Monday, January 24, 2011

કાંકરિયા એક્વેરિયમમાં ખારા પાણીની માછલીઓ માટે સિસ્ટમ

કાંકરિયા એક્વેરિયમમાં કાર્નિવલ નિમિત્તે પબ્લિકને માહિતી અને મનોરંજન મળે એ માટે ખાસ દરિયાના ખારા પાણીના નમૂનાઓ ડિસપ્લે કરવામાં આવ્યા છે. કાંકરિયા માછલીઘરમાં કુલ ૩૫ જાતની માછલીઓ જોવા મળે છે. જેમાં આ વખતે કાર્નિવલમાં નવી છ જાતની દરિયાઇ સ્પેસીસ ડિસપ્લે કરવામાં આવી છે. જેમાં સ્ટાર ફીશ, સમુદ્રી ફુલ, સી અર્ચીન, જેલી ફીશ, સ્લજ અને લાઇવ કોરલ્સ (પરવાળા)નો સમાવેશ થાય છે.
 
  
કાંકરિયા એક્વેરિયમમાં દરિયાઈ માછલીઓને મેઇન્ટઈેન કરવા માટે મરીન સોલ્ટ અને ફૂલ એરેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.જેમાં પાણીને ૩૦થી ૩૫ પી.પી.ટી. ખારાસવાળું બનાવવામાં
આવે છે.


કાર્નિવલને કારણે દરરોજ ૫૦૦૦થી વધારે મુલાકાતીઓ માછલીઘરની મુલાકાત લે છે. અને પબ્લિકને પણ આ દરિયાઇ નમૂનાઓમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ પડ્યો છે. કાંકરિયા એક્વેરિયમમાં ડિસપ્લે કરવામાં આવેલી સ્ટાર ફીશ અને જેલી ફીશ અત્યારે આંકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આ દરિયાઇ નમૂનાઓ ઓખા કોસ્ટ લાઇન પરથી કલેક્ટ કરવામાં આવ્યા છે. આ પ્રકારની દરિયાઇ પ્રજાતિ માટે ઓખા કોસ્ટ લાઇન રિચ એરિયા છે. આ અંગે ફીશરીઝના આસિસ્ટન્ટ ડાયરેક્ટર વી. એમ. રૂપાણી કહે છે કે, આ પ્રજાતિઓ ખારા પાણીમાં જ રહી શકે છે. તેમને કાંકરિયા એક્વેરિયમમાં મેઇન્ટેન કરવા માટે મરીન સોલ્ટ અને ફૂલ એરેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દરિયાઇ નમૂનાઓને ૩૦થી ૩૫ પી.પી.ટી. ખારાસવાળું પાણી મેઇન્ટેન કરીને રાખવામાં આવ્યા છે.
આ સ્પેસીસમાં સ્ટાર ફીશ એપ્લાટિક, પેસેફિક, હિન્દ અને આર્કટિક મહાસાગરમાં જોવા મળે છે. જેની ૨૦૦ પ્રજાતિઓ વિશ્વમાં જોવા મળે છે. આ પ્રજાતિની મુખ્ય વિશેષતા તેનો આકાર છે. નર્વસ સિસ્ટમ દ્વારા હલન- ચલન કરી શકે છે. અને જો તેના ઉપાંગો નાશ પામે તો તે રિ-જનરેશન થાય છે. આ પ્રજાતિને મગજ કે બ્લડ હોતુ નથી. તેનું આયુષ્ય એવરેજ ૩૦ વર્ષનું છે. જ્યારે દરિયાઇ ફૂલ એકદમ સાદું અને સોફ્ટ બોડી ધરાવે છે. અને વિશ્વમાં તેની ૧૦૦૦થી વઘુ પ્રજાતિઓ ઉપલબ્ધ છે. જેલી ફીશના શરીરમાં હાડકા હોતા નથી. તે કરોડરજ્જુ વિનાનું દરિયાઇ જળચર પ્રાણી છે. જો તેને પાણીમાંથી બહાર કાઢવામાં આવે તો સંકોચાઇ જાય છે. તેની ૨૦૦ પ્રજાતિઓ જોવા મળે છે. આ અંગે સુપ્રિટેન્ડેન્ટ ઓફ ફીશરીઝ ડી.આઇ. સુતરીયા કહે છે કે, આ પ્રજાતિઓને બે દિવસ પછી ક્લાઇમેટ અનુકૂળ આવ્યું હતું. અને ખાસ કરીને યુવાનોને આ દરિયાઇ પ્રજાતિમાં વધારે રસ પડ્યો છે.

No comments:

Post a Comment