Monday, January 24, 2011

પ્રથમ વખત બાળ વિશ્વકોશનું ગુજરાતી બ્રેઇલ લીપીમાં પ્રકાશન

અંધ બાળકો માટે વિશ્વમાં પ્રથમ વખત ગુજરાતી બ્રેઇલ લીપીમાં બાળ વિશ્વકોશનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતી બાળ વિશ્વકોશના પ્રથમ ખંડને બ્રેઇલ લીપીમાં સાત ભાગમાં છાપવામાં આવ્યો છેઔ
૪ જાન્યુઆરી એટલે 'લૂઇસ બ્રેઇલ ડે'. ૪ જાન્યુઆરી ૧૮૦૯ના દિવસે ફ્રાંસના એક શહેરમાં ભવિષ્યની ઉજળી કિરણ સમાન એક બાળકે જન્મ લીધો, પરંતુ ત્રણ વર્ષની નાની વયે અકસ્માતે આ બાળક અંધ બની ગયો. જેને બાર વર્ષની નાની વયે ૧૮૨૧માં દુનિયાની એક એવી લીપીની શોધ કરી કે જેને અંધજનોની જિંદગીમાં અજવાળુ પાથરી દીધું. આ બાળકનું નામ હતું લૂઇસ બ્રેઇલ અને તેમના નામ પરથી તેમણે શોધેલી લીપીનું નામ પણ બ્રેઇલ લીપી રાખ્યું.


બ્રેઇલ લીપીને કારણે બ્લાઇન્ડ સ્ટુડન્ટ આજે દરેક ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છે. બ્રેઇલ લીપીએ અંધજનોની આંખોમાં અજવાળુ પાથરી દીધું. ભારતમાં ચાર જગ્યાએ બ્રેઇલ સાહિત્ય છાપવામાં આવે છે જેમાનું એક ગુજરાતનું એક માત્ર બ્રેઇલ પ્રેસ અમદાવાદ અંધજન મંડળ ખાતે છે. મહત્ત્વની વાત એ છે કે દેશની આ એક માત્ર ગુજરાતી બ્રેઇલ સાહિત્ય છાપતો પ્રેસ છે

બ્રેઇલ લીપીના શોધક લૂઇસ બ્રેઇલના ૨૦૨માં જન્મ દિને વાંચે ગુજરાત અંતર્ગત અમદાવાદ અંધજન મંડળના બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ વચ્ચે બ્રેઇલ લીપીમાં વાંચન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. બ્રેઇલ લીપીને કારણે બ્લાઇન્ડ સ્ટુડન્ટ આજે દરેક ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છે. બ્રેઇલ લીપીએ અંધજનોની આંખોમાં અજવાળુ પાથરી દીધું. ભારતમાં ચાર જગ્યાએ બ્રેઇલ સાહિત્ય છાપવામાં આવે છે જેમાનું એક ગુજરાતનું એક માત્ર બ્રેઇલ પ્રેસ અમદાવાદ અંધજન મંડળ ખાતે છે. મહત્ત્વની વાત એ છે કે દેશની આ એક માત્ર ગુજરાતી બ્રેઇલ સાહિત્ય છાપતો પ્રેસ છે. અને આ વર્ષે ગુજરાત રાજ્યના અંધ બાળકો માટે દુનિયાનું પ્રથમ અને એક માત્ર ગુજરાતી બ્રેઇલ ઇન્સાક્લોપિડિયા (વિશ્વકોશ) બાળ વિશ્વ કોશનું ગુજરાતી બ્રેઇલ લીપીમાં પ્રકાશન કરવામાં આવ્યું છે.ગુજરાતી બાળ વિશ્વકોશના પ્રથમ ખંડને ગુજરાતી બ્રેઇલ લીપીમાં પ્રથમ વાર સાત ભાગમાં છાપવામાં આવ્યું છે. આ અંગે અંધજન મંડળના બ્રેઇલ સ્ટીરીયો સ્ટાઇપર ભૂપેન્દ્ર પટેલ કહે છે કે, વિશ્વની બધી જ લેંગ્વેજ છ ટપકાંથી બનેલી બ્રેઇલ લીપી દ્વારા વાંચી અને લખી શકાય છે.
બ્રેઇલ સાહિત્ય છાપવા માટે ખાસ બ્રેઇલ સોફ્ટવેર ઉપલબ્ધ છે. જેના દ્વારા બ્રેઇલ લીપી વિશ્વની કોઇ પણ ભાષામાં લખી શકાય છે, અને પ્રિન્ટ કરી શકાય છે. ડક્સબરી બ્રેઇલ સોફ્ટવેરની મદદથી કોમ્પ્યૂટરના કિ- બોર્ડ ઉપર એસ.ડી.એફ. અને જે. કે. એલ. આ છ કી દ્વારા બ્રેઇલ લખી શકાય છે. આ છ કીના ઉપયોગ કરતાં ૬ ટપકાં એમ્બોસ થાય છે અને એ રીતે બ્રેઇલ લખાય છે. આ અંગે બ્રેઇલ સ્ટીરીયો સ્ટાઇપર મનીષા પરીખ કહે છે કે, બ્રેઇલ છ ટપકાંથી બનેલી લીપી છે અને માત્ર ૬ કી દ્વારા નિયમો મુજબ જે લખવું હોય તે બ્રેઇલમાં લખી શકાય છે. ગુજરાતી ભાષાને બ્રેઇલમાં લખવા માટે સંધિ છુટ્ટી પાડવી પડે છે. જ્યારે અંગ્રેજીમાં સ્પેલ ટુ સ્પેલ લખી શકાય છે. શરૃઆતમાં ઝિંક અથવા એલ્યુમિનિયમની પ્લેટ પર બ્રેઇલ લખીને પ્રેસ મશીનમાં આ પ્લેટને ફિટ કરી મશીનના પ્રેસ દ્વારા કાગળ ઉપર બ્રેઇલ ઉપસાવવામાં આવતી.આ અંગે બ્રેઇલ પ્રેસ મેનેજર એફ. જે પોરવાલ કહે છે કે, અમે ૨૦૦૩માં લેટેસ્ટ બ્રેઇલ પ્રિન્ટર વસાવ્યું છે. જેની અંદર ટોટલ ૮૪ પીનો હોય છે. અને કોમ્પ્યૂટર પર બ્રેઇલ લખ્યા પછી કોમ્પ્યૂટર દ્વારા સીધું જ પાનાની આગળ- પાછળ બંને સાઇડ બ્રેઇલ પ્રિન્ટિંગ થાય છે. આ બ્રેઇલ પ્રેસમાં બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે ૧થી ૧૨ ધોરણના બધાં જ અભ્યાસક્રમના પુસ્તકો તથા મનોરંજનથી લઇ રામાયણ, મહાભારત જેવા ધાર્મિક પુસ્તકો બ્રેઇલ લીપીમાં છાપવામાં આવે છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

No comments:

Post a Comment