ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં દરેક વસ્તુ ઝડપથી બદલાઇ રહી છે ત્યારે હવે મંત્ર કે જાપ કરવા માટે ઇલેક્ટ્રોનિક માળા માર્કેટમાં આવી છે. સામાન્ય રીતે લોકો મંત્ર કે જાપ કરવા માટે રૃદ્રાક્ષના પારાથી બનાવેલી માળા ફેરવતા ફેરવતા મંત્ર કે જાપની ગણતરી કરતા હોય છે. પરંતુ હવે મંત્ર કે જાપ ગણવા માટે રૃદ્રાક્ષના પારાની માળાની જગ્યાએ ઇલેક્ટ્રોનિક માળા આવી ગઇ છે. જેના કારણે તમે ગમે ત્યારે ગમે તે જગ્યાએ નવરાસની પળોમાં જાપ કરી શકો છો.

રૃદ્રાક્ષનો પારો મોંઘો થતાં માર્કેટમાં ૫૦થી ૧૦૦ રૃપિયાની રેન્જમાં મળતી ડિજિટલ માળા હવે ભક્તિના માર્કેટમાંએક નવો વિકલ્પ બનીને આવી છે. અન્ય ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની જેમ આપણી માળાઓમાં પણ ચાઈના બજારે પગપેસારો કરી લીધો છે
આ ઇલેક્ટ્રોનિક માળાની વિશેષતા એ છે કે તે એકદમ નાનકડી છે. વીંટીની જેમ આંગળીમાં પણ પહેરી શકાય છે. અને તમે જેમ મંત્ર કે જાપ બોલો તેમ માળામાં રહેલ બટન દબાવવાથી તમારા જાપ કે મંત્ર રેકોર્ડ થતા જશે. તમે જેટલા મંત્ર કે જાપ નક્કી કર્યા હોય એ પૂરા થઇ જાય પછી રીસેટ બટન ક્લીક કરવાથી ફરીથી આ માળામાં નવેસરથી રેકોર્ડ કરી શકાય છે.
આ અંગે ઇલેક્ટ્રોનિક માળાનો યુઝ કરતા ૬૦ વર્ષીય કાન્તિભાઇ પટેલ કહે છે કે, ઇલેક્ટ્રોનિક માળાને કારણે હવે જાપ કરવા એકદમ સરળ થઇ ગયા છે. આ માળાને કારણે જાપ કરવાની ગણતરી પણ સરળ બની ગઇ છે.
આ અંગે મનુભાઇ વાજા કહે છે કે, રૃદ્રાક્ષની માળા કરતી વખતે ગણતરીનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ક્યારેક એ પણ ભુલાય જાય છે કે કેટલીક માળા થઇ છે, પરંતુ હવે ઇલેક્ટ્રોનિક માળાને કારણે એક્ઝેટ ગણથરી સરળતાથી કરી શકાય છે. આ અંગે હેમંતભાઇ જોશી કહે છે કે, ઇલેક્ટ્રોનિક માળાને કારણે ગમે ત્યારે મંત્ર કે જાપ બોલી શકાય છે. રસ્તા પર ચાલતા, બસમાં મુસાફરી કરતી સમયે, ઓફિસમાં નવરાશની પળોમાં પણ માળા કરી શકાય છે. તો આ ઇલોક્ટ્રોનિક માળાથી એ પણ પાયદો થાય છે કે ઘણા લોકોને ઘરની બહાર રૃદ્રાક્ષની માળા ફેરવવાની શરમ આવતી હોય છે. તો તેઓ હવે આ ઇલેક્ટ્રોનિક માળાની મદદથી ગમે ત્યાં જાપ કરી શકે છે.
આ અંગે વાત કરતા પૂજારી પ્રાણશંકરભાઈ વ્યાસ કહે છે,ગુજરાતના ધાર્મિક વસ્તુઓ અને પૂજાપાને લગતા બજારોમાં પણ હવે ડિજિટલ ટેકનોલોજીએ કબજો જમાવ્યો છે. આજથી થોડા વર્ષો પહેલા ઈલેક્ટ્રોનિક્સ દિવાઓ મળતા હતા એ પછી ડિજીટલ અગરબત્તીઓ આવી. ભગવાનના વિવિધ મંત્રોને ટેપ કરીને સતત આખો દિવસ સાંભળી શકાય તેવા ફોટાઓ અને પ્રતિકો પણ માર્કેટમાં મળે છે.પરંતુ લાંબા સમય પછી ડિજિટલ માળાએ ભક્તોમાં કૌતુક જગાવ્યું છે. જો કે વૃધ્ધ લોકોને તો આ માળા આજે પણ એડજસ્ટ થાય તેમ નથી.પરંતુ નવા યંગ ભક્તો ફ્લાઈટસમાં કે ઘેર બેઠાબેઠા પણ જાપ કે મંત્ર કરી શકે. આ માળાનો એક ફાયદો એ છે કે માળામાં એકસોને આઠ મણકા પત્યા પછી કેટલી માળાઓ થઈ અને કેટલા મંત્રો થયા તે ગણવું પડે છે પરંતુ આ પ્રકારની માળામાં આવી કોઈ જ ઝંઝટ નથી. સવા લાખ મંત્ર કરવા બેઠેલા ભક્તોને આ માળાથી ફાયદો થશે.
આ માળાની સાઈઝ ઘણી નાની હોવાથી લોકો પાકીટમાં કે ખિસ્સામાં પણ રાખી શકે છે. ફરીવાર એકની એક વાત કરીએ છીએ એવું લાગે પણ આ માળાને બનાવવામાં પણ ચાઈનાનું માર્કેટ સક્રિય છે. ગુજરાતના ભક્તિ અને ધર્મના માર્કેટમાં પણ ચાઈનાના બજારનો દબદબો છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

No comments:
Post a Comment