આજથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પેશન્ટને તેમની રિક્વાયર પ્રમાણે ફ્રી જમવાનું આપવામાં આવશે. આ માટે સિવિલ હોસ્પિટલ અને હાઈટેક અને હાઈજીનને ઘ્યાનમાં રાખીને મઘ્યાહન ભોજન બનાવતી અક્ષયપાત્ર સંસ્થા અક્ષયપાત્ર વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે. અક્ષયપાત્ર સંસ્થા મિડ ડે મિલ યોજના હેઠળ ડેઇલી એક લાખ બાળકોનું ભોજન બનાવે છે.અને આજથી તેઓ સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે આ સેવાની શરૂઆત કરશે. આ માટે જે ખર્ચ થવાનો છે તે ખર્ચ સિવિલ હોસ્પિટલ દ્વારા ભોગવવામાં આવશે.
આ અંગે ગુજરાત ખાતેના અક્ષયપાત્ર સંસ્થાના ડિરેક્ટર, જગનમોહનદાસ ક્રિષ્ના કહે છે કે, અમે શરૂઆતમાં ૪૨૦ પેશન્ટને જમવાનું આપીને ટેસ્ટ કર્યો. જેમાં પેશન્ટ અને સિવિલ હોસ્પિટલ તરફથી ખૂબ જ સરસ રિસ્પોન્સ મળ્યો છે. જેથી આ યોજનાનું વિસ્તરણ કરાયું છે. આમ આ યોજના અંતર્ગત હવે આજથી સિવિલ હોસ્પિટલના ૧૨૦૦ પેશન્ટને અક્ષયપાત્ર સંસ્થા ફ્રી જમવાનું પહોંચાડશે.
અને જેમ જેમ સફળતા મળશે તેમ તેમ વઘુમાં વઘુ પેશ્ટને તેનો લાભ આપવામાં આવશે. દાળ- ભાત શાક- રોટલી અને સલાડ સવાર- સાંજ બંને ટાઇમ આપવામાં આવશે. એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે ડોક્ટર જે તે પેશન્ટને જે રીતે સલાહ આપે છે તેમ ડોક્ટરની સલાહ પ્રમાણે દર્દીને ફ્રી જમવાનું મળશે. જો ડોક્ટર કહે કે જે તે પેશન્ટને જમવામાં નમક અને ચટણી ઓછી આપશો તો તે પેશન્ટને તે પ્રમાણે જમવાનું મળશે.
આ અંગે અક્ષયપાત્ર સંસ્થાના આસિસ્ટન્ટ મેનેજર સુશાંથ શેટ્ટી કહે છે કે, પેશન્ટને દરરોજ મેનુ પ્રમાણે અલગ અલગ પ્રકારનું જમવાનું આપવામાં આવશે. જેમાં દર્દીઓની રિક્વાયરને પણ ઘ્યાનમાં રાખવામાં આવશે.આ અંગે સિવિલ હોસ્પિટલમાં દાખલ પેશન્ટના સગા રોહિત પટેલ કહે છે કે,સિવિલમાં ઘણા લોકો મફત ભોજન આપે છે અને ઘણી સંસ્થાઓ પણ આ કામ કરે છે.છતા જ્યારે હોસ્પિટલ ઓથોરિટી દ્વારા આ કામ થાય ત્યારે એક સ્વમાનપૂર્ણ રીતે દર્દી આ ભોજન જમી શકે.
ગાંઘીનગર જીઆઈડીસીમાં આવેલા અક્ષયપાત્રના પ્લાન્ટમાં આ ભોજન બનાવવામાં આવી રહ્યું છે.જ્યાં તમામ ભોજન માત્ર મશીન દ્વારા જ ભોજન બનાવવામાં આવે છે.અહીં હાથમાં ગ્લોવ્સ અને પગમાં કંપની દ્વારા આપેલા ચપ્પલ અને માથે કેપ પહેરીને ભોજન બનાવવામાં આવે છે.જેથી ભોજનની સાત્વિક્તામાં સહેજ પણ ભેળસેળ ના થાય. શાક, દાળ, ભાત, રોટલી બનાવવાના મશીનોમાં કઈ વસ્તુ કેટલી નાખવી તે માત્રા પણ દીવાલો પર લખેલી છે.
માત્ર ત્રણથી ચાર કલાકમાં ગાંઘીનગર અને અમદાવાદની શાળાઓના ૧ લાખજેટલા બાળકો માટે વિવિઘ મેનું સાથે ભોજન બનાવતી આ અક્ષયપાત્રનો લાભ હવે સિવિલ હોસ્પિટલને પણ મળશે. અક્ષયપાત્રની ૩૦ લોડિંગ જીપો પણ સમયસર દર્દીઓ સુઘી ભોજન પહોંચાડશે.
નવા વર્ષની શરૂઆતથી સિવિલ હોસ્પિટલના ૧૨૦૦ દર્દીઓને હાઈટેક પઘ્ઘતિથી બનાવેલું અને તેમની રિક્વાયરમેન્ટ પ્રમાણે સવાર- સાંજ બંને ટાઇમ ફ્રી જમવાનું આપવામાં આવશે. આ માટે સિવિલ હોસ્પિટલ અને અક્ષયપાત્ર સંસ્થા વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે
આ અંગે ગુજરાત ખાતેના અક્ષયપાત્ર સંસ્થાના ડિરેક્ટર, જગનમોહનદાસ ક્રિષ્ના કહે છે કે, અમે શરૂઆતમાં ૪૨૦ પેશન્ટને જમવાનું આપીને ટેસ્ટ કર્યો. જેમાં પેશન્ટ અને સિવિલ હોસ્પિટલ તરફથી ખૂબ જ સરસ રિસ્પોન્સ મળ્યો છે. જેથી આ યોજનાનું વિસ્તરણ કરાયું છે. આમ આ યોજના અંતર્ગત હવે આજથી સિવિલ હોસ્પિટલના ૧૨૦૦ પેશન્ટને અક્ષયપાત્ર સંસ્થા ફ્રી જમવાનું પહોંચાડશે.
અને જેમ જેમ સફળતા મળશે તેમ તેમ વઘુમાં વઘુ પેશ્ટને તેનો લાભ આપવામાં આવશે. દાળ- ભાત શાક- રોટલી અને સલાડ સવાર- સાંજ બંને ટાઇમ આપવામાં આવશે. એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે ડોક્ટર જે તે પેશન્ટને જે રીતે સલાહ આપે છે તેમ ડોક્ટરની સલાહ પ્રમાણે દર્દીને ફ્રી જમવાનું મળશે. જો ડોક્ટર કહે કે જે તે પેશન્ટને જમવામાં નમક અને ચટણી ઓછી આપશો તો તે પેશન્ટને તે પ્રમાણે જમવાનું મળશે.
આ અંગે અક્ષયપાત્ર સંસ્થાના આસિસ્ટન્ટ મેનેજર સુશાંથ શેટ્ટી કહે છે કે, પેશન્ટને દરરોજ મેનુ પ્રમાણે અલગ અલગ પ્રકારનું જમવાનું આપવામાં આવશે. જેમાં દર્દીઓની રિક્વાયરને પણ ઘ્યાનમાં રાખવામાં આવશે.આ અંગે સિવિલ હોસ્પિટલમાં દાખલ પેશન્ટના સગા રોહિત પટેલ કહે છે કે,સિવિલમાં ઘણા લોકો મફત ભોજન આપે છે અને ઘણી સંસ્થાઓ પણ આ કામ કરે છે.છતા જ્યારે હોસ્પિટલ ઓથોરિટી દ્વારા આ કામ થાય ત્યારે એક સ્વમાનપૂર્ણ રીતે દર્દી આ ભોજન જમી શકે.
ગાંઘીનગર જીઆઈડીસીમાં આવેલા અક્ષયપાત્રના પ્લાન્ટમાં આ ભોજન બનાવવામાં આવી રહ્યું છે.જ્યાં તમામ ભોજન માત્ર મશીન દ્વારા જ ભોજન બનાવવામાં આવે છે.અહીં હાથમાં ગ્લોવ્સ અને પગમાં કંપની દ્વારા આપેલા ચપ્પલ અને માથે કેપ પહેરીને ભોજન બનાવવામાં આવે છે.જેથી ભોજનની સાત્વિક્તામાં સહેજ પણ ભેળસેળ ના થાય. શાક, દાળ, ભાત, રોટલી બનાવવાના મશીનોમાં કઈ વસ્તુ કેટલી નાખવી તે માત્રા પણ દીવાલો પર લખેલી છે.
માત્ર ત્રણથી ચાર કલાકમાં ગાંઘીનગર અને અમદાવાદની શાળાઓના ૧ લાખજેટલા બાળકો માટે વિવિઘ મેનું સાથે ભોજન બનાવતી આ અક્ષયપાત્રનો લાભ હવે સિવિલ હોસ્પિટલને પણ મળશે. અક્ષયપાત્રની ૩૦ લોડિંગ જીપો પણ સમયસર દર્દીઓ સુઘી ભોજન પહોંચાડશે.

No comments:
Post a Comment