| શહેરના વર્ધમાન યુવા ગુ્રપના સભ્યોએ પોકેટ મનીમાંથી ૩૦૦થી વધારે સ્વેટર ખરીદીને વાસણાની મ્યુનિસિપલ શાળાના ગરીબ બાળકોને ભેટ આપ્યા હતા. આ ગુ્રપમાં ૭૦થી વધારે સભ્યો છે. મહત્ત્વની વાત એ છે કે આ બધાં સભ્યો કોલેજમાં અભ્યાસ કરતાં સ્ટુડન્ટ્સ છે. તેઓ દર મહિને પોતાની પોકેટ મનીમાંથી પૈસા બચાવીને અભ્યાસની સાથે સાથે માનવ સેવાનું કાર્ય પણ કરે છે. ![]() પાલડીમાં રહેતા વર્ધમાન ગુ્રપના વિદ્યાર્થીઓએ ગરીબ બાળકોને જેકેટ આપવાનું નક્કી કર્યું. દર મહિને પોકેટ મનીમાંથી પૈસા બચાવીને ૩૦૦થી વધુ ગરીબ બાળકોને જેકેટ આપીને સેવાનું કામ કર્યું. આ ગુ્રપનો સભ્ય આશિષ શાહ કહે છે કે, આ વખતે અમે ઉત્તરાયણ પર્વ હોવાથી પતંગ પાછળ પૈસા ખર્ચવાને બદલે જે બાળકોને શિયાળાની ઠંડીથી બચવા માટે બ્લેન્કેટની જરૃરિયાત હતી એવા બાળકોને અમે સ્વેટર અને જેકેટસ ડિસ્ટ્રીબ્યૂટ કર્યા હતા. આ ગ્રુપના સભ્યો દર મહિને જેટલા પૈસા ભેગા થાય એ પૈસામાંથી જરૃરિયાતવાળા લોકો માટે કંઇને કંઇ એક્ટિવિટી કરે છે. આ ગુ્રપના અમીશ ખંધાર કહે છે કે, અમારો હેતુ જે લોકો સુધી કોઇ નથી પહોંચતું એ લોકો સુધી પહોંચીને તેમને મદદ કરવાનો છે. ખોટી જગ્યાએ પૈસા વેસ્ટ કરવાને બદલે આ ગુ્રપના યુવાનો દર મહિને ઝૂપડપટ્ટીના બાળકોને મદદરૃપ થઇને માનવ સેવા કરે છે. આ અંગે આ ગુ્રપના સભ્ય નિરંજન શાહ કહે છે કે, એક સ્ટુડન્ટ તરીકે પોકેટ મનમાંથી પૈસા કાઢીને આપવા થોડું મુશ્કેલ છે. છતાં પણ અમે દર મહિને બીજાને હેલ્પફુલ થઇએ એવું કાર્ય કરીએ છીએ. આમ તો શિયાળામાં ધાબળા આપવાની પ્રથા સેવાભાવી લોકોમાં જોવા મળે છે. પરંતુ અમે વિદ્યાર્થીઓને જેકેટ આપીને એક નવા પ્રકારનું કામ શરુ કર્યું છે. જેથી કોઈ પણ વિદ્યાર્થી શાળાએ જાય તો પણ ઠંડી સામે રક્ષણ મેળવી શકે. |
Wednesday, January 26, 2011
શાળાએ જતા ગરીબ વિદ્યાર્થીઓને જેકેટ આપતું ગુ્રપ
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment