Monday, January 24, 2011

અમે પતંગ નહીં પણ ઘાયલ પક્ષીઓને ઉડાવીએ છીએ


અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી સત્યમપાર્ક સોસાયટીના યુવાનોએ ઉતરાયણ પર્વ નિમિત્તે પતંગ ચગાવવાને બદલે પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવાનું નક્કી કર્યું છે. સાત સભ્યોના આ યુવા ગુ્રપે આજે સવારે એમ.જી. સાયન્સ કોલેજ પાસેથી કોઇનો ફોન આવતા રેર જોવા મળતુ બાર્ન આઉલને રેસક્યુ કર્યું હતું. બાર્ન આઉલને લોકલ લેંગ્વેજમાં રેવીદેવી કહેવામાં આવે છે. આ બાર્ન આઉલ પતંગની દોરીની લપેટમાં આવતા ખરાબ રીતે જખ્મી થઇને જમીન પર પટકાયું હતું. તેમની બંને પાંખો, પગના પંજા અને નાકનો ભાગ ઇન્જર્ડ થયો હતો.  
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી સત્યમપાર્ક સોસાયટીના યુવાનો છેલ્લા બે વર્ષથી ઉતરાયણમાં પતંગ ચગાવવાને બદલે પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવાનું કામ કરે છે

આ અંગે આ ગુ્રપના સભ્ય હિમાંશુ ચૌહાણ કહે છે કે, આ વર્ષે બર્ડ રેસક્યૂની શરૃઆતમાં પહેલો ફોન આવ્યો અને હું મારા મિત્રો સાથે સ્થળ પર પહોંચ્યા તો બાર્ન આઉલને જોઇને જ અમે ખુશ થઇ ગયા. કેમ કે આ પક્ષી ખૂબ જ રેર જોવા મળે છે. સામાન્ય રીતે સમડી, અને કબૂતર જ વધારે ઇન્જર્ડ થાય છે. હિમાંશુ પોતે જ પક્ષીઓની સારવાર કરે છે. તેમણે આ માટે બર્ડ વોચર કેમ્પ પણ કર્યા છે. તેમણે બાર્ન આઉલને નોનવેજ સાથે લિક્વીડ ફૂડ આપીને તેની સારવાર કરી હતી.
આ ગુ્રપના યુવાનો બે વર્ષ પહેલા પતંગ ઉડાડવાના શોખીન હતા. હિમાંશુ પોતે દર વર્ષે પતંગ પાછળ પાંચથી સાત હજાર રૃપિયાનો ખર્ચો કરતો હતો. પરંતુ છેલ્લા બે વર્ષથી તેઓ ઉતરાયણ પર ધાબા પર જઇને પતંગ ચગાવવાને બદલે પક્ષીઓ બચાવવાનું કામ કરે છે. આ ગુ્રપના જિગ્નેશ સોલંકી કહે છે કે, અમે છેલ્લા બે વર્ષથી પતંગ ચગાવવાનું છોડીને પક્ષીઓને બચાવીએ છીએ. જે જગ્યાએથી પક્ષી પકડયું હોય તે જ જગ્યાએ અમે તેને સારવાર કરીને છોડી દઇએ છીઅ.ે જેને કારણે તેને તેનું ઘર કે માળો તરત મળી રહે છે.
ખાસ કરીને ઉતરાયણના દિવસે લોકો એક સાથે પતંગ ચગાવતા હોવાથી હજારો પક્ષીઓ ઘાયલ થાય છે. આ અંગે આ ગુ્રપના અન્ય એક સભ્ય વિજય શાહ કહે છે કે, ઉતરાયણના દિવસે જ પતંગ ચગાવવો જરૃરી નથી. આ માટે યુવાનો જાગૃત થાય એ જરૃરી છે. બીજુ એ કે જો લોકો પણ ઉતરાયણના દિવસે યોગ્ય સાથ- સહકાર આપે તો ઘણાં પક્ષીઓના જીવ બચાવી શકાય છે. પતંગ ઉડાડવા કરતાં આ ગુ્રપના યુવાનોને પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરીને તેમને ફરીથી આકાશમાં ઉડાડવામાં વધારે અનાંદ મળે છે.
આ ગુ્રપના યુવાનો આપણને પતંગ ઉડાડવાને બદલે પક્ષીઓ બચાવવાની પ્રેરણા આપે છે. જો તમને પણ ક્યાંક ઘાયલ પક્ષી જોવા મળે તો આ ગુ્રપના હેલ્પલાઇન નં. ૯૪૨૬૭ ૬૭૫૪૭ અથવા ૯૦૩ ૩૮ ૨૩૨૫૧ પર ફોન કરીને ઘાયલ પક્ષીઓની સેવાના કામમાં ભાગીદાર બની શકો છો.

No comments:

Post a Comment