશના અમીરો પાસે જઈ રહ્યો છે.’’આ સિક્કાના ભાવ મંદી કે યુદ્ધના સમયે પણ નથી ઘટવાના કેમ કે આ વસ્તુનું ઉત્પાદન થઈ શકતું નથી. સમીર પંચાલે ૬ મહિના જેટલા ટૂંકા ગાળામાં જૂના રજવાડાઓના સિક્કાઓનું સંશોધન કરીને સ્વખર્ચે ે જ પુસ્તક પ્રકાશિત કર્યું.

Saturday, June 12, 2010

મિશન એડમિશનની હોટ કશ્મકશ


ધોરણ ૧૨ સાયન્સનું રીઝલ્ટ આવ્યા પછી બી.એસ.સી. કોલેજોમાં એડમીશન લેવા માટે લાઇનો લાગી ગઈ છે. વિદ્યાર્થીઓ સવારમાં ૯ વાગ્યામાં કોલેજમાં જઇને લાઇનમાં ઊભા રહે છે ત્યાર પછી ૧૧ વાગ્યે ફોર્મ વિતરણ ચાલુ થાય છે.

ત્યાં સુધીમાં તો ગરમીમાં વિદ્યાર્થીઓના હાલ બેહાલ થઇ જાય છે. આ બધી પ્રોસીઝર એટલી ધીમી અને ગૂંચવણભરી છે કે એક દિવસમાં તમે કયારેય ફોર્મ ન ભરી શકો. એ માટે તમારે બે થી ત્રણ દિવસ લાગી જાય. તથા કેટલીક કોલેજોમાં તો વિદ્યાર્થી લાઇન છોડીને પાણી પીવા જવાનું પણ ટાળે છે.

બીજી તરફ એલ.ડી. ઇન્જીનીયરીંગ કોલેજમાં પણ ડીગ્રી ઇન્જીનીયરીંગ તથા ડીપ્લોમા ફાર્મસીમાં ફોર્મ ભરવા માટે પર્સનલ આઇડેન્ટીફીકેશન નંબર મેળવવા માટે લાંબી લાઇન લાગે છે.

આમાં શહેરના વિદ્યાર્થીઓને તો મુશ્કેલી પડે જ છે પરંતુ સૌથી વધારે મુશ્કેલી બહારથી આવતા વિદ્યાર્થીઓને પડે છે. એક તો તેઓ બહારથી આવતા હોવાથી બાર વાગ્યે માંડ પહોંચે છે. ત્યાર પછી લાઇનમાં ઉભા રહેવામાં જ પાંચ વાગી જાય છે. બહારના વિદ્યાર્થીઓ પછી કોલેજ કેમ્પસમાં જ પથારી કરીને સૂઈ જાય છે. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભાવનગરથી ફોર્મ ભરવા આવેલ સૌમ્યા ઐયર વાત કરે છે કે, બહારના વિદ્યાર્થીઓ માટે કોઇ ખાસ વ્યવસ્થા કે રહેવાની પણ સુવિધા કરવામાં આવી નથી.

તથા એક દિવસમાં બધી પ્રોસેસ પુરી થતી નથી તેથી રાત્રે રહેવા માટે પણ મુશ્કેલી પડશે. પરંતુ કેટલીક કોલેજોમાં વિદ્યાર્થીઓને આટલી ગરમીમાં કોલેજ તરફથી પાણી પીવડાવવામાં આવે છે તથા કેટલીક ડીટેલ્સ પણ આપવામાં આવે છે. તેથી વિદ્યાર્થીઓ થોડી રાહત અનુભવે છે.

નર્મદા જિલ્લામાંથી ફોર્મ ભરવા આવેલ નીતીન ભારજી વાત કરે છે કે, ‘લાંબી લાઇનોને કારણે હું કાલ સાંજે જ અમદાવાદમાં આવી ગયો અને આજે સવારનો સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ફોર્મ મેળવવા માટે લાઇનમાં ઊભો હતો, ત્યારે બાર વાગ્યે મને ફોર્મ મળ્યું. બહારના વિદ્યાર્થીઓ એક જ દિવસમાં બધી પ્રોસેસ પુરી કરી શકે એવી વ્યવસ્થા હોય તો વધારે સારું. કેમ કે અમને અહીં રહેવાની સૌથી વધારે મુશ્કેલી પડે છે.’

લેટ્સ હેલ્પ ફોર હેપીનેસ, બી ઈગોલેસ

ચાલો વેકેશનમાં સેવા કરીએ... આ વાત કોઈ સમજણા સેવાભાવીઓની નથી પરંતુ એવા ટીનેજર્સની છે જેઓ સુખી કુટુંબમાંથી આવે છે અને પોતાના વેકેશનનો સદ્દઉપયોગ સેવા કાફેમાં જઈને નાના નાના કામ કરીને સંતોષ મેળવે છે.
અમદાવાદના સીજી રોડ પર આવેલા એક યુનિક કાફેટેરિયા જ્યાં મહેમાનોને તેમની મરજી પ્રમાણે બિલ પે કરવાનો આગ્રહ રાખવામાં આવે છે . સેવા કાફેમાં અનેક ટીનેજર્સ અને યંગસ્ટર્સ વેકેશનમાં આત્મસંતોષ માટે અને અહમ્ પીગાળવા માટે સર્વ કરવાથી માંડીને વાસણ ઘસવા સુધીનું કામ કરવા આવે છે.




સોનિયા અગ્રવાલના ૧૨ કોમર્સમાં ભણે છે જે આખું વેકેશન સેવા કાફેમાં સર્વ કરવા માટે ખાસ આવે છે. સોનિયાના પિતા બિઝનેસમેન છે.સોનિયા કહે છે કે ,ઘરે બેસીને ટીવી જોવા કરતા મને સેવા કરવી વઘુ ગમે છે.

સેવા કાફેઆવતા લોકોને હું હસતા મોઢે આવકારૂં છું અને તેમના ચહેરા પર ખુશી જોઈને મને આનંદ થાય છે.

તો નવમાં ધોરણમાં ભણતો સોહરાબ અગ્રવાલ કહે છે ક,ે મેં રચના સ્કૂલથી આ પ્રકારની સેવાનો રેફરન્સ લીધો હતો અને મને સેવા કાફેમાં આવતા લોકોની સેવા કરવાની ઇરછા થી .

હું અહીં એક મહિનાથી આવું છું મને કુકીંગનો શોખ છે. મારા ઘરે નોકરો હોવાથી ે નાનું કામ કરવા મળતું નથી.એટલે ખાસ મારો અહમ પીગાળવા માટે હું અહી ં તમામ પ્રકારના કામ જેવા કે રસોઈ ,સર્વ કરવું વિગેરે સેવા કરવા આવું છું.

નવા મિત્રોની આશાએ આવતા કેન્દ્રિય વિદ્યાલયના કલ્પેશ જોશી વાત કરે છે કે હું તો સ્કુલ ચાલુ થશે એ પછી પણ એક વીક તો આવીશ જ કારણ કે મને સેવા કાફેમાં ટેબલ સેટ કરવાનો વાસણ ઘસવાનું અને ખાવાનું બનાવવાનું મહેમાનોનું સ્વાગત કેવી રીતે કરવું ખૂબ ગમે છે. અહીંથી એક વસ્તુ શીખ્યો છું કે ઘરમાં કોઈ ના હોય તો પણ જમવાનું બનાવીને જમાડી શકું.

રચના હાઈસ્કૂલમાં ધો-૯માં ભણતા યશ શાહ જણાવે છે કે,મને ગેઈમ્સ અને આઉટીંગ કરતા કોઈને મદદ કરવી ગમે છે.ઘરે બેઠા બેઠા કંટાળો આવે છે.જન્મદિન નિમિત્તે કંઈક અલગ કરવા માટે મેં અહીં કામ કરવાનું શરૂ કર્યું.

આ અંગે સેવા કાફેના પે વર્કર રાજુ ઠાકુર જણાવે છે કે , સેવા કાફે સેવા કરવાનું એક ઓપન પ્લેટફેર્મ છે અહીં નાના છોકરાઓ ઘણા આવે છે જેમને જે કરવું હોય તેવું રચનાત્ત્મક કામ કરે છે અને આત્મસંતોષ મેળવે છે.

૧૨ હજાર કિ.મી દૂર કેનેડામાં ગુજરાતી.......


૧૨ હજાર કિ.મી દૂર કેનેડામાં ગુજરાતી જલસા કરતું ધમાલ મસ્તી ગુ્ર૫
કેનેડામાં વર્ષોથી રહેતા યુવાનોને ગુજરાતમાં જઈને પતંગ કેવી રીતે ચગાવાય,ઊંધીયું કેવી રીતે બનાવાય કે ગરબા કેવી રીતે રમાય જેવી ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર પ્રસંગોની ટ્રેનીંગ આપવાનું કામ ટોરેન્ટોમાં રહેતા ૪૫૦ ધમાલ મસ્તી ગુ્રપના યંગસ્ટર્સ કરી રહ્યા છે.




પૈસા કમાવવા વિદેશ ગયેલા ગુજરાતીઓ માટે શરૂઆતના દિવસો તો બહું રોમાંચક હોય છે,પરંતુ જેમ જેમ દિવસો જાય તેમ ફરી ગુજરાતની યાદો માટે ઝૂરતા ગુજરાતીઓ કંઈક કરવા માટે પ્રેરાય છે.કેનેડામાં ગુજરાતી સંસ્કૃતિને જીવંત રાખવા માટે ગુજરાતી કવિતાઓ,ગુજરાતી ગીતો,ગુજરાતી સાહિત્ય સાથે ઘબકતું ગુ્રપ એટલે ઘમાલ મસ્તી ગુ્રપ જ્યાં વિકેન્ડમાં થાકેલો ગુજરાતી પોતાની સંસ્કૃતિનો આનંદ લઈને ફરી ફ્રેશ બની જાય છે.

ટોરન્ટો સિટીમાં વસતા ગુજરાતી યંગસ્ટર્સોએ ‘ધમાલ મસ્તી ગુ્રપ’ નામની કલબ સ્થાપી છે જેમાં ૪૫૦ થી પણ વધારે ગુજરાતી યંગસ્ટર્સ જોડાયેલા છે. દર રવિવારે આ ધમાલ મસ્તી ગુ્રપ સાથે મળીને ગુજરાતી રમઝટ બોલાવે છે. નાવઈનીવાત એ છે કે, આ ગુ્રપ કેનેડામાં વસતા ગુજરાતી યુવાનો અને બાળકોને ગુજરાતી કલ્ચરનું મનોરંજન પૂરૂં પાડે છે. જેથી બાળકો અને યુવાનો ગુજરાતી કલ્ચરને ભૂલી ન જાય. આ ગુ્રપમાં જોડાયેલા યુવાનો ભલે કેનેડાના ટોરન્ટો સિટીમાં રહે,છતાં પણ તેઓ ગુજરાતી કલ્ચરને ભૂલ્યા નથી.

આ ધમાલ મસ્તી ગુ્રપમાં ેપરેશ ગણાત્રા,ચિરાગ પટેલ,અનિરૂઘ્ધ પટેલ ,નિલેશ પટેલ,હિતેશ શાહ જેવા ઉત્સાહી યુવાનો કામ કરી રહ્યા છે. બીજો પ્લસ પોઇન્ટ એ છે કે ટોરન્ટોમાં ધમાલ મસ્તી ગુ્રપ સિવાય ‘ગુજરાતી સિનીયર સમાજ ઓફ મિસીસાગા’ કલબ પણ છે. જેમાં ૨૫૦થી વધારે ગુજરાતી સિનીયર જોડાયેલા છે. અને આ ગુજરાતી સિનીયર સમાજના સભ્યો ધમાલ મસ્તી ગુ્રપને ગુજરાતી સંસ્કૃતિનું જ્ઞાન આપે છે.જેમ કે ગરબા કેવી રીતે રમાય,ગુજરાતી ગીતો કેવી રીતે ગવાય,પતંગ કેવી રીતે ચગાવાય અને હા.. ઊંધીયું કે ઢોકળા કેવી રીતે બનાવાય.

છેલ્લા ૧૩ વર્ષથી કેનેડામાં વસતા ગુજરાતી સિનીયર તથા ગુજરાતી સિનીયર સમાજના સભ્ય મનુ પટેલ કહે છે કે, ‘અમે ધમાલ મસ્તી ગુ્રપના યુવાનોને ગુજરાતી મનોરંજન કરાવીએ છીએ તથા યુવાનોને ગુજરાતને મીસ કરે ત્યારે ગુજરાતના દરેક ઉત્સવો ઉજવીયે છે.’ આમ ધમાલ મસ્તી ગુ્રપ અને ગુજરાતી સિનીયર સમાજ એકબીજા સાથે જોડાયેલા છે.ધમાલ મસ્તી કલબ માત્ર
ભારતીય ઇવેન્ટનું આયોજન કરે છે.

|ગરબા-મહોત્સવ, ગુજરાતી નાટકો, ભરત નાટયમ, કથ્થકલી, દિવાળીનો તહેવાર, હોળી, કાઇટ ફેસ્ટીવલ વગેરે આ ઉપરાંત ગુજરાતી ગીત-સંગીત, ભજન, હિન્દી ગીત, કવાલીની પણ રમઝટ ટોરન્ટોના અંગ્રેજી માહોલ વચ્ચે તો ખરી જ... ધમાલ મસ્તી ગુ્રપના વાઇસ પ્રેસિડેન્ટ અનિરૂઘ્ધ કહે છે કે, ગુજરાતની યાદ કાયમ રાખવા અમે વિકેન્ડની રાહ જોઈને તૈયારી કરીએ છીએ. પરેશ ગણાત્રા અને કિન્નરી ગણાત્રા ધમાલ મસ્તી ગુ્રપના એન્ટરટેઇનમેન્ટ કમિટીમાં જોડાયેલા છે.

તેઓ કહે છે કે ‘અમે ગુજરાતી નાટકો લખીએ છે, તથા ગુજરાતી વેશભૂષા કરીએ છે અને ગુજરાતી મહેંદી પણ મૂકીએ છે. ગુજરાતી યંગસ્ટર્સોએ કેનેડામાં જ પોતાનું ગુજરાત બનાવ્યું છે. આ ઉપરાંત રજાઓમાં વડાપાંઉ, ધુઘરા, બટાકાપૌવા , ગોટા, ઉપમા, બટાકાવડા, સંભાર, ઢોકળા જેવી ગુજરાતી વેરાયટીે જાતે જ બનાવીને ગુજરાતી સ્વાદનો આનંદ માણે છે. આ ઉપરાંત ગુજરાતી લાઇબ્રેરી પણ ખરી જ. જેમાં ગુજરાતી વાર્તાસંગ્રહ, કાવ્યસંગ્રહ, નવલકથાઓ, ધાર્મિક પુસ્તકો, ગુજરાતી સામયિકો અને ગાંધી સાહિત્યનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદ બન્યું સ્નેક સિટી.....

અમદાવાદ બન્યું સ્નેક સિટી
અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં જ ૫૦૦થી પણ વધારે સાપો નિકળ્યા છે. જેમાં ધામણ, નાગ, રૂપસુંદરી, વરુદંતી, કુકરી, ખડચીતળો, કાળોતરો વગેરે પ્રકારના સાપો નિકળે છે.અમદાવાદમાં ૧૦૦ પણ વઘુ યુવાનો સાપ પકડીને તેને બચાવવાના કાર્યમાં જોડાયા છે.તેમાં૧૫ જેટલી મહિલાઓ સ્નેક કેચર તરીકે સેવા આપે છે.


હજી તો ચોમાસાની શરૂઆત થઈ છે. અસહ્ય ઉકળાટ પછી વરસાદી ઝાપટાને કારણે વાતાવરણમાં થોડી ઠંડક થઈ. આ ઠંડકની મજા માણવા માટે શહેરના રસ્તાઓ ચક્કાજામ થઈ ગયા હતા. જેમ સીટીના લોકો વરસાદી ઠંડકની મજા માણવા રસ્તાઓ પર નીકળે છે તેમ વિવિધ પ્રકારના સાપ પણ વરસાદી ઠંડકનો આહલાદક અનુભવ કરવા બહાર નીકળે છે.

ચોમાસી શરૂઆત થઈ એટલે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વિવિધ પ્રકારના સાપો નિકળવાના બનાવો બન્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં જ અમદાવાદમાં ૫૦૦થી પણ વધારે સાપ નિકળ્યા છે. કારણ કે ચોમાસાની સીઝન એ સાપ માટે મહત્ત્વની સિઝન છે. ચોમાસુ આવે એટલે એમ કહેવાય છે કે સાપો અને દેડકાની સીઝન આવી. મોટેભાગે સાપો ઉનાળામાં ઉકળાટ અને શિયાળામાં ઠંડીને કારણે દરની અંદર સંતાઈને જ રહે છે. ઉનાળામાં અને શિયાળામાં ભાગ્યે જ કોઈ જગ્યાએ સાપ જોવા મળે છે.

ચોમાસામાં દરની અંદર પાણી ભરાઈ જવાને કારણે સાપ બહાર નિકળે છે અને વૃક્ષો પર અથવા એવી બીજી કોઈ જગ્યા પર વસવાટ કરે છે. સાપને રહેવા માટે જે ટેમ્પ્રેચર જોઈએ છે તે ટેમ્પ્રેચર ચોમાસામાં મળી રહે છે. આ ઉપરાંત ચોમાસામાં દેડકા અને ઉંદરો પણ બહાર નિકળે છે. તેથી આ સીઝનમાં સાપોને ખાવા-પીવાનું પણ ભરપૂર મળી રહે છે. સાપ માટે ચોમાસું જ બધી સીઝન છે. સાપે ચોમાસામાં જ બ્રિડીંગ (સંવનન) કરે છે અને બચ્ચા મૂકે છે. આ સીઝનમાં સાપ વઘુ ખાય છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી તે બહાર વધારે ફરે છે.

આ સીઝનમાં સાપની કેલેરી પણ વધે છે. તે પછી શિયાળામાં ઠંડીને કારણે દરમાં જતા રહે છે.આ ક્રિયાને ‘હાઈબોનેશન’ની પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં સાપ નિષ્ક્રીય પડી રહે છે તથા ચોમાસામાં જે કેલેરી ભેગી કરી હોય તેનો ઉપયોગ કરે છે.એટલે જ ચોમાસામાં સાપ વધારે દેખાય છે. અમદાવાદમાં સ્નેક કેચર હેલ્પલાઈન નંબરો પર છેલ્લા બે દિવસમાં જોરદાર વધારો થયો છે. વિવિધ પ્રકારના સાપ જેવા કે ધામણ,નાગ, વરૂદંતી, ડેંડા, કુકરી, આંધળી ચાકણ, ખડચીતળોે, ચીતળો, કાળોતરો, ભાગ્યેજ જોવા મળતી રૂપસુંદરી, નાગ વગેરે જેવા સાપો નિકળવાની ઘટના વધી રહી છે.


આ અંગે સાત વર્ષથી સાપ પકડવાનું કામ કરતાં અમીતભાઈ કહે છે કે, ‘ચોમાસાની શરૂઆત થઈ એટલે સાપ ે બહાર નીકળવાની શરૂઆત કરી દીધી છે. મેં બે દિવસ પહેલાં જ રંગસાગર સોસાયટીમાંથી સાડા પાંચ ફૂટનો કોબ્રા પકડ્યો હતો. વાઈલ્ડલાઈફ પ્રત્યે મને રસ હોવાથી હું જંગલી જાનવરો અને સાપને બચાવું છું.’ અમદાવાદમાં દર વર્ષે લગભગ ૧૫૦૦થી પણ વધારે સાપ પકડાય છે.સાપ પકડીને તેને બચાવનારા યુવાનોની સંખ્યા પણ ૧૦૦થી વધારે છે. મોટેભાગે બિનઝેરી સાપો વધારે નિકળે છે. કારણ કે તેમની બ્રિડીંગ પ્રક્રિયા ફાસ્ટ હોવાથી તેમની સંખ્યા વધારે હોય છે. ૩૦ ટકા સાપ જ ઝેરી હોય છે.

ઘણા દુર્લભ પ્રજાતીના નાના સાપને લોકો અજાણતા મારી નાંખે છે. પરંતુ પાછળથી ખ્યાલ આવે છે કે આ પ્રકારના નાના સાપ ભાગ્યે જ જોવા મળતા હોય છે. ઉપરાંત જો કોઈના ઘરે કોબ્રા નિકળે અને લોકો તેને ભગાડવાની કોશિશ કરે એટલે આ સાપ ફેણ ચડાવે છે. તેથી લોકો તેને મહારાજ સમજીને દૂધ પીવડાવે, ઘૂપ અને અગરબત્તી પણ કરે છે. છેલ્લા છ વર્ષથી સાપ પકડવાનું કામ કરતાં હિમાંશુભાઈ વાત કરે છે કે, ‘સાપ પકડવાનું કાર્ય મને સેવાનું કાર્ય લાગે છે. કેમકે તેને કારણે બે જીવ બચાવું છું.

એક માણસનો અને બીજો સાપનો.’ સ્નેક રેસ્ક્યુ ફોર્સ સાપોને પકડીને એ સાપોને માનવવસ્તીથી દૂર સુરક્ષિત જગ્યામાં એટલે કે વન-વગડામાં છોડી દે છે. આ ઉપરાંત પુરુષોની સાથે મહિલાઓ પણ સાપો પકડવામાં જોડાયેલી છે. પંદર વર્ષથી સાપો પકડવાનું કાર્ય કરતાં અંંજના નિમાવત કહે છે કે, ‘મેં કાલે સવારે જ આંધળી ચાંકણ પકડી હતી. લોકો સાપને દુશ્મન માને છે પણ સાપ આપણો મિત્ર છે. હું બીનઝેરી સાપને હાથેથી જ પકડું છું અને ઝેરી સાપને સ્ટીકથી પકડું છું. આ ઉપરાંત સાપ વિશે લોકોમાં ફેલાયેલી અંધશ્રદ્ધા દૂર કરવાનું પણ કામ કરૂં છું.’