Friday, May 27, 2011

મા-દીકરાના કપરા સંઘર્ષ પછીની મીઠી સફળતા

અમદાવાદના મોટેરા વિસ્તારમાં રહેતા સાગર શાહે પોતાની ટ્યૂશન ફી ભરવા માટે ધો. ૧૦ના વિદ્યાર્થીઓને ટ્યૂશન કરાવી પોતાની ટ્યૂશન ફી ભરીને ધો. ૧૨માં ૭૦૦માંથી ૬૪૫ માર્ક મેળવીને એવન ગ્રેડમાં ઉત્તિર્ણ થયો છે. એચ.બી. કાપડિયા સ્કૂલ શાહીબાગમાં ભણતો સાગર શાહ તેમના મામાના ઘરે રહે છે. આઠ વર્ષ પહેલા સાગરના માતા અલકાબેન શાહ પોતાના ઘરે ખાખરા અને પાપડનો ગૃહ ઉદ્યોગ કરીને પોતાના દીકરાને ભણાવ્યો છે.


સાગરના માતા અલકાબેન શાહ પોતાના ઘરે ખાખરા અને પાપડનો ગૃહ ઉદ્યોગ કરીને પોતાના દીકરાને ભણાવ્યો છે. ૧૨માં ધોરણમાં તેમણે પોતાના ભણતરની સાથે ધો. ૧૦ના વિદ્યાર્થીઓને ટ્યૂશન કરાવીને પોતાના ટ્યૂશનની ૧૩, ૦૦૦ ફી જાતે જ ભરી હતી


ઘરની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે સાગરે ધો. ૧૨માં ભણવાની સાથે સાથે કામ કરીને પોતાનો ખર્ચો પણ ઉપાડ્યો છે. સાગરે ધો. ૧૦માં પણ ૯૧ ટકા મેળવ્યા હતા. ૧૨માં ધોરણમાં તેમણે પોતાના ભણતરની સાથે ધો. ૧૦ના વિદ્યાર્થીઓને ટ્યૂશન કરાવીને પોતાના ટ્યૂશનની ૧૩, ૦૦૦ ફી જાતે જ ભરી હતી. સાગર તેમની સફળતાનો શ્રેય તેમના મામા- મામી અને માતાને આપે છે. આ અંગે સાગર કહે છે કે, મારા ભણતર માટે મારી મમ્મી છેલ્લા આઠ વર્ષથી ખાખરા- પાપડનો ગૃહ ઉદ્યોગ કરે છે. જેથી મેં પણ નક્કી કર્યું કે હું મારા ભણતરનો ભાર મારી જાતે જ ઉપાડીશ. સાગરને એકાઉન્ટમાં રસ હોવાથી તે સી.એ કરવા માગે છે. નવરાશના સમયે સાગર રાત્રે તેમની માતાને ખાખરા- પાપડ બનાવવામાં પણ મદદ કરતો હતો. ઘરની જવાબદારી અને દીકરાના ભણતરની જવાબદારી તેમણે ખાખરા- પાપડ બનાવીને જ ઉપાડી છે.

મારા પિતાની મજૂરીને વિચારીને હું મહેનત કરતી થઈ

કાલુપુર ચોખા બજારમાં કામ કરતા વસંતભાઇ પટેલની પુત્રીએ ૯૧ ટકા મેળવ્યા, પરંતુ પિતાના પાંચ હજાર પગારને કારણે સી.એને બદલે તેમને બી.કોમ કરવું પડશે. તેમના પિતા કહે છે કે છોકરીને સી.એ કરવાની ઇચ્છા છે પણ ખર્ચના પૈસા નથી

મણીનગર જીવરાજ હાઉસંિગ બોર્ડ સોસાયટીમાં એક રૂમ રસોડામાં રહેતી અને જય સોમનાથ હાયર સેકન્ડરી સ્કૂલ ખોખરામાં અભ્યાસ કરતી મીતાક્ષી પટેલે ૭૦૦માંથી ૬૪૦ માર્ક્સ મેળવી ૯૧ ટકા સાથે એ વન ગ્રેડ મેળવ્યો છે. મહત્ત્વની વાત એ છે કે મીતાક્ષીના પિતા વસંતભાઇ પટેલ છેલ્લા ૨૨ વર્ષથી કાલુપુર ચોખા બજારમાં કામ કરે છે. તેમણે પોતાના તમામ મોજશોખને નેવે મૂકીને પોતાની પુત્રીને ભણાવી છે. આ અંગે વસંતભાઇ કહે છે કે, મારો પગાર પાંચ હજાર રૂપિયા છે, અને આટલી મોંઘવારી અને ઊંચી ફી ભરીને મેં મારી પુત્રીને ભણાવી છે. એ માટે અમે બને તેટલી કરકસર કરી છે, પરંતુ આર્થિક સંકડામણને કારણ ેમીતાક્ષી ટ્યૂશન રાખ્યું નહોતંંુ.
આ અંગે મીતાક્ષી કહે છે કે, મારા પપ્પા મજૂરી કરીને મને ભણાવે એ જ મહત્ત્વની વાત છે. અને આટલા પગારમાં પહોંચીના વળાય એ સ્વાભાવિક છે. દિવસે સોસાયટીનો દેકારો હોવાથી મીતાક્ષી વાંચી પણ નહોતી શકતી. તેથી મીતાક્ષી રાત્રે ધાબા પર જઇને વાંચતી હતી, કારણ કે એક જ રૂમ- રસોડું ોવાથી ધાબા પર જ વાંચવું પડતંંુ હતું.
તેમણે પોતાના પરિવારની સ્થિતિને જાણીને ટ્યૂશન વિના જ ૯૧ ટકા મેળવ્યા એ સારી વાત કહેવાય. મીતાક્ષીને ગુજરાતી નવલકથા વાંચવાનો બહું શોખ છે. દર રવિવારે તે છાપાઓમાં આવતી નવલકથાઓ પરીક્ષા વખતે પણ વાંચી લેતી હતી. તેમણે પોતાની સફળતાનો શ્રેય તેમના મમ્મી- પપ્પા અને સ્કૂલને આપ્યો છે, પરંતુ હવે મુશ્કેલી એ વાતની છે કે તેમને સી.એ કરવાની ઇચ્છા છે, પરંતુ નબળી પરિસ્થિતિને કારણે તે સી.એને બદલે બી.કોમ કરશે.

દીકરા- દીકરીઓનું ઉંચું પરિણામ જોઈને પાનનો ગલ્લો ચલાવતા પિતા ઘુ્સકેને ઘુ્સકે રડ્યા

એચ.બી. કાપડિયા સ્કૂલ શાહીબાગનો વિદ્યાર્થી કુશલ અનકટે ધો. ૧૨માં ૯૩ ટકા મેળવ્યા છે. અમદાવાદના માણેકચોકની સાંકડીશેરીમાં નાનકડા રૂમમાં રહીને તેમણે પોતાના પિતાનું નામ રોશન કર્યું છે. તેમના પિતા ભરતભાઇ માણેકચોકમાં પાણીના પાઉચ વેંચીને અને પાનનો ગલ્લો ચલાવીને તેમના પુત્રને ભણાવ્યો છે. જ્યારે આર્થિક સંકડામણ હોવાથી કુશલની માતા સુધાબેન પણ ગાંધી રોડ પર સ્ટેશનરીમા ંજોબ કરતા હતા. આમ તેમના માતા- પિતાએ રાત્રે દોઢ વાગ્યા સુધી મજૂરી કરીને કુશલને ભણાવ્યો. કુશલ હવે સી.એ વીથ એમ.બી.એ કરવા માગે છે.


માણેકચોકમાં પાનનો ગલ્લો ચલાવનાર ભરતભાઇ અનડકટના પુત્ર કુશલે ૯૩ ટકા મેળવ્યા. તો રાયપુરની પોળમાં ઘરની અંદર જ નાનકડી પ્રોવિઝન સ્ટોર ચલાવતા જીજ્ઞેશભાઇની પુત્રી સોનિયા મોદી એ વન ગ્રેડ સાથે ઉત્તિર્ણ થઇ. તો સી.ટી.એમ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવનાર અને એક જ રૂમામાં છ સભ્યો સાથે રહીને આરતી ઠક્કરે પણ એ વન ગ્રેડ મેળવ્યો.



રાયપુરમાં રહેતી સોનિયા મોદી પોતાના પપ્પાને પ્રોવિઝન સ્ટોરમાં હેલ્પ કરવાની સાથે ધો. ૧૨માં એ વન ગ્રેડ સાથે ઉત્તિર્ણ થઇ છે. તેમના પિતા જીજ્ઞેશભાઇ રાયપુરની પોળમાં પોતાના ઘરે જ નાનકડી પ્રોવિઝન સ્ટોર ચલાવીને પોતાની પુત્રીને ભણાવી છે. વધારે પડતી ફાયનાન્સિયલ તકલીફને કારણે સોનિયાના મમ્મી પિન્કીબેન પણ પ્રોવિઝન સ્ટોરની સાથે સાથે સીઝનેબલ ધંધો કરે છે. સોનિયા હવે સી.એસ બનવા માગે છે.
જય સોમનાથ સ્કૂલમાં અભ્યાસ કરતી અને ધો. ૧૨માં એવન ગ્રેડ મેળવનાર આરતી ઠક્કરના પિતા સી.ટી.એમ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવે છે. આરતી ઠક્કર તેમના પરિવારના છ સભ્યો સાથે એક જ રૂમમાં રહે છે. અને આરતીને મોટેથી વાંચવાની ટેવ હોવાથી ઘરમાં બધા સૂઇ જતાં ત્યારે તે રાત્રે બાર વાગ્યા પછી વાંચતી હતી. અઆમ સંયુક્ત પરિવારની વચ્ચે રહીને પણ તેમણે પોતાના મમ્મી- પપ્પાની મહેનતને સાર્થક કરી છે.

સારા ટકા સાથે પ્રાકૃત જેવી પ્રાચિન ભાષાનું જ્ઞાન

 ધો. ૧૨ ઇંગ્લીશ મીડિયમમાં ૯૩ ટકા મેળવનાર જૈની શાહ જૈન ધર્મનો ગ્રંથોનો અભ્યાસ કરવા માટે વસંતકુંજ જૈન ઉપાશ્રયમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષા પણ શીખતી હતી. જૈન દર્શનના પગલે હું અભ્યાસમાં વઘુ સફળ થઈ

લીટલ ફ્‌લાવર હાઇસ્કૂલમાં અભ્યાસ કરનાર અને ધો. ૧૨માં ૯૩ ટકા મેળવનાર પાલડી વિસ્તારમાં જૈન પરિવારમાં રહેતી જૈની શાહ ઇંગ્લીશ મીડિયમમાં અભ્યાસ કરે છે અને સાથે જૈન ધર્મ પ્રત્યેના લગાવને કારણે વસંતકુંજ જૈન ઉપાશ્રયમાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના ક્લાસ પણ કરતી હતી. ઇંગ્લીશ મીડિયમમાં હોવા છતાં જૈની શાહને ગુજરાતી વિષયમાં
ૉ૮૮ માર્ક્સ અને ઇંગ્લીશમાં ૮૩ માર્ક્સ છે. આ અંગે જૈની શાહ કહે છે કે, મને જૈન ધર્મ પ્રત્યે લગાવ હોવાથી હું જૈન ધર્મગ્રંથોનો અભ્યાસ કરવા માટે ઉપાશ્રયમાં સંસ્કૃત અને પ્રાકૃત શીખવા માટે જતી હતી. ઇંગ્લીશ મીડિયમમાં હોવા છતાં હું સાદા જીવનને મહત્ત્વ આપું છું, અને પંખો, ફ્રીઝ, ટીવીનો હું ભાગ્યે જ ઉપયોગ કરું છું. ૧૨માં ધોરણાં હોવા છતાં હું દિવસે જ વાંચતી હતી. લાઇટનો હું નહિવત્‌ ઉપયોગ કરું છું. તેમને જૈન ધર્મના પાંચ પ્રતિકમણ મોઢે છે. તથા જીવન વિચાર અને નવ તત્ત્વનો પણ અભ્યાસ કરેલો છે.
એકાઉન્ટમાં ઇન્ટરેસ્ટ હોવાથી જૈની હવે સી.એ બનવા માગે છે. અને જૈની કહે છે કે, હું આગળ ભણીશ તો પણ મારા ધર્મ અને આપણી પ્રાચીન ભાષા સંસ્કૃત અને માતૃભાષાને ક્યારેય નહીં ભુલું. એક રીતે જોવા જઈએ તો જૈનદર્શનમાં દર્શાવેલા નિયમોનું બરોબર પાલન કરીને જૈનીએ પોતાની સફળતાનો સાક્ષાત્કાર કર્યો છે.

મારા પિતા જે ના કરી શક્યા તે હું કરીશ

અમદાવાદની નવચેતન વિદ્યાલય પાલડીમાં અભ્યાસ કરતી ઘ્વની ચુડગર પતોાના પિતાનું સી.એ બનવાનું અઘુરું સપનું પૂર્ણ કરશે. ધો. ૧૨માં ૯૪ ટકા મેળવનાર ઘ્વની સી.એ. બનવા માગે છે. ઘ્વનિના પિતા શૈલેષભાઇ ચુડગર સી.એ બનવા મગાતા હતા, પરંતુ તેઓ સી.એની ફાઇનલ એક્ઝામમાં દસ વખત ટ્રાયલ કરવા છતાં તેઓ સી.એની ફાઇનલ એક્ઝામ પાસ ના કરી શક્યા. શેલેષભાઇ કહે છે કે, મેં ૧૯૭૯-૮૦માં સી.એની ફાઇનલ એક્ઝામમાં દસમી વખત ટ્રાય કરી હતી, છતાં પણ હું સફળ ના થઇ શક્યો. અત્યારે તેઓ એન્જિનિયરંિગ કંપનીમાં જોબ કરે છે. ૫૫ વર્ષના શૈલેષભાઇ સી.એ ઇન્ટર થયેલા છે, પરંતુ સી.એની ફાઇનલ એક્ઝામ પાસ ન કરી શક્યા.
સી.એની ફાઇનલ એક્ઝામમાં દસ ટ્રાયલ આપવા છતાં નિષ્ફતા મેળવનાર ૫૫ વર્ષના શૈલેષ ચુડગરની સી.એ બનવાની અઘુરી ઇચ્છા ધો. ૧૨માં ૯૪ ટકા મેળવનાર તેમની પુત્રી ઘ્વની પૂર્ણ કરશે. 


 તેમનું આ અધુરું સપનું તેમની પુત્રી ઘ્વની પૂર્ણ કરશે. આ અંગે ઘ્વની કહે છે કે, સી.એ કરવા માટે મારા પર કોઇ ફોર્સ નથી, પણ સી.એમાં સારું ભવિષ્ય હોવાથી મેજ સી.એ કરવાનું નક્કી કર્યું છે, અને મારા પપ્પાનું સપનું હું પૂર્ણ કરીશ.

Wednesday, May 18, 2011

ચોસઠ કળાઓને બચાવવાનું અનોખું અભિયાન

ગુજરાતની પ્રાચીન કળાઓને બચાવવા માટે વિવિઘ તાલુકાના જાણીતા આર્કિટેક, પ્રોફેસરો, શિક્ષકો, એડવોકેટ, એન્જિનિયર, બિઝનેસમેન સંસ્કાર ભારતી સંસ્થા દ્વારા પોતાના કામની સાથે સાથે રજાના દિવસોમાં વિસરાતી કલાને જાળવવાનું તથા વિવિધ પ્રકારની કલાના માઘ્યમથી સમાજમાં સંસ્કૃતિ સિંચનનું કાર્ય કરે છે
ભારતીય સંસ્કૃતિ અને આપણી મૂળ કલાઓ તેના ઓરિજિનલ રૂપમાં જ સચવાઇ રહે તે માટે ગુજરાતમાં ૧૯૮૯થી સંસ્કાર ભારતી સંસ્થા કામ કરી રહી છે. મહત્ત્વની વાત એ છે કે આ સંસ્થા સાથે જોડાઇને કામ કરનારા લોકો કોઇ પણ પ્રકારની અપેક્ષા વિના પોતાના ખર્ચે આપણી મૂળ કલા અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે વોલન્ટરી કાર્ય કરી રહ્યા છે. જેમાં આર્કિટેક, પ્રોફેસરો, શિક્ષકો, એડવોકેટ, એન્જિનિયર,
બિઝનેસમેન જેવા સમાજના પ્રતિષ્ઠિત લોકો પોતાના કામની સાથે સાથે રજાના દિવસોમાં વિસરાતી કલાને જાળવવાનું તથા વિવિધ પ્રકારની કલાના માઘ્યમથી સમાજમાં સંસ્કૃતિ સિંચનનું કાર્ય કરે છે. લોકોને આપણી મૂળ કલા અને સંસ્કૃતિ પ્રત્યે કલાભિમુખ કરવા માટે ગુજરાતમાં એક હજારથી વધારે કલાકારો સંસ્કાર ભારતી સંસ્થા દ્વારા વોલન્ટરી કાર્ય કરે છે.

આજે ગામડામાં અનેક કલાકારો એવા છે જે આપણા મૂળ દેશી વાદ્યો વગાડે છે, પરંતુ તેઓ પોતાની કલાને સમાજ સુધી પહોંચાડી શકતા નથી. તેથી આવા કલાકારો એક મંચ ઉપર ઉપસ્થિત થાય અને તેમની કલા સમાજ સુધી પહોંચે તે માટે સંસ્કાર ભારતી સંસ્થાના સભ્યો વોલન્ટરી કાર્ય કરી રહ્યા છે. આ અંગે સંસ્કાર ભારતી સંસ્થામાં વોલન્ટરી કાર્ય કરતા સભ્યોએ પોતાના અભિપ્રાયો આપ્યા હતા.
આ અંગે અમદાવાદના આર્કિટેક ઓજસ હિરાણી કહે છે, હું છેલ્લા ૨૨ વર્ષથી આ સંસ્થા સાથે જોડાઇને કલાકારો, વનવાસી કલાકારોને સાથે લઇને ભવાઇ, કઠપૂતળી, રાવણહથ્થો, વાદીઓ, પાઘડી બાંધવાની કલા જેવી વિસરાતી કલાના કલાકારોને એકઠા કરી તેમને સમજાના મુખ્ય વર્ગ સુધી પહોંચાડવાનું કામ કરું છું.

તો અન્ય એક ચાહક સંજય ઉપાઘ્યાય માને છે કે, છેલ્લા પાંચ વર્ષથી હું સંગીત કલા ઉપર કામગીરી કરું છું. વિજયનગરની પોળો અને આદિવાસી વિસ્તારોમાં આજે પણ એવા લોકો છે જે જુની દેશી પદ્ધતિથી જુના વાદ્યો વગાડે છે. આવા કલાકારોને જાહેરમાં લોકો સમક્ષ લાવવાનું કામ સંસ્કાર ભારતી દ્વારા કરું છું.

હિંમતનગરમાં શિક્ષણ સાથે સંકળાયેલા પ્રકાશ વૈદ્ય કહે છે, આપણી સંસ્કૃતિ અને કલા ટકી રહે તથા જુની કલાના કલાકારોને સમાજ સુધી લાવવા અને સમાજને કલા પ્રત્યે આકર્ષવા માટે હું છેલ્લા દસ વર્ષથી સંસ્કાર ભારતી સાથે જોડાઇને કલ્ચર એક્ટિવિટી કરું છું. સાહિત્ય, રંગમંચ, લલિત કલાઓ જેવી બધી જ કલાને તેના મૂળ રૂપમાં જાળવવાનો પ્રયત્ન કરીએ છીએ.
હિંમતનગરમાં શિક્ષણ સાથે સંકળાયેલા પ્રકાશ વૈદ્ય કહે છે, આપણી સંસ્કૃતિ અને કલા ટકી રહે તથા જુની કલાના કલાકારોને સમાજ સુધી લાવવા અને સમાજને કલા પ્રત્યે આકર્ષવા માટે હું છેલ્લા દસ વર્ષથી સંસ્કાર ભારતી સાથે જોડાઇને કલ્ચર એક્ટિવિટી કરું છું. સાહિત્ય, રંગમંચ, લલિત કલાઓ જેવી બધી જ કલાને તેના મૂળ રૂપમાં જાળવવાનો પ્રયત્ન કરીએ છીએ.


હું છેલ્લા બાર વર્ષથી સંસ્કાર ભારતી સાથે સંકળાઇને ઉત્તર ગુજરાતમાં વિવિધ પ્રકારની કલાનો પ્રચાર પ્રસાર કરું છું. આ માટે લોકોને સંગઠીત કરી અને વિવિધ પ્રકારના ઉત્સવો તથા કલાના કાર્યક્રમોનું આયોજન કરું છું.
- જયદીપ રાજપુત, એડવોકેટ, વિસનગર


 હું છેલ્લા દસ વર્ષથી આ સંસ્કાર ભારતી સાથે જોડાઇને આપણી મૂળ નાટ્ય કલાને જાળવવાનંુ કાર્ય કરું છું. ગામડાઓમાં જઇને આપણી નાટ્ય કલાનો પ્રચાર કરું છું. ખાસ કરીને યુવાનો આ અંગે જાગૃત થાય એ જરૂરી છે. જો યુવાનો જાગશે તો જ આપણી મૂળ ધરોહર સચવાઇ રહેશે.
- નયન વ્યાસ, હેડ ક્લાર્ક, નડિયાદ

સમાજમાં જે વિકૃતિઓ આવે છે એ કલાના માઘ્યમથી જ આવે છે. તેથી નવોદિત કલાકારોને જોડીને દેશનેવિકૃતિઓથી બચાવવાનું કામ કરીએ છીએ. પહેલા આપણને લોકગીતો, લગ્ન ગીતો જેવી કલાઓ વારસામાં મળતી, પરંતુ આજે કુટુંબ પ્રથા ભાંગી પડી હોવાથી આ કાર્ય અટકી ગયું. તેથી મેં મારું જીવન યુવાનો, શિક્ષણ અને ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા માટે સમર્પિત કરી દીઘું છે.
- રાજુજી પરમાર, અઘ્યક્ષ, વિસનગર



નારિયેળના વેસ્ટ રેસામાંથી બનતા એન્ટીક આર્ટિકલો













હિંમતનગર જિલ્લાના ઈડરની બાજુમાં આવેલા બડોલી ગામના ઇન્દ્રસિંહ રાઠોડ છેલ્લા દસ વર્ષથી નારિયેળના વેસ્ટ રેસામાંથી બેસ્ટ આર્ટિકલ બનાવે છે અને ન્યુઝિલેન્ડ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશો સુધી આ વસ્તુઓની ડિમાન્ડ છે

હિંમતનગર જિલ્લાના ઈડરની બાજુમાં આવેલા નાનકડા બડોલી ગામમાં નારિયેળના વેસ્ટ રેસામાંથી દરેક પ્રકારની ગૃહ સજાવટની વસ્તુઓ બનાવવાનો ગૃહઉદ્યોગ ચાલે છે. બડોલીના ઈન્દ્રસિંહ રાઠોડ નકામા છોતરાઓને રીફ્લેશ કરીને તેમાંથી સુંદર આર્ટિકલો બનાવે છે. ઈન્દ્રસિંહે આ કામ કરવા માટે આર.ટી.આઈ.ના તાલીમ વર્ગોમાંથી ખાસ પ્રકારની તાલીમ લીધી છે. ઘણી વખત વેસ્ટ વસ્તુમાંથી બનાવેલી બેસ્ટ વસ્તુ જોઈને આપણને એવું લાગે કે આ વસ્તુ ખરેખર એન્ટીક છે અને આવી જ એન્ટીક વસ્તુઓ ઇન્દ્રસિંહ નારિયેળના વેસ્ટ રેસામાંથી બનાવે છે.
આ અંગે ઈન્દ્રસિંહ કહે છે કે, હવે હું આ કામમાં એટલો માસ્ટર બની ગયો છું કે કોઈપણ વસ્તુના ફોટા ઉપરથી પણ હું તે વસ્તુને નારિયેળના રેસામાંથી બનાવી શકું છું અને માત્ર ગુજરાત જ નહિં પણ દિલ્હી સુધી હું હેન્ડીક્રાફ્ટના એક્ઝિબિશનમાં મારી વસ્તુઓને ડિસ્પ્લે કરું છું. મંદિરો અને આસપાસની જગ્યાએથી નારિયેળના વેસ્ટ છોતાઓ લાવવા માટે તથા છોતાઓમાંથી રેસાઓને અલગ કરવા માટે આ ઉદ્યોગ ગામની ૩૦ પછાત વર્ગની બહેનોને પણ રોજગારી પૂરી પાડે છે. સૌપ્રથમ આજુબાજુના ગામો તથા મંદિરોમાંથી નારિયેળના વેસ્ટ છોતાઓ ભેગા કરીને તેમાંથી રેસાઓને અલગ કરવામાં આવે છે. પછી એ રેસાઓને મશીનમાં રીફ્લેશ કરવામાં આવે છે. જેથી રેસાઓ એકદમ ક્લીન થઈ જાય છે. પછી ઈન્દ્રસિંહ પોતાની હાથ કલા-કારીગરી દ્વારા એ રેસાને ગૂંથીને દરેક પ્રકારની વસ્તુઓ બનાવે છે. જે પ્રકારની વસ્તુ હોય એ મુજબ એ વસ્તુને વેસ્ટ કાપડના ટુકડા અને જરૃરિયાત મુજબની વસ્તુઓ વાપરીને તેને શણગારવામાં આવે છે.

વોલ પીસસ, તોરણ, રમકડાં, મોર, હાથી, ટેબલ, ઝુલા, ગણપતિની મૂર્તિ, ઝુમ્મર, સંત-મહાત્માની મૂર્તિઓ જેવી દરેક પ્રકારની વસ્તુઓ ઇન્દ્રસિંહ નારિયેળના વેસ્ટ કચરામાંથી બનાવે છે.

આ ઉદ્યોગમાં ગામની પછાત વર્ગની બહેનો પણ નારિયેળના વેસ્ટ કચરામાંથી બનાવે છે. આ ઉદ્યોગમાં ગામની પછાત વર્ગની બહેનો પણ દિવસના ૩૦૦ થી ૪૦૦ રૃપિયાનું કામ કરે છે.

મહત્ત્વની વાત એ છે કે આ વસ્તુઓની ડિમાન્ડ દેશ-વિદેશમાં પણ છે. ન્યુઝિલેન્ડ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંતી પણ ઇન્દ્રસિંહને વિવિધ વસ્તુઓ બનાવવાનો ઓર્ડર મળે છે. આ અંગે ઇન્દ્રસિંહ કહે છે કે, એક્ઝિબિશનમાં આવતાં વિદેશીઓ મારી વસ્તુઓ જોઈને પોતાને ગમતી વસ્તુઓ બનાવવાનો ઓર્ડર આપે છે. હમણાં જ મને ન્યુઝિલેન્ડથી રાષ્ટ્રીય પક્ષી કિવિ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. જેનું કામ ચાલુ છે. ક્યારેક તો ઓર્ડર પૂરા કરવા માટે ઉજાગરા પણ કરવા પડે છે.

સો રૃપિયાથી લઈને દસ હજાર રૃપિયા સુધીમાં એક આર્ટિકલ તૈયાર થાય છે અને આ આર્ટિકલની કિંમત નંગ ઉપર નહીં પણ ફૂટ ઉપર નક્કી થાય છે. જેટલા ફૂટના રેસાનું કામ થયું હોય એ પ્રમાણે જેતે વસ્તુની કિંમત નક્કી થાય છે. નારિયેળના રેસામાંથી બનેલી આ વસ્તુઓને પ્રથમ નજરે જોતાં એવું લાગે કે તે લાકડાની બનાવેલી છે.

આઈ.આઈ.ટી. ખડગપુરમાંથી ક્રાયોજનિક એન્જિનિયરીંગમાં પીએચડી થનાર ભારતની પ્રથમ ગુજરાતી મહિલા

આઈ.આઈ.ટી.માં એડમીશન મેળવવું એ દરેક સ્ટુડન્ટનું ડ્રિમ હોય છે. પરંતુ બહુ ઓછા સ્ટુડન્ટ આઈ.આઈ.ટી.માં એડમીશન મેળવવામાં સફળ થાય છે ત્યારે ગુજરાતના ભાવનગરની વતની અને હાલમાં વડોદરામાં રહેતી અદિતી ઓઝાએ ભારતની ખ્યાતનામ ઇન્સ્ટિટયૂટ આઈ.આઈ.ટી. ખડગપુરમાંથી ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
 
ક્રાયોજનિક એન્જિનિયરીંગ એટલે શું ?ક્રાયોજનિક એન્જિનિયરીંગ એટલે વાતાવરણને ઠંડુ કરવાની પ્રક્રિયા ઃ કોલ્ડ સ્ટોરેજ અને રોકેટ મિસાઇલમાં વાતાવરણને માયનસ ૧૫૦ થી ૨૭૨ ડિગ્રીએ ઠંડુ કરવા માટે ઉપયોગમાં લેવાતા લિક્વીડ ગેસનું વહન કરતાં સિલિન્ડરના જોખમોથી કેવી રીતે બચી શકાય તેના પર રિસર્ચ કર્યું છે


અદિતીએ ૨૦૦૩માં વલ્લભવિદ્યાનગરની બિરલા વિશ્વકર્મા એન્જિનિયરીંગ કોલેજમાંથી મેકનીકલ એન્જિનિયર પૂર્ણ કરીને ૨૦૦૫માં અમદાવાદની એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજમાંથી ક્રાયોજનિક એન્જિનિયરીંગમાં માસ્ટરની ડિગ્રી મેળવીને મહેસાણાની ગણપત એન્જિનિયરીંગ કોલેજમાં લેક્ચરર તરીકે નોકરી મેળવી. આ અંગે અદિતી કહે છે કે, ક્રાયોજનિક એન્જિનિયરીંગમાં વધારે રિસર્ચ કરવાની ઇચ્છાને કારણે મેં આઈ.આઈ.ટી. ખડગપુરમાંથી પી.એચ.ડી.ની ડિગ્રી મેળવવાનું નક્કી કર્યું. મેં આઈ.આઈ.ટી.માં એડમીશન મેળવવા માટે ખૂબજ મહેનત કરી. અને ૨૦૦૬માં તે આઈ.આઈ.ટી. ખડગપુરમાં ક્રાયોજનિક એન્જિનિયરીંગમાં 'લિક્વિડ ગેસના વહન કરતાં સાધનોમાં ઉત્પન્ન થતાં જોખમો' સબ્જેક્ટ ઉપર રિસર્ચ સ્કોલર તરીકે જોડાઈ. ક્રાયોજનિક વિષય અંતર્ગત તેમણે ફૂડ સ્ટોરેજ, હાઈ સ્ટોરેજ, રોકેટ મિસાઈલ વગેરેમાં વાતાવરણને માઈનસ ૧૫૦ ડિગ્રીથી ૨૭૨ ડિગ્રી કરવા માટે હવામાં રહેલા જુદા જુદા તત્વોને ક્રાયોજનિક ટેકનોલોજી દ્વારા લિક્વિડ ગેસમાં રૃપાંતર કરવામાં આવે ત્યારે એ તત્વોનું વહન કરતા સિલિન્ડરમાં કેવી રીતે આગ લાગે તથા તેને કેવી રીતે અવોઈડ કરી શકાય તે માટે તેમણે ચાર વર્ષ સુધી આઈ.આઈ.ટી.માં રિસર્ચ કર્યું અને જાન્યુઆરી ૨૦૧૧માં તેમણે ક્રાયોજનિક એન્જિનિયરીંગમાં આઈ.આઈ.ટી.માંથી પી.એચ.ડી. ની ડિગ્રી પ્રાપ્ત કરી.

આ ઉપરાંત અદિતીએ ૨૦૦૮માં ઓસ્ટ્રેલિયાના બ્રેસબીન ખાતે યોજાયેલી ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીની આંતરરાષ્ટ્રીય ક્રાયોજનિક કોન્ફરન્સમાં તથા છૈંૈંય્સ્છની કોણાર્કમાં યોજાયેલ એન્યુઅલ કોન્ફરન્સમાં પણ શ્રેષ્ઠ પેપર પ્રેઝન્ટેશનના એવોર્ડ મેળવેલા છે. ખાસ મહત્ત્વની વાત એ છે કે, ગુજરાતની અદિતી ઓઝા ભારતની પ્રખ્યાત ઈન્સ્ટીટયૂટ આઈ.આઈ.ટી.માંથી ક્રાયોજનિક એન્જિનિયરીંગ સબજેક્ટમાં ડોક્ટરેટની પદવી મેળવનાર સમગ્ર ભારતમાંથી પ્રથમ મહિલા છે. જે ગુજરાત અને ભાવનગર માટે ગૌરવની વાત છે. ગુજરાતની અદિતીએ સાબિત કરી દીધું કે જો મન મક્કમ હોય તો વિશ્વની કોઈપણ યુનિવર્સિટીમાં એડમીશન મેળવવું અશક્ય નથી. પરંતુ એ માટે હાર્ડવર્ક સિવાય સફળ થવાનો કોઈ શોર્ટકટ રસ્તો નથી.

ગાંઘીજીને મળવાની અઘૂરી ઇચ્છા કંઈક આ રીતે રજૂ કરું છું

ગાંધીજીની પૂણ્યતિથિ નિમિત્તે ગૂજરાત વિદ્યાપીઠના ઇતિહાસ અને સંસ્કૃતિ હોલમાં આજથી ગાંધીજીના ફૂટ પેઇન્ટિંગ્સનું પ્રદર્શન ખુલ્લુ મૂકવામાં આવશે. આ પેઇન્ટિંગ્સ મુંબઇના ૭૩ વર્ષીય આર્ટિસ્ટ ગુલબાનું મરચન્ટ તૈયાર કર્યા છે. ગુલબાનુંએ ખાસ રંગ તથા સ્ટીલ અને તાંબાની પ્લેટ પર પેઇન્ટિંગ્સ તૈયાર કર્યા છે. ગુલબાનું વ્યવસાય અલે.એલ.બી છે. તેમની પાસે બેઝિક આર્ટ પણ નહોતી પરંતુ નાનપણના શોખને કારણે તેઓ આર્ટની તાલીમ લીધા વિના ડુડલિંગથી જોયા વગર જ ચિત્રો બનાવતા. ત્યાર પછી ફૂલોને સામે રાખીને નેચર ડ્રોઈંગ તથા કેનવાસ પેઇન્ટિંગ બનાવ્યા. તેમની પાસે ગાંધીજીના કોઇ ખાસ પેઇન્ટિંગ્સ નહોતા, પરંતુ ૨૦૦૦ની સાલમાં વનસ્થલિ વિદ્યાપીઠની મુલાકાતને કારણે તેમને ત્યાંથી ગાંધીજીના પગ જોયા અને ફૂટ પેઇન્ટિંગ બનાવવાની પ્રેરણા મળી.
ગાંધીજીની પૂણ્યતિથિ
નિમિત્તે ગૂજરાત વિદ્યાપીઠમાં મુંબઇના વયો વૃદ્ધ આર્ટિસ્ટ ગુલબાનું મરચન્ટના 
ગાંધીજીના ફૂટ સ્ટેપ 
પેઇન્ટિંગ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે

ગાંધીજીના ફૂટ પેઇન્ટિંગ તેમણે તાંબાની પ્લેટ, સ્ટીલની પ્લેટ, ટેરા કોટા માટી, એક્રેલિક કોલાજ કલર, એક્રેલીક, ખોઇલ તથા તેમનો પોતાના બનાવેલો બ્લેક કલરમાં બનાવ્યા છે. પેઇન્ટિંગમાં રેતી છે તો કોઇમાં શંખલાનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત જુના જમાનાની ટાઇલ્સના ટુકડાનો ઉપયોગ પણ તેમે કર્યો છે. તાંબા, મેટલ અને સ્ટીલ પર બનાવેલા પેઇન્ટિંગ આકર્ષક છે. તેમાં તેમણે ઇનોમેલિંગ પાઉડરના ઉપયોગ કરીને બનાવ્યા છે.

આ પેઇન્ટિંગ્સની સાથે તેમણે કાવ્યો પણ લખ્યા છે. પેઇન્ટિંગ્સમાં ફક્ત ગાંધીજીના ફૂટ સ્ટેપ, લાકડી અને ઘડિયાળ બનાવવામાં આવી છે. જેનો અર્થ એવો થાય છે કે ગાંધીજીના જીવનના જે સ્ટેપ હતા તેમને ફોલો કરવા જોઇએ. ગુલબાનું કહે છે કે, મને ગાંધીજીને મળવાની ખૂબ ઇચ્છા પણ હું ત્યારે નાની હતી તેથી મળી ના શકી. ૧૯૮૦માં હું ગાંધીજીના હિમાલયમાં આપેલા કોસાની આશ્રમમાં ગાંધીજીના રૂમમાં રહી હતી તે મારા માટે સદ્ભાગ્યની વાત છે.

તસવીર : સુરેશ મિસ્ત્રી

સી.એ ક્લિઅર કરવાનો એક જ શોર્ટકટ છે- સખત મહેનત

સી.એની પરીક્ષામાં અમદાવાદના આઠ વિદ્યાર્થીઓ ટોપર્સ બન્યા છે ત્યારે બઘાં જ વિદ્યાર્થીઓનો સૂર એક જ હતો ‘સખત મહેનત ’આખા ભારતમાં ત્રીજા નંબરે આવેલો અમદાવાદનો લોકેશ ગાંઘી કહે છે કે, મારે ઘોરણ ૧૦માં ૮૮ ટકા અને ૧૨માં ૮૯ ટકા હતા. છતાં પણ મને સી.એની પાઇનલમાં ત્રીજા રેનન્કની આશા નહોતી. હું સિલેબસનું કવરેજ વઘારે કરતો હતો. અને પ્રેક્ટિકલ સબજેક્ટમાં સ્ટડી મટિરિયલનો વઘારે અભ્યાસ કરતો હતો. થિયરીમાં પણ ટોપિક સિલેક્ટ કરીને ઇન્ટરનેટ પરથી તેમજ રેફરન્સ બુક્સમાંથી ૬થી ૮ કલાક રિડિંગ કરતો હતો. હવે સી.એની પ્રેક્ટિસ કરવાની ઇચ્છા છે.
 અમદાવાદના આઠ વિદ્યાર્થીઓએ સી.એની પરીક્ષામાં ટોપ કરીને એ સાબિત કર્યુ છે કે બિઝનેસ હબ ગુજરાતના વિદ્યાર્થીઓ ચાર્ટર્ડ એકાઉન્ટિંગમાં હંમેશા અવ્વલ જ રહેશે.એમાં પણ હિમાંશુ અગ્રવાલના પિતાએ પાનનો ગલ્લો ચલાવીને બહુ ઘીરજ પૂર્વક સંઘર્ષ કર્યો છે
સી.એની ફાઇનલ એક્ઝામમાં ૫૮.૫ ટકા સાથે સાતમાં ક્રમે આવનાર અમદાવાદનો પ્રદિપ સોની કહે છે કે, મારે ઘો.૧૦માં ૭૦ ટકા અને ઘો.૧૨માં ૭૪ ટકા સાથે રાજસ્થાન બોર્ડમાંથી પાસ કર્યું છે. અને અમદાવાદની એલ.જે. કોલેજમાંથી બી.કોમ કર્યું છે. જ્યારે સી.એમાં મને સારા માર્કસ સાથે પાસ થવાની આશા હતી પણ રેન્કની અપેક્ષા નહોતી. ત્રણ મહિના સુઘી હું ડેઇલી આઠ કલાક રિડિંગ કરતો હતો. અને મેં ત્રીજી ટ્રાયલે સી.એની ફાઇનલ રેન્ક સાથે પાસ કરી છે. હવે આંતરપ્રિન્યોર બનવાની ઇચ્છા છે. જો ફોરેનની સારી ઓફર આવશે તો ફોરેન જઇશ, અને સી.એ પાસ થવા માટે મેં કોલેજ લાઇફ મીસ કરી એનું દુઃખ પણ છે.૪૬૧ મારક્ સાથે બારમાં ક્રમે આવનાર અમદાવાદનો નિરલ શાહ કહે છે કે, મેં પાસ થવા માટે મહેનત કરી હતી. રેગ્યુલર અભ્યાસ અને ડેઇલ ૬થી ૮ કલાક રિડિંગ કરતો હતો. હવે શોર્ટ ટર્મ માટે ઇન્ડસ્ટ્રીમાં જવું છે, અને કેમ્પસ ઇન્ટરવ્યૂની તૈયારી કરીશ. મેં સેકન્ડ ટ્રાઇમાં સી.એ પાસ કર્યું છે.

સી.એ. પાસ કરનાર હિમાંશું અગ્રવાલ કહે છે કે, સી.એ. કરવું ખૂબ જ ટફ છે. માટે ઘો. ૧૦માં ૭૮ અને ઘો.૧૨માં ૮૭ ટકા હતા. અને નવા કોર્સમાં પ્રથમ ટ્રાઇમાં રેન્કમાં સી.એ પાસ થવાનો મને ખૂબ આનંદ છે. મારા પપ્પાએ પાનનો ગલ્લો ચલાવીને મારા માટે ખર્ચો કર્યો છે. હવે હું જોબ મેળવવાની તૈયારી કરીશ.

Saturday, May 7, 2011

ક્રિકેટક્રેઝી અમદાવાદીઓનો વર્લ્ડકપ ફિવર


ક્રિકેટ મહાકુંભનો આજથી પ્રારંભ થઈ રહ્યો છેે ત્યારે અત્ર-તત્ર-સર્વત્ર સૌના હૈયે અને હોઠે ક્રિકેટ વર્લ્ડકપનો ક્રેઝ જોવા મળે છે. અને ક્રિકેટક્રેઝી અમદાવાદીઓમાં પણ વર્લ્ડકપ ફિવર જોવા મળી રહ્યો છે.
પ્રેમરૂપી ક્રિકેટના મેદાન પર નેટ પ્રેક્ટિસ સમય, બજરંગ ક્રિકેટ કલબના વનડાઉન્ડ પ્લેપર હિતેન ફ/જી ઘમંડે ઈલેવનની બોલર દિપાલીના ગુગલી બોલ પર બેટના બહારની કિનારીએ ટચ કરતા પોતાના દિલનો કેચ આપી દેતા, કોટ બિહાઈન્ડ જાહેર કરવામાં આવ્યો છે. અને હવે નવા સંસારની લાંબી ઇનિંગ્સ રમવા શનિવારના રોજ થશે પણ ચિયર્સઅપ કરવા સ્ટેડીયમ સરખા નિવાસ સ્થાને હાજર રહેશો એવી આશા છે. આ શબ્દો કોઈ ક્રિકેટ મેચના નથી પણ લગ્નની કંકોત્રીના શબ્દો છે. અમદાવાદના હિતેન બજરંગે પોતાની લગ્ન કંકોત્રી કંઈક અલગ જ અંદાજમાં છપાવી છે. આ અંગે હિતેન કહે છે કે, વર્લ્ડકપના પ્રથમ દિવસે જ મારા લગ્ન હોવાથી મેં મારી કંકોત્રી ક્રિકેટ મેચની કોમેન્ટ્રીની જેમ બનાવી છે.
 અમદાવાદના ક્રિકેટપ્રમી હિતેન બજરંગે પોતાના લગ્ન આજે વર્લ્ડકપના દિવસે હોવાથી તેણે પોતાના લગ્નની કંકોત્રી ક્રિકેટ મેચની કોમેન્ટ્રીના અંદાજમાં છપાવી છે. તો ૫૧ વર્ષના રજનીકાંત ચૌહાણે પોતાના સચિન‘પ્રેમ’ને ૮૮૦ ફોટાઓ અને ૪૧૯ પેપરો પર લખીને વ્યક્ત કર્યો
આ કંકોત્રીમાં ગણેશ સ્થાપનાની જગ્યાએટોસ, રાસ-ગરબાની જગ્યાએ ચિયર્સ લીડર્સ, હસ્ત મેળાપની જગ્યાએ બેટીંગ, ભોજન સમાંરભની જગ્યાએ લન્ચ બ્રેક, નિવાસ સ્થાનની જગ્યાએ સ્ટેડિયમ, શુભ-વિવાહની જગ્યાએ ઈન્ડિયા ફ/જી બાંગ્લાદેશ, લગ્નની જગ્યાએ મેચ અને સ્નેહીની જગ્યાએ ઓડિયન્સ એવી રીતે સંપૂર્ણ કંકોત્રી ક્રિકેટ વર્લ્ડકપની ભાષામાં લખવામાં આવી છે. હિતેન પોતે ક્રિકેટર અને ક્રિકેટપ્રેમી તથા યુવરાજનો ફેન છે. તેથી તેમણે આવી રીતે કંકોત્રી છપાવી સૌને આશ્ચર્યમાં મૂકી દીધાં છે.

અહીં આપણને લગ્નની કંકોત્રીમાં વર્લ્ડકપ ફીવર જોવા મળ્યો. હવે રજનીકાંત ચૌહાણના સચિન ફીવરની વાત કરીએ, અમદાવાદના અંધજન મંડળમાં છેલ્લા ૨૬ વર્ષથી છાત્રાલયમાં ગૃહપતિ તરીકે ફરજ બજાવતા ૫૧ વર્ષના રજનીકાંત ચૌહાણ વર્ષોથી સચિનની રમત અને વિચારોના પરમ ફેન છે. તેમનો સચિન પ્રેમ માત્ર ગામગપાટા પુરતો મર્યાદિત નથી પણ ઊંડા અભ્યાસનો વિષય બન્યો છે. સચિન આ વર્લ્ડકપ જીતે અને તેને ભારત રત્ન મળે તેવી શુભેચ્છા આપવા માટે રજનીકાંતભાઈએ વર્તમાનપત્રો અને સામયિકોમાં સચિન વિશે છપાતી માહિતીના કટીંગ્સ અને તસ્વીરોનો રસપ્રદ ઈતિહાસનું કલેકશન કરીને તેનું પ્રદર્શન યોજાયું છે. તેઓ છેલ્લા પંદર વર્ષથી સચિનની સફળતા અને જીવન જીવવાના વિચારોના ફેન છે. તેમણે સચિન તેંડુલકરના જન્મના ઈતિહાસથી માંડીને સચિનની ક્રિકેટર તરીકેની જીવનયાત્રાનું દર્શન કરાવતી તસ્વીરો અને માહિતીનું અનોખું કલેકશન કર્યું છે.
તેમણે ૪૧૯ પેપર પર સચિનના વન-ડે, ટેસ્ટ, આઈ.પી.એલ. અને વર્લ્ડકપના રેકોર્ડ તારીખ, વાર, રન, બોલ, સદી જેવી નાનામાં નાની બાબતનો પોતાના કલેકશનમાં સમાવેશ કર્યો છે.

આ ઉપરાંત સચિનની બેટિંગ અદા, પરિવાર સાથેના ફોટો, સામાજિક ફોટો, સેલિબ્રિટી સાથેનો ફોટો તથા સચિનના બાળપણના ૮૮૦ લખાણ સાથેના ફોટાઓ કલેકટ કર્યા છે. આ અંગે રજનીભાઈ કહે છે કે આ ઐતિહાસિક ખજાનો મેં ફુરસતના સમયે ભેગો કર્યો છે અને તેઓ અંધ વિદ્યાર્થીઓને પણ ફુરસદના સમયે સચિન વિશેની રેકોર્ડ માહિતી સંભળાવે છે એ રીતે અનેક અંધ વિદ્યાર્થીઓને પણ તેમણે ક્રિકેટનું ઘેલું લગાડ્યું છે. તેઓ કહે છે કે મેં આ પ્રવૃત્તિ દ્વારા માનસિક બેલેન્સ જાળવવાનો પ્રયત્ન કર્યો છે. સચિન વિશેની નાનામાં નાની વાતનું કલેકશન તેમની પાસે છે. છતાં પણ તેઓ હજી સુધી સચિનને મળ્યા નથી. પરંતુ હવે તેમને મળવાની તમન્ના જાગી છે.