Monday, January 24, 2011

દુબઇમાં ગુજરાતનો પતંગ ઈતિહાસ લહેરાશે


સાબમરતી નદીના કિનારે ચાલી રહે લા વાઇબ્રન્ટ કાઇટ ફેસ્ટિવલમાં ઇન્ડો-જાપાનીઝ છ ફૂટ લાંબો અને પાંચ ફૂટ પહોળો કાઇટ શેકા-કુ ઉડાવનાર વાઇબ્રન્ટ કાઇટ ક્લબના મેહુલ પાઠક અને રોયલ કાઇટ ફ્લાયર્સ ક્લબના પાવન સોલંકી દુબઇમાં યોજાનાર કાઇટ ફેસ્ટિવલમાં જઇ રહ્યા છે. આ માટે તેમણે જાપાનીઝ સ્ટાઇલનો શેકા-કુ પતંગ બનાવ્યો છે. દુબઈના કાઈટ ફેસ્ટિવલ માટે પાવન અને મેહૂલે પતંગ પર પ્રિયતમની પ્રતિક્ષા કરતી સૌરાષ્ટ્રની થીમ લઈને પેઇન્ટિંગ બનાવ્યું છે. આ ઉપરાંત તેમણે સીવીને બનાવેલા ડેલ્ટા કાઇટ, એઇટ સ્ટાર, ૧૩૨ ફૂટ લાંબો કિંગ કોબ્રા, ૩-ડી બોટ કાઇટ, બોક્સ પ્રકારનો ફેન કાઇટ, પેરા ફોઇલ કાઇટ, ઇન પ્લેટેબલ ઓક્ટોપસ, કાગળની ઇન્ડિયન ફાઇટર જેવા પતંગો પણ બનાવ્યા છે. આ અંગે મેહુલ પાઠક કહે છે કે, અમે ગુજરાતની સદીયો જૂની પતંગની સંસ્કૃતિની ઝલક બતાવવાનો પ્રયત્ન કર્યો છે. ફોરેન ટાઇપ પેઇન્ટેડ કાઇટ ફોર ઇન્ડિયન કાઇટ કેટેગરી માટે તેમણે ખાસ દુર્ગા કાઇટ બનાવ્યો છે. જેને અમ્બ્રેલાના ક્લોથ ઉપર ફેબ્રિક પેઇન્ટ કર્યું છે. દુર્ગા કાઇટ્સને એટ્રેક્ટિવ બનાવવા માટે તેમણે સાડીની લેસ અને આભલાનો પણ ઉપયોગ કર્યો છે.

અમદાવાદી કાઇટ ફ્લાયર્સ મેહુલ પાઠક અને પાવન સોલંકી ઉત્તરાયણના દિવસે દુબઇમાં યોજાનારા કાઇટ ફેસ્ટિવલમાં પતંગો દ્વારા ગુજરાતી કલ્ચરની ઝાંખી કરાવશે.


કોમનવેલ્થ ગેમ્સમાં પતંગ ઉડાવવા માટે ઇન્ડિયામાંથી ગુજરાતને જ આમંત્રણ મળ્યું હતું, જેમાં પાવનભાઇ અને મેહુલભાઇએ ૫૦૦ પતંગની કાઇટર ટ્રેનન ઉડાવી હતી. તેઓ છેલ્લા ચાર વર્ષથી કાઇટ ફેસ્ટિવલમાં પાર્ટિસિપેટ કરે છે અને મલેશિયા કાઇટ ફેસ્ટિવલમાં પણ પાર્ટિશિપટ કરી ચૂકેલા છે. આ અંગે પાવન સોલંકી કહે છે કે, અમે આ ઉત્તરાયણ દુબઇ કાઇટ ફેસ્ટિવલમાં ઉજવવાના છે. એ માટે ખાસ ગુજરાતી ટ્રેડિશનને ફોલ કરીને ગણેશા કોલાજ કાઇટ અને વેલકમ કાઇટ પણ બનાવ્યો છે. ઇન્ટરનેશનલ કોમ્પિટિશન કેટેગરીના તમામ પતંગો તેમણે બનાવ્યા છે, અને આ ઉપરાંત ગુજરાતી કલ્ચર અને થિમ્સ આધારિત પતંગો પણ બનાવ્યા છે. મિનિએચર કેટેગરી માટે પણ તેમણે ક્રિએટિવ વર્ક કરીને સુંદર કાઇટ બનાવ્યા છે. સોમવારે તેમણે અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલમાં ઇન્ડો- જાપાનીઝ તથા ગુજરાતી કલ્ચર પર આધારિત વિવિધ થિમ બેઝ કાઇટ ઉડાવ્યા હતા.
તસ્વીર- સુરેશ મિસ્ત્રી

No comments:

Post a Comment