જીવનના મોટા ભાગના વર્ષો પ્રકૃત્તિના પ્રાંગણમાં, જંગલોમાં, પર્વતો તથા ખીણોમાં, નદીના નીરમાં અને સાહસિક પ્રવૃત્તિમાં ગુજારનાર અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા ૭૧ વર્ષના જયંતીભાઈ પટેલે સાઈકલ પર જ ૩ લાખ કિલોમીટરનું અંતર કાપી નાખ્યું છે. આજે આપણે બાઈકના મીટર પર નજર કરીએ તો માંડ ૬૦થી ૭૦ હજાર કિલોમીટર સુધીના જ આંકડા જોવા મળેે. ત્યારે સાઈકલ ચલાવીને ૩ લાખ કિલોમીટરનું અંતર કાપવું એ એક તપશ્ચર્યા જ કહી શકાય.જયંતીભાઈ આજે ૭૧ વર્ષની જૈફ વયે પણ સાઈકલ પર જ ફરવા નિકળે છે, અને આજે પણ એડવેન્ચર એક્ટીવીટીમાં સક્રિય છે. તેઓ સાઈકલ પર ભારતના દરેક સ્થળોએ ફરેલા છે. જયંતીભાઈ કહે છે કે, મને નાનપણથી જ ફરવાનો શોખ હતો અને મેં ૧૦ વર્ષની ઉંમરે સાઈકલ શીખીને સાઈકલ પર ગુજરાતમાં ફરવાનું ચાલુ કરી દીધું હતું. ગુજરાતની એકપણ જગ્યા એવી નહીં હોય કે જ્યાં જયંતીભાઈ સાઈકલ લઈને ના ગયા હોય. ૭૧ વર્ષમાંથી જયંતીભાઈએ ૩૫ વર્ષ તો સાઈક્લીંગ, ટ્રેકિંગ અને પગપાળા યાત્રા કરવામાં જ ગુજાર્યા છે.જયંતીભાઈ પોતાના સાહસિક મિત્રો સાથે ઘરના સભ્યોને કહ્યા વિના જ નિકળી પડતા હતાં.
નાનપણથી જ સાઇક્લિંગના શોખીન ૭૧ વર્ષના જયંતીભાઇ પટેલે ૩ લાખ કિલોમીટર સાઇકલ ચલાવીને સમગ્ર ભારતનું ભ્રમણ કર્યું છે. તેઓ આજે પણ જીંદગીની પ્રત્યેક ક્ષણ એડવેન્ચર એક્ટિવિટી દ્વારા જ માણે છે.
જીવનમાં પૈસા સિવાય પણ ઘણું મેળવવાનું, જોવા-જાણવાનું અને કમાવાનું છે. જયંતીભાઈ ટ્રેકિંગના પણ શોખીન છે.ગુજરાતમાં જેસોર તથા ભારતમાં અમરનાથ તથા ડેલહાઉસીના ટ્રકિંગ પોઈન્ટ તેમને ખુબ ગમે છે. બે દિવસ પછી તેઓ ચેરાપુંજી (મેઘાલય)ની પહાડીઓમાં ફરવા માટે જવાના છે. જયંતીભાઈ કહે છે કે, આજના યુવાનોમાં સાહસિકવૃત્તિ, શારીરિક ક્ષમતા અને નૈતિક હિંમત ઓછી થઈ ગઈ છે.પરંતુ સાહસિકવૃત્તિ કંઈ યુવાનોનો ઈજારો નથી. એક દિવસમાં હું ૨૫૦ કિલોમીટર સાઈક લ ચલાવતો હતો. ૭૦ના દાયકામાં જે પ્રકૃતિ જોવા મળતી એ આજે જોવા ના મળે.હું જોવા ગયેલો હોય એવી ઘણી જગ્યાઓ આજે જેવા પણ નથી મળતી.
અમે જ્યારે સાઇકલ પર પ્રવાસે નીકળતા ત્યારે લોકો પ્રેમથી આવકારતા, અને ખાવા-પીવા તથા ચા-પાણીથી વ્યવસ્થા મફતમાં કરી આપતા. જ્યારે આજે એ કંઇ જોવા મળતું જ નથી. જયંતીભાઇએ સાઇક્લિંગ ઉપરાંત હજારો કિલોમીટર રબ્બરની હોડીમાં બોટિંગ, ટ્રેકિંગ, સ્કૂટર ટૂર જેવી પ્રવૃત્તિઓ પણ ખૂબ કરેલી છે. આ ઉપરાંત ૧૯૭૨માં નર્મદા, તાપીમાં આવેલું પૂર, ૧૯૭૩માં સાબરમતી પુર, મચ્છુ હોનારત જેવી કુદરતી આફતમાં પોતાની સેવા આપી છે. અંતે જયંતીભાઇ કહે છ ેકે, જિંદગીમાં એક વસવસો હંમેશાં રહી ગયો કે ૧૯૫૯માં મારા પાંચ મિત્રો અમદાવાદથી સાઇકલ પર અમેરિકા જવા નીકળ્યા. અને મને ઘરેથી નીકળવાની રજા નહીં મળતા હું એમની સાથે જઇ ના શક્યો. જેનો મને આજે પણ અફસોસ છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

No comments:
Post a Comment