Monday, September 14, 2009

રાજકારણમાં જિન્નાહ નશીબદાર સાબિત થયા

દુનિયાના નકશાની અંદર પોતાની લીલી દુનિયાનું સર્જન કરનાર મોહમ્મદઅલી ઝીણા ગુજરાતી હતા,ખોજા હતા,પાકિસ્તાનના રાષ્ટ્રપિતા છે અને ભારતના વિલન છે.૨૫ ડીસેમ્બર ૧૮૭૬મા મોહમ્મદઅલી ઝીણાનો જન્મ ય્હયો હતો.ઝીણાના પિતા ઝીણા પુંજા ચામડાના વેપારી હતા.જિન્નાહ અફલાતૂન અંગ્રેજી બોલતા હતા પણ ઉર્દુ આવડતું ન હતું.તેમને શેરવાની-પાયજામો પહેર્યો નથી.તે હમેશા લેટેસ્ટ ફેશનની શૂટ જ પહેરતા.તેને નમાઝ પડતા આવડતી ન હતી.તે સારામાં સારો ઇંગલીશ દારૂ ઢીંચતા.અને પોર્ક તથા હેમ જેવું સૂવારનું માંસ ખાતા.આ ઉપરાંત ઝીણા એક અવ્વલ દર્જાના બેરિસ્ટર હતા.તેમને મુંબઈમાં આવીને પોતાનું નામ ઝીણામાંથી જિન્નાહ કર્યું.જિન્નાહ ૧૯૦૬મા દાદાભાઈ નાવારોજીના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે કોંગ્રેસમાં જોડાયા.પણ રાજકારણમાં જિન્નાહ બહુ ખુશ કિસ્મત નીકળ્યા.જિન્નાહના આગમન પછી બધા જ અવામી-મુસ્લિમ લીગના નેતાઓ અજમલ ખાન,સર ફઝ્વી હુસેન,સર મોહમ્મદ અન્સારી,મોઉંલાના મોહમ્મદ અલી વિદાય લેતા ગયા અને જિન્નાહને ખૂલ્લું મેદાન મળી ગયું.જેનો જિન્નાહે ભરપુર ઉપયોગ કર્યો.જિન્નાહની વાણી.વર્તન અને વિચારોમાં ક્યારેય એકસૂત્રતા કે તર્ક ન હતું છતાં પણ કેમ સફળ થઇ ગયા.કેમ કે તેની જિંદગીનું એક જ ધ્યેય હતું કે ગમે તેમ કરીને સર્વોચ્ચ સ્થાન મેળવવું.અને મેળવ્યું પણ ખરું ! ૧૯૨૦મા જિન્નાહે હિન્દુસ્તાનની રાજનીતિમાં પ્રવેશ કર્યો અને રોલેટ એક્ટના વિરોધરૂપે જિન્નાહે ઈમ્પીરીયલ લેજીસ્લેટીવ કાઉન્સિલમાંથી રાજીનામું આપ્યું હતું.ગાંધીજીએ હોમરુલ લીગનું નામ બદલીને 'સ્વરાજ સભા' આપ્યું ત્યારે રાષ્ટ્રીય રાજનીતિમાં હિંદુ અસરના પ્રવેશ સામે જિન્નાહે કોંગ્રેસનો ત્યાગ કર્યો અને અલાગતાવાદની શરૂઆત કરી.જિન્નાહ ૧૯૩૧ સુધી રાજકારણમાં હતા પણ તેને ક્યાય સફળતા હાથ લાગી હોય એવું જણાતું નથી.૧૯૩૧ની રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પછી જિન્નાહ એટલા બધા નિરાશ થઇ ગયા હતા કે એ ઈંગ્લેન્ડમાં જ સ્થાયી થઇ ચૂક્યા.પરંતુ જિન્નાહના સદનશીબે જુલાઈ ૧૯૩૩મા લિયાકતઅલી(સ્વતંત્ર પાકિસ્તાનના પ્રથમ પ્રધાનમંત્રી)જિન્નાહને મળવા ગયા ને તેમને જિન્નાહને હિન્દુસ્તાન પાછા ફરવા વિનવ્યા.આમ જિન્નાહ ૧૯૩૫મા ૬૦મા વર્ષે હિન્દુસ્તાન પાછા ફર્યા અને એમની જિંદગીનો આખરી સફળતા તરફનો દોર શરુ થયો.ગાંધીજીએ ૬૦મા વર્ષે દાંડીકૂચ શરુ કરી અને જિન્નાહે હિન્દુસ્તાન પાછા ફરીને ૬૦મા વર્ષે પાકિસ્તાનની મશાલ ભડકાવી હતી.જિન્નાહને હમેશા નકારાત્મક ભૂમિકા ભજવવાની આદત પડી ગઈ હતી અને આ નકારાત્મક ભૂમિકા તેણે ૧૯૩૫થી એક્સૂત્રી જિદ્દથી ભજવવાની શરૂઆત કરી.૧૯૩૭ના લખનૌના મુસ્લિમ લીગના અધિવેશનમાં જિન્નાહે કહ્યું હતું કે,"રાજકારણ સત્તા છે અને એ ન્યાય કે ગુડવિલ માટેની ચીસો પર નિર્ભર નથી".માઉન્ટબેટનની જિન્નાહ સાથે પ્રથમ મીટીંગ થઇ ગયા પછી માઉન્ટબેટને કેમ્બેલ જ્હોન્સનને કહ્યું : માય ગોડ ! આ માણસ બરફ જેવો છે.આખો ઇન્ટરવ્યું આ બરફને ઓગાળવામાં ગયો ! પરંતુ જિન્નાહને ઓળખવામાં ભલભલા થાપ ખાઈ ગયા છે.જિન્નાહ ભલે બરફ જેવા ઠંડાગાર હતા પણ તેમની અંદર જ્વાળામુખી ભરેલો હતો અને તે ગમે ત્યારે બરફને ઓગળાવીને બહાર નીકળી શકે તેમ હતો.૧૯૪૦મા જ્યારે લાહોરમાં મુસ્લિમ લીગનું અધિવેશન ભરાયું ત્યારે જિન્નાહ તે અધિવેશનના અધ્યક્ષ સ્થાને પહોચી ગયા હતા.અને એ અધિવેશનમાં મુસ્લિમો માટે અલગ દેશની અને અલગ વતનની માંગણી કરવાની હતી.જિન્નાહ તે વખતે અધ્યક્ષ સ્થાનેથી એક પ્રવચન આપ્યું હતું જેમાં એમ કહ્યું હતું કે,"હિંદુઓ અને મુસલમાનો બંને ભિન્ન જાતિઓ છે,એમના ધર્મગ્રંથો,એમની યશગાથાઓ અને હીરો જુદા છે.ઘણીવાર
એકનો હીરો બીજાનો શત્રુ કે વિલન છે અને આ જ રીતે એકનો વિજય બીજાનો પરાજય છે".જિન્નાહની આ વાતને સમર્થન આપવું પડે.કેમ કે જિન્નાહ પકસ્તાનના હીરો છે તો ભારત માટે વિલન.ગાંધીજી ભારત માટે હીરો છે તો પાકિસ્તાન માટે વિલન.આ પ્રવચનમાં જિન્નાહની અલગ પાકિસ્તાનની નીતિ સ્પષ્ટ દેખાતી હતી.જો કે જિન્નાહને ફક્ત પકસ્તાનમાં જ રસ હતો અને મુસ્લિમ લઘુમતીની તેને કોઈ ચિંતા નહોતી.મહંમદ ચાગલાએ એમના પુસ્તકમાં લખ્યું છે કે,મેં જિન્નાહને પ્રશ્ન પૂછ્યો કે,"તમે મુસ્લિમ બહુમતીવાળા પ્રદેશો માટે પાકિસ્તાન માંગી રહ્યા છો,પણ બીજા પ્રદેશોની મુસ્લિમ લઘુમતીઓનું શું થશે ? ઝીણાએ જવાબ આપ્યો હતો કે,'એ લોકો એમનું ફોડી લેશે.મને એમના ભવિષ્યમાં રસ નથી".જિન્નાહ રાજકારણમાં આટલા મહત્વાકાંક્ષી હશે એનો વિચારસુધ્ધા પણ ન આવે.પરંતુ જિન્નાહ રાજકારણમાં એટલા નશીબદાર નીકળ્યા કે ૧૪મી ઓગસ્ટે તેની પાકિસ્તાનની ખોજ પૂર્ણ થઇ.મહંમદઅલી ઝીણાને પણ કહેવું પડ્યું કે,"મને કલ્પના ન હતી કે આ શક્ય બનશે.મારા જીવનકાળ દરમિયાન પાકિસ્તાન જોવાની મેં અપેક્ષા જ રાખી ન હતી".આમ જિન્નાહ રાજકારણમાં એટલા નશીબદાર હતા કે,જિન્નાહે એક દિવસ માટે પણ જેલમાં ગયા નથી,(ગાંધીજી,સરદાર પટેલ અને નેહરુએ જેલમાં ઘણી યાતનાઓ ભોગવી)જિન્નાહે એક દિવસ માટે પણ ભૂખ હડતાલ કરી નથી,(ગાંધીજીએ ઘણી વખત ભૂખ -હડતાલો કરીને ભૂખું કાઢી)જિન્નાહે એક દિવસ માટે પણ તોફાની સરઘસોની રહનુંમાઈ કરી નથી.આમ આ પ્રકારનો આધિનિક માણસ ઇંગ્લેન્ડથી પાછો આવે અને રૂઢીચૂસ્ત મુસ્લિમ અવામનું નેતૃત્વ કરે એ ઘટના જ ઇતિહાસનો એક વિરલ અકસ્માત છે.
-દીપેન અ. પઢીયાર

ગણપતિ નાના પણ મન મોટા


ગુજરાત અને ભારતના અન્ય રાજ્યોમાં ધામ-ધૂમથી ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે.શહેરની ગલ્લી-ગલ્લીમાં સાર્વજનિક મંડળો દ્વારા ગણપતિનું સ્થાપન કરેલ જોવા મળે છે.સવાર-સાંજ શહેર અને સોસાયટીનું વાતાવરણ ગણપતિમય બની જાય છે.પરંતુ પહેલા ઉત્સવોમાં મૂર્તિઓ નાની હતી,પણ જ્યારથી ઉત્સવમાં ધન્ધાદારીપાનું,દેખાદેખી અને હરીફાઈના દુષણો ઘુસ્યા છે,ત્યારથી સાર્વજનિક મંડળોમાં કોની મૂર્તિ સૌથી ઉંચી એની હોડ ચાલી છે.અને આ હોડમાં ગૂજરાત વિદ્યાપીઠના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ મોટા મન સાથે ૧૨/૧૨ના નાનકડા રૂમમાં નાનકડા ગણપતિની સ્થાપના કરીને ગણેશ ભક્તિનો અનેરો દાખલો બેસાડ્યો છે.



કારણ કે ૨૧મી સદીના આ મહોત્સવમાં ભક્તિ ઓછી અને દેખાવો વધારે જોવા મળે છે.કોઈ ૫૦૦ કિલોની મૂર્તિ લાવે તો તેની બાજુવાળો હાજર કિલોની મૂર્તિ લાવે અને તેની બાજુવાળો બે હાજર કિલોની લાવે.કોઈ ૧૦૧ કિલોનો લાડૂ બનાવે તો બીજો ૨૫૦ કિલોનો લાડૂ અર્પણ કરે.કોઈ આરતી કરે તો બાજુવાળો મહાઆરતીનું આયોજન કરે.કોઈ પાચ ફૂટ ઉંચી મૂર્તિ બનાવે તો બાજુવાળો મહારાષ્ટ્રથી ૧૧ ફૂટની મૂર્તિ મંગાવે.તો કોઈ દોઢ લાખ નવગ્રહ અકીકના ગણપતિની સ્થાપના કરે.અને કેટલાક વિસ્તારના સાર્વજનિક મંડળો તો લોકોને આકર્ષવા વિવિધ પ્રકારની સ્કીમો પણ બજારમાં મુકે છે.હવે વાત ગણપતિ કેવા,કેવડા મોટા અને કેવી પ્રસાદી મળે છે તેની નથી.પણ વાત શ્રધ્ધા અને ભક્તિની છે.આજે અનેક વિસ્તારોમાં આપણી નજર ના પહોચે એવી મૂર્તિઓની સ્થાપના કરેલી જોવા મળે છે,પણ સ્થાપના કરનારનું મન,પ્રેમ અને ભક્તિ નાની જોવા મળે છે.આમ આ ઉત્સવ હવે હરીફાઈમાં પરિણમી રહ્યો છે ત્યારે ગૂજરાત વિદ્યાપીઠના સમાજકાર્ય વિભાગના વિદ્યાર્થીઓ જીગ્નેશ,મોલિક,પરબત,હર્ષદ,ધવલ વગેરેએ પોતાની હોસ્ટેલમાં નાનકડા રૂમમાં મોટા મન સાથે નાનકડા ગણપતિની સ્થાપના કરીને ગણેશોત્સવ ઉજવે છે.આ વિષે ધવલ કહે છે કે,મૂર્તિ નાની હોય કે મોટી,પ્રસાદી લાડૂની હોય કે રેવડીની એ મહત્વનું નથી.પણ આપનું મન કેવું અને કેવડું છે એ મહત્વનું છે.આ વિદ્યાર્થીઓ રોજ સવાર-સાંજ આરતી કરે છે જેમાં દરરોજ જુદા જુદા વિદ્યાર્થીઓ,ગૃહપતિ અને સાહેબોને બોલાવવામાં આવે છે.અને દરેક પોતાની શક્તિ પ્રમાણે પ્રસાદી અર્પણ કરે છે.અને સાથે-સાથે સવાર-સાંજ 'જય ગણેશ જય ગણેશ દેવા'ની ધૂન સાથે હોસ્ટેલનું વાતાવરણ ગણપતિમય બની જય છે.આમ આજે લાખોના ખર્ચાઓ કરીને સોસાયટીના આગેવાનો ગણપતિ ઉત્સવ ઉજવે છે,જયારે,જ્યારે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ પોતાના મોટા મન સાથે કોઈપણ ખર્ચ વિના ગણપતિની સ્થાપના કરીને શ્રદ્ધા અને ભક્તિનું ઉતમ ઉદાહરણ પૂરું પડે છે.

-દીપેન અ. પઢીયાર

ડબલ ધમાકા


ડબલ ધમાકા : ઉપરની બાજુમાં ક્રિકેટ રસિયાઓ સચિન તેન્ડુંલકરની ૪૪મી સદી જોવા માટે ઉત્સુકતાથી ભારત-શ્રીલંકા વચ્ચેના ફાઈનલ મેચની મજા માની રહ્યા છે તો નીચે સેન્ડવીચ અને દાબેલીના રસિયાઓ સાંજના નાસ્તાની મજા માનતા જોવા મળે છે.
દીપેન અ. પઢીયાર

Friday, September 11, 2009

ગુજરાતમાં દારૂબંધી : લઠ્ઠાકાંડ,પોલીસ,બુટલેગરો અને પ્રજા




અમદાવાદમાં અષાઢી અણસારે હજી સુધી મહેર કરી નહોતી.બધા ચાતક નજરે વરસાદની રાહ જોતા હતા.પણ મેઘરાજા મહેર કરે એ પહેલા જ લઠ્ઠાકાંડનો કહેર ચાલુ થઇ ગયો.૬ જુલાઈ ૨૦૦૯ના દિવસે દેશી લઠ્ઠાએ પોતાનો કહેર વરસાવવાની શરૂઆત કરી.બે જ દિવસમાં લાશોનો ઢેર થઇ ગયો.દારૂબંધી છતાં પણ ગુજરાતના ઇતિહાસમાં આ સૌથી મોટો લઠ્ઠાકાંડ સર્જાયો.આ લઠ્ઠાકાંડના પડઘા આખા ભારતમાં પડ્યા.મીડિયામાં ગાંધીજી,દારૂબંધી અને ગુજરાત છવાઈ ગયા.'ગાંધીના ગુજરાતમાં લઠ્ઠાકાંડ' એવા મથાળા જોવા મળ્યા.પણ અંતે એક પ્રશ્ન થાય છે કે ગુજરાતમાં દારૂબંધી છે કે નહિ?આ પ્રશ્નનો જવાબ સરદાર પટેલ અને ગાંધીજી વધારે જાણતા હશે.પણ આજે આ પ્રશ્નનો જવાબ ફક્ત ગુજરાતના ટોચના નેતાઓ અને સંસ્કૃત પ્રજા જ જાણે છે.જો સામાન્ય માણસને પૂછવામાં આવે તો તેનો જવાબ મળવો મુશ્કેલ છે.આમ જો ગુજરાતની સામાન્ય જનતા કે જેના વિકાસ માટે ગુજરાતે આઝાદીથી લઇ આજ દિન સુધી દારૂબંધી જાળવી રાખી છે તેને જ જો દારૂબંધી એટલે શું! એ ખબર ના હોઈ તો દારૂબંધીનો શો અર્થ?ગાંધીજીએ ગરીબો,મજૂરો અને શ્રમજીવીઓ દારૂની લતમાં પડી ખુવાર ન થાય અને તેમના બાળકો તથા સ્ત્રીઓની બરબાદી ન થાય એટલા માટે દારૂબંધી અપનાવી હતી.પણ આજે ગરીબો,તવંગરો અને મજૂરોના હિતમાં કોને રસ છે.અને દારૂબંધી શબ્દ જયારે આવે ત્યારે તેમાં ગાંધીજી,લઠ્ઠાકાંડ,પોલીસ,બુટલેગરો અને સામાન્ય પ્રજાનો સમાવેશ થઈ જાય છે.ગાંધીજી એટલા માટે કે તેણે દારૂબંધી જેવી પડકારજનક પ્રથાને અમલી બનાવી હતી.અને તેનું પરિણામ આજે એ આવ્યું કે ગાંધીનું નામ દારૂબંધી સાથે જોડાવાને બદલે લઠ્ઠાકાંડ સાથે જોડાય ગયું.અમદાવાદના લઠ્ઠાકાંડે ફરી એક વખત શાબિત કર્યું કે રાજ્યમાં દારૂબંધીનો અમલ હોવા છતાં દારૂની રેલમછેલ હતી.અને આ કાંડ ને કારણે બધાને યાદ આવ્યું કે ગુજરાતમાં દારૃબંધી છે.

લઠ્ઠાકાંડની વાત કરીએ તો દારૂબંધી સાથે લઠ્ઠાકાંડને કઈ જ લેવાદેવા નથી.કેમ કે કર્ણાટક દરુમુક્ત છે છતાં પણ સૌથી વધુ લઠ્ઠાકાંડ ત્યાં સર્જાય છે.અને આવા તો કેટલાય ઉદાહરણ મળે છે.જેમ કે તામિલનાડુ,બિહાર,ઓરિસ્સા,દિલ્હી,મહારાષ્ટ્ર વગેરે.અને ગુજરાતમાં પણ આ પહેલો લઠ્ઠાકાંડ નથી.ગુજરાતમાં આ પહેલા છ વખત લઠ્ઠાકાંડ થયો છે.જેની શરૂઆત ૧૯૭૭માં અમદાવાદ માંથી જ થઈ હતી.અને આ સાતમો લઠ્ઠાકાંડ છે.અને આ બધા કાંડમાં કુલ ૬૭૬થી વધુ લોકોએ ભોગ આપ્યો છે.આ લઠ્ઠાકાંડનો મુદ્દો ગુજરાતની વિધાનસભામાં પણ ગાજ્યો છે.અને રાજ્યના મુખ્યપ્રધાન ગુજરાતમાં દારૂબંધીના કારણે ગાંધીમૂલ્યો જળવાઈ રહ્યા હોવાના દવા સાથે કેન્દ્ર પાસેથી ત્રણ હાજર કરોડ રૂપિયા માંગી રહ્યા હતા ત્યારે જ આ બધું થયું.અને આ મુદ્દે સરકારે ભીંસ પણ અનુભવી.પરંતુ ગુજરાતની પ્રજા માટે દારૂબંધી નો મુદ્દો સંવેદનશીલ છે,પણ પ્રજાના પ્રતિનિધિઓ માટે આ મુદ્દો સંવેદનશીલ રહ્યો નથી.કેમ કે ગુજરાતમાં દારૂબંધી માત્ર ચોપડે જ છે.એ વાત ચૂટાયેલા પ્રતિનિધિઓ જાણે છે.
જો કે દારૂબંધીનો અમલ કરવો એ પોલીસની પ્રાથમિક ફરજ છે,અને તેમાંથી તે છટકી શકે નહિ.પણ દારુબંધીને નિષ્ફળ બનાવવા માટે પોલીસની હપ્તાખોરી જવાબદાર છે.ગૃહખાતું તથા સરકાર પણ આ હપ્તાખોરી પર બ્રેક લગાવવામાં નિષ્ફળ ગઈ છે.પોલીસની રહેમ નજર હેઠળ જ બુટલેગરરાજ ફૂલ્યું- ફાલ્યું હતું.બુટલેગરો પોલીસની ઈમાનદારી જાળવી રાખવા માટે મોઢે માંગ્યા હપ્તા આપતા હતા.અને આપે છે.આ મલાઈ માણવામાં માત્ર પોલીસખાતું જ નહિ ગૃહખાતું પણ તેમાં આવી જાય છે.પણ કમનશીબે ગૃહખાતું 'કમીશન'ની રચના કરી ભૂલકણી પ્રજાને ભૂલાવી દે છે.અને પોલીસ એન્સ્પેકટરોને સસ્પેન્ડ કરીને પોતાની ઈમાનદારી બતાવે છે.જો પરિસ્થિતિ વધારે કફોડી હોય તો કેટલાક બુટલેગરોને પકડીને એવી જાહેરાત કરવામાં આવે છે કે,લઠ્ઠાકાંડમાં સંડોવાયેલા કસૂરવારોને કડકમાં કડક સજા કરવામાં આવશે.જો ખરેખર સજા કરવામાં આવે તો પ્રથમ પોલીસખાતું ત્યાર પછી ગૃહખાતું અને પછી બુતાલેગરોનો વારો આવે.કેમ કે પોલીસ અને બુટલેગરોની 'ભાઈબંધી'એવી ગઢ છે કે બંને એકબીજાથી દૂર રહી શકે એમ નથી.અને પોલીસનું હપ્તા ઉઘરાવવાનું નેટવર્ક પણ એટલું જબરદસ્ત હિય છે કે કોણ 'ખાવાવાળા' છે અને કોણ 'આપવાવાળા' છે એને માત્ર બુટલેગરો જ ઓળખી શકે.એટલે વર્તમાન ગુજરાતને બાહોશ અને ઈમાનદાર પોલીસ અધિકારીઓની જરૂર છે.

છેલ્લે લઠ્ઠાકાંડમાં જો સૌથી વધુ જવાબદાર હોય તો તે પ્રજા છે.કાયદો સમાજની વ્યવસ્થા માટે કરવામાં આવે છે પણ તેનો અમલ કરવો એ આપના હાથની વાત છે.કાયદો કોઈને લઠ્ઠો પીતા,ઝેર પીતા કે આત્મહત્યા કરતા રોકી શકે નહિ.કેમ કે લઠ્ઠો પીવો કે ના પીવો એ આપણા હાથની વાત છે.આમ પણ ગુજરાતમાં દારૂબાંધી હોવા છતાં કેમ પરમીટ પર દારૂ આપવામાં આવે છે.કેમ ગુજરાતની મોટા ભાગની હોટલોમાં બ્રાન્ડેડ દારૂ મળે છે.અને જો ગુજરાતની સરકારને દારૂબંધીમાં રસ હોય તો કેમ ગુજરાતમાં દારૂને આવવા દેવામાં આવે છે.અને આપણે લઠ્ઠાકાંડ સાથે ગાંધીજીનું નામ કેમ જોડીએ છીએ.કેમ 'ગાંધીના ગુજરાત'માં એવો શબ્દ વાપરીએ છીએ.શું ગુજરાત ગાંધીજીનું પોતાનું હતું?ના ગુજરાતમાં ગાંધીજી હતા.કેમ 'મોદીના ગુજરાતમાં લઠ્ઠાકાંડ' એવો પ્રયોગ નથી થતો.ખરેખરતો લઠ્ઠાકાંડ સાથે ગાંધીજીનું નામ જોડીને આપણે 'રાષ્ટ્રપિતા'નું અપમાન કરીએ છીએ.બીજી વાત એ છે કે લોકતંત્ર માણસને ગમે તે ખાવાની,ગમે તે પીવાની અને ગમે તે રીતે જીવવાની સ્વતંત્રતા આપે છે.ઝેર પીવાની સ્વતંત્રતા છે,પરંતુ તે ન પીવાનો વિવેક શિક્ષણ જ આપી શકે.કોઈ પણ કાયદો આ વિવેક આપી શકે નહિ.અને આપણા કલ્યાણની સઘળી જવાબદારી સરકારની નથી.એટલે જો રાજ્યમાં જો શાંતિ સ્થાપવી હોય તો ગાંધીજીનું નામ લીધા વગર પણ દારૂબંધીનો અમલ કરાવી શકાય છે.જો સરકારની નીતિ ખરેખર દારૂબંધીનો ચૂસ્ત અમલ કરાવવાની દિશામાં હોય તો દેશ અને દુનિયામાં 'ડ્રાય સ્ટેટ' તરીકેની આગવી ઓળખ ધરવાનાર ગુજરાત ગરવું કહેવાશે.બાકી જનતાની યાદદાસ્ત ટૂંકી છે એટલે થોડા સમયમાં બધી ભૂલી જશે અને ગુજરાત ફરીથી 'વાઈબ્રન્ટ' થઈ જશે.

-દીપેન એ. પઢીયાર