બરોબર અગિયાર વાગ્યાના ટકોરે વી.એસ. હોસ્પિટલમાં એન્ટર થતાં જમણી તરફ આવેલા લીમડાના વૃક્ષ નીચે મહંત માધવદાસ હાજર થઇ જાય છે. તેમને જોઇને હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓ દર્દીના કેસપેપર તેમના ટેબલ પર મૂકીને ચાલ્યા જાય છે. અને માધવદાસ કંઇ જ બોલ્યા વિના દર્દીના કેસપેપર લાવનાર સગાંઓના નામ એક ચોપડામાં નોંધતા જાય છે.

છેલ્લા ૨૦ વર્ષથી વી.એસ. હોસ્પિટલના દર્દીઓના સગાંઓને ફ્રી ભોજન સેવા આપે છે. લોકો તેમને ટિફિનવાળા ભાઇ તરીકે વધારે ઓળખે છે.
લગભગ એક વાગ્યા સુધી આ મુજબ નામ નોંધવાનું ચાલે છે. અને ત્યાર પછી બરોબર દોઢ વાગ્યાના ટકોરે દર્દીઓના સગાંઓ એકઠા થાય તે પહેલાં જ ત્યાં જેટલા નામ નોંધાયા હોય તેટલા ટિફિન આવી જાય છે. અને માધવદાસજી તેમને એક પછી એક ટિફિન આપવા માડે છે.
એક પણ દિવસ ચૂક્યા વિના માધવદાસજી છેલ્લા ૨૦ વર્ષથી વી.એસ. હોસ્પિટલના દર્દીઓના સગાંઓને ફ્રી ભોજન સેવા આપે છે.
લોકો તેમને ટિફિનવાળા ભાઇ તરીકે વધારે ઓળખે છે. એક ટિફિનમાં બે વ્યક્તિ જમી શકે એટલું જમવાનું હોય છે. તેઓ કોઇ પણ પ્રકારના બંધન વિના દરેકને સમાન ગણીને દાળભાત, શાક, રોટલી અને અઠવાડિયે એક વખત મીઠાઇ પણ દર્દીઓના સગાંઓને ફ્રીમાં ખવડાવે છે. વી.એસ. હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાંઓ માટે તો માધવદાસજી કડવા લીમડાની એક મીઠી ડાળ જેવા છે.
આ પ્રકારે ફ્રી ભોજન આપવા પાછળનું કારણ એ છે કે તેઓ એક વખત મુંબઇ જઇ રહ્યા હતા ત્યારે મુંબઇમાં વિરાર નજીક તેમની કારને અકસ્માત નડ્યો અને તેમને બ્રેઇન હેમરેજ થઇ ગયું. બચવાના ચાન્સ બહુ ઓછા હતા. ૨૫ દિવસ પાર્લાની નાણાવટી હોસ્પિટલમાં કોમામાં રહ્યા. ૨૫ દિવસ પછી કોમામાંથી બહાર આવ્યા અને બે મહિને બેઠા થયા.
ત્યારે માધવદાસજી કહે છે કે આ એક ચમત્કાર જ હતો અને મને એક નવું જીવન મળ્યું હતું. અને આ નવેસરથી મળેલી જિંદગીમાં કંઇક સારું કામ કરવાનો નિર્ણય કર્યો. અને ત્યાર પછી તેમણે વી.એસ. હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ અને સગાંઓને મફતમાં ભોજન સેવા આપવાનું ચાલુ કર્યું. જેને આજે ૨૦ વર્ષ પૂર્ણ થઇ ગયા છે.
તેઓ દરરોજ સવાર- સાંજ ૧૫૦થી વધારે ટિફિન મોકલે છે. દર્દીઓ તથા સગાંઓની આંતરડી ઠારે છે. આ માટે તેમને ડેઇલી ત્રણ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે. આ ઉપરાંત દર રવિવારે સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં ૩૦૦ ટિફિન આપે છે. કોઇ પણ પ્રકારની અપેક્ષા વિના માનવસેવા કરવી એ તેમનો જીવન મંત્ર છે.
તસ્વીર- સુરેશ મિસ્ત્રીલગભગ એક વાગ્યા સુધી આ મુજબ નામ નોંધવાનું ચાલે છે. અને ત્યાર પછી બરોબર દોઢ વાગ્યાના ટકોરે દર્દીઓના સગાંઓ એકઠા થાય તે પહેલાં જ ત્યાં જેટલા નામ નોંધાયા હોય તેટલા ટિફિન આવી જાય છે. અને માધવદાસજી તેમને એક પછી એક ટિફિન આપવા માડે છે.
એક પણ દિવસ ચૂક્યા વિના માધવદાસજી છેલ્લા ૨૦ વર્ષથી વી.એસ. હોસ્પિટલના દર્દીઓના સગાંઓને ફ્રી ભોજન સેવા આપે છે.
લોકો તેમને ટિફિનવાળા ભાઇ તરીકે વધારે ઓળખે છે. એક ટિફિનમાં બે વ્યક્તિ જમી શકે એટલું જમવાનું હોય છે. તેઓ કોઇ પણ પ્રકારના બંધન વિના દરેકને સમાન ગણીને દાળભાત, શાક, રોટલી અને અઠવાડિયે એક વખત મીઠાઇ પણ દર્દીઓના સગાંઓને ફ્રીમાં ખવડાવે છે. વી.એસ. હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાંઓ માટે તો માધવદાસજી કડવા લીમડાની એક મીઠી ડાળ જેવા છે.
આ પ્રકારે ફ્રી ભોજન આપવા પાછળનું કારણ એ છે કે તેઓ એક વખત મુંબઇ જઇ રહ્યા હતા ત્યારે મુંબઇમાં વિરાર નજીક તેમની કારને અકસ્માત નડ્યો અને તેમને બ્રેઇન હેમરેજ થઇ ગયું. બચવાના ચાન્સ બહુ ઓછા હતા. ૨૫ દિવસ પાર્લાની નાણાવટી હોસ્પિટલમાં કોમામાં રહ્યા. ૨૫ દિવસ પછી કોમામાંથી બહાર આવ્યા અને બે મહિને બેઠા થયા.
ત્યારે માધવદાસજી કહે છે કે આ એક ચમત્કાર જ હતો અને મને એક નવું જીવન મળ્યું હતું. અને આ નવેસરથી મળેલી જિંદગીમાં કંઇક સારું કામ કરવાનો નિર્ણય કર્યો. અને ત્યાર પછી તેમણે વી.એસ. હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ અને સગાંઓને મફતમાં ભોજન સેવા આપવાનું ચાલુ કર્યું. જેને આજે ૨૦ વર્ષ પૂર્ણ થઇ ગયા છે.
તેઓ દરરોજ સવાર- સાંજ ૧૫૦થી વધારે ટિફિન મોકલે છે. દર્દીઓ તથા સગાંઓની આંતરડી ઠારે છે. આ માટે તેમને ડેઇલી ત્રણ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે. આ ઉપરાંત દર રવિવારે સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં ૩૦૦ ટિફિન આપે છે. કોઇ પણ પ્રકારની અપેક્ષા વિના માનવસેવા કરવી એ તેમનો જીવન મંત્ર છે.
No comments:
Post a Comment