Monday, January 24, 2011

કાઈટ સિટીના આકાશમાં રંગોની રેલમછેલ

આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં સ્વાભાવિક છે કે અનેક દેશના કાઈટની ડિઝાઈન આપણને જોવા મળે. પરંતુ આ બધા જ પતંગોમાં તુર્કીના ઇસ્તંબુલ શહેરમાંથી આવેલા હાલીત સેબેસી અને ફેવજી કિરનો હેકપોન નામનો ટ્રેડિશનલ કાઇટ કંઈક અલગ અને સૌનું ધ્યાન ખેંચે તેવો હતો.ે આ બંને મિત્રો બીજી વખત ગુજરાતના ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં આવ્યા છે. જ્યારે ફેવજી કિર ગુજરતમાં ચાર વખત પાર્ટિસિપેટ કર્યું છે. તેઓ ફ્રાન્સ, હોલેન્ડ, નેધરલેન્ડ, જર્મની જેવા યુરોપીયન દેશોમાં યોજાતા કાઇટ ફેસ્ટિવલમાં પણ પાર્ટિસિપેટ કરે છે.આ અંગે હાલીત સેબેસી કહે છે કે, યુરોપમાં યોજાતા કાઇટ ફેસ્ટિવલ કરતાં ગુજરાતનો કાઇટ ફેસ્ટિવલ ઇમ્પ્રેસીવ છે. અમે અહીં ખૂબ ખુશ છીએ તથા ગુજરાતના લોકો સાથે ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવાનું ખૂબ ગમ્યું. ગુજરાતના લોકો ફ્રેન્ડલી અને માયાળુ છે. તો ફેવજી કિર કહે છે કે, ગુજરાત દર વર્ષે ડેવલોપ થઇ રહ્યું છે. ગયા વર્ષે હું જે જોઇને ગયો એના કરતા આ વર્ષે ઘણું ઇમ્પ્રુવ થઇ ગયું છે. અમે તુર્કીમાં ઇન્ડિયાને ખૂબ મિમ કરીએ છીએ.




 દર વર્ષે અનેક ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર્સ અમદાવાદ આવે છે. જેના કારણે અમદાવાદના લોકલ માર્કેટમાં પણ પતંગોની ઇન્ટરનેશનલ ડિઝાઇન જોવા મળે છે.



સાઉથ આફ્રિકના કેપ ટાઉન સિટીમાંથી આવેલા કેઇથ મોઉલ્ડ તથા ડર્બનથી આવેલા તેમના પાર્ટનર જેકી મોઉન્ટજોય અને ગ્રેગ માઉન્ટજોય ગુજરાતના કાઇટ ફેસ્ટિવલમાં ત્રીજી વખત આવ્યા છે. જેમાં ગ્રેગ માઉન્ટજોય કાઇટ મેકર પતંગવાલા તરીકે ઓળખાય છે. તેઓ યુરોપમાં યોજાતા ફેસ્ટિવલમાં પણ અવાર- નવાર પાર્ટિસિપેટ કરે છે. આ વખતે તેમણે ઘણો ડિફરન્ટ જાપાનીઝ લોકા-કુ, ઇડીઓ તથા ઝિબ્રા કાઇટ બનાવ્યો હતો. આ અંગે કેઇથ કહે છે કે, અમદાવાદ મને ખૂબ ગમે છે. અમદાવાદ સુંદર અને વેરી ફ્રેન્ડલી સિટી છે. અમને આ કાઇટ ફેસ્ટિવલમાં ઇન્વાઇટ કર્યા તેથી અમે ઘણા ખુશ છીએ. આ લોકોને આપણા લોકો જે રીતે પતંગ ઉડાવતી વખતે પેચ લડાવે છે તે ફાઇટ ખૂબ ગમે છે. ગ્રેગ કહે છે કે, અહીંનું ઓર્ગેનાઇઝેશન ખૂબ જ સારું છે. ગુજરાતી કલ્ચર, મ્યુઝિક, ડાન્સિંગ, ડિસીપ્લિન આ બધું ખૂબ જ ઇમ્પ્રેસિવ છે. લોકો અમારી પાસે આવીને હાથ મીલાવે છે તે ખૂબ ગમ્યું અમને. ગુજરાત એન્ડ સાઉથ આફ્રિકા વચ્ચે એક પ્રકારના ક્લોઝ રિલેશન છે. ગાંધીજી અને મંડેલાનો મેસેજ યુનિવર્સ છે અને રહેશે. તો ગુજરાતી ફુડનો આનંદ માણતી જેકી કહે છે કે, આઇ લવ ગુજરાતી ફુડ. ગુજરાતી ફુડ વેરી સ્પેશિયલ, ટેસ્ટી, સ્પાઇસી છે અને મને ગુજરાતી મસાલા બહુ ગમે છે.
સિંગાપોરથી આવનાર કાર્લોસ સોએરીસ, યુસ્ની અને ગેડિસ ગુજરાતના આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં દસ વર્ષથી આવે છે. કાર્લોસ કહે છે કે, યુરોપના દેશોમાં યોજાતા કાઇટ ફેસ્ટિવલ અને ગુજરાતના કાઇટ ફેસ્ટિવલ વચ્ચે મોટો ડિફરન્ટ એ છે કે અહીં ગવર્નમેન્ટ સપોર્ટ કરે છે. આ કાઇટ ફેસ્ટિવલ ખૂબ જ અલગ રીતે થાય છે. લોકો ખૂબ રિસ્પેકટ આપે છે. ગ્રેડિસ કહે છે કે, અમદાવાદ વિશ્વમાં એક જ એવું શહેર છે જ્યાં રિલિજિયસ રિલેટેડ દરેક ફેસ્ટિવલ સેલિબ્રેટ કરવામાં આવે છે. વિદેશી કાઇટ ફ્લાયરોએ ગુજરાતના આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ અને ગુજરાતી કલ્ચર તથા પતંગ પ્રેમી અમદાવાદી લોકોનો આભાર માન્યો હતો.
સાંપ્રદાયિક્તાનું પ્રતિક બની ગાંધી ફિરકી
આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેનાર હરેશ કાકડીયાએ ગાંધીજીના ફોટા સાથે ૩ ફૂલની ફિરકી પ્રદર્શનમાં મૂકી હતી. આ ફિરકી તેમણે હિન્દુ- મુસ્લિમ એકતાના પ્રતિક તરીકે મૂકી હતી. જેમાં ગાંધીજીના ફોટા સાથે એક સુવાક્ય લખેલું છે કે લાકડીના એક ટુકડાને કોઇ પણ તોડી શકે છે પણ લાકડીના ભારાને નથી તોડી શકતું.


આ અંગે હરેશભાઇ કાકડીયા કહે છે કે, એકતા મોટી તાકાત છે અને ગુજરાતમાં મુસલમાનો પતંગ બનાવે છે જ્યારે હિન્દુઓ એ પતંગ ઉડાવે છે. તેથી કાઇટ ફેસ્ટિવલ એ રિલિજિયન એકતાનું પ્રતિક છે. એ માટે તેમણે ઇલેક્ટ્રોનિક પાવર સપ્લાયથી ચાલતી અનોખી ફિરકી દ્વારા આ એકતાને બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઉપરાંત તેમણે એક ઇંચની નાની મેગ્નેટિક ફિરકીઓ, ફિરકીનું તોરણ, માળા વગેરે બનાવીને પ્રદર્શનમાં મૂક્યું હતું. જેને જોવા માટે વિદેશના કાઇઠ ફ્લાયર્સ ઉમટી પડયા હતા.


રિમોટ કંટ્રોલ દ્વારા ઉડતો બલૂન કાઇટ
રિમોટથી ચાલતા પ્લેન ના કોન્સેપ્ટ પરથી જ બનાવેલા રિમોટ કંટ્રોલથી ચાલતા બલૂન પતંગોત્સવમાં કાઇટે આકર્ષણ જમાવ્યું હતું. થોડી વાર તો લોકો જોતાં જ રહી ગયા કે આ પતંગની દોરી ક્યાં છે અને કોણ ઉડાવે છે, પરંતુ પતંગની દોરી નહીં મળતા દોરી વિનાનો ઉડતો પતંગ જોઇને પ્રેક્ષકો કૌતૂકમાં મૂકાઇ ગયા હતા. લોકોની સાવ બાજુમાં ચાલીને નીકળી જતો આ પતંગે ગ્રાઉન્ડના ત્રણ રાઉન્ડ લગાવ્યા બાદ આ પતંગ યુ.કે.ના સ્ટોલ પાસે જઇને ઊભો રહ્યો ત્યારે બધાંને ખબર પડી કે આ પતંગ યુ.કે.થી આવેલા પતંગબાજ કોલિન માર્શલે બનાવ્યો છે.
કોલિને પોતાના સ્ટોલમાં બેઠા બેઠા રિમોટ કંટ્રોલ વડે આ પતંગને ઉડાવતો હતો. આ અંગે માર્શલ કહે છે કે, આ પતંગને મેંે એવી રીતે ડિઝાઇન કર્યો છે કે તેને પ્લેનની જેમ ગમે તે રીતે ઉડાવી શકાય છે. પ્લેન આસમાનમાં સ્થિર પણ રાખી શકાય છે. આ પતંગને જોવા માટે ભાગ લેનાર બધાં ફ્લાયરો ટોળે વળી ગયા હતા અને માર્શલના પતંગની પ્રશંસા કરી હતી. આ પતંગ દોરી અને હવા વિના પણ ઉડી શકે છે. તેની અંદર ઇલેક્ટ્રિકલ મોટર ફીટ કરવામાં આવી છે. જેના ઉપર એક નાનકડો મૂવેબલ પંખો બેસાડવામાં આવ્યો છે અને એ પંખાના આધારે આ પતંગને રિમોટ દ્વારા કન્ટ્રોલ કરીને ઉડાવી શકાય છે.

કાઇટ ઓર્નામેન્ટ

ઇન્ડોનેશિયાથી કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે આવેલી હેલ્મી ગિનંતિએ પતંગ આકારના ઘરેણાં પહેરીને લોકોને આકર્ષિત કર્યા હતા. ઘરેણાં અને પરંપરાગત વસ્ત્રોને કારણે હેલ્મી આકર્ષણનું કેન્દ્ર બની હતી. હેલ્મી કહે છે કે મને કાઇટ ફ્લાઇંગ કરવાનો ખૂબ જ શોખ છે. તેથી મેં મારા ઘરેણાંને પણ ખાસ કાઇટ આકારના બનાવ્યા છે. અને હું જ્યારે પણ કાઇટ ફેસ્ટિવલમાં જાઉં છું ત્યારે પતંગ આકારના ઘરેણાં જ પહેરું છું. અમદાવાદના લોકો અને કાઇટ ફેસ્ટિવલ મારા માટે હંમેશાં યાદગાર રહેશે. આઇ લવ યુ અમદાવાદ.
તસ્વીર- સુરેશ મિસ્ત્રી

No comments:

Post a Comment