Monday, January 24, 2011

૨૫ શાળાઓના બાળકોનું મીની ઓલિમ્પિકમાં પરફોર્મન્સ

બાળકોના વિકાસમાં એજ્યુકેશનની સાથે સ્પોર્ટ પણ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. કેટલાક બાળકો એવા પણ હોય છે કે જે ભણવામાં એક્ટિવ ન હોય પણ ગેમ્સમાં તેમની સારી માસ્ટરી હોય છે. દરેક માણસ પાસે કોઇને કોઇ પ્રકારની ટેલેન્ટ હોય છે. પરંતુ દરેકને પોતાનું ટેલેન્ટ બહાર લાવવા માટે પ્લેટફોર્મ નથી મળતું. બાળકોની અંદર રહેલા ટેલેન્ટને બહાર લાવવા માટે કે.જી.થી ધોરણ ૧૦ના બાળકો દ્વારા જોશ- ૨૦૧૦ મિનિ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઓલિમ્પિકમાં અમદાવાદની ૨૫ સ્કૂલના ૩૦૦ બાળકો સહિત ૧૦૦ પેરેન્ટ્સ અને ટિચરોએ પણ પાર્ટિસિપેટ કર્યું હતું. જેમાં અમદાવાદ ઇન્ટરનેશનલ, જી.એલ.એસ., નિર્માણ સ્કૂલ, શાંતિ એશિયાટિક, સેન્ટ ઝેવિયર્સ, આનંદ નિકેતન, સંત કબિર, સેન્ટ ઝેવિયર્સ લોયેલા, કેન્દ્રિય વિદ્યાલય, ઉદ્ગમ સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો.

બાળકોની મીની ઓલિમ્પિક જોશ ૨૦૧૦માં સાઇક્લિંગ, રોક ક્લાઇબિંગ, ગોલ્ફ, ટ્રેઝર હન્ટ જેવી ગેમ્સમાં બાળકોના પેરેન્ટ્સ અને ટિચરોએ પણ પાર્ટિસિપેટ કર્યું



જોશ- ૨૦૧૦ નામના ઓલિમ્પિકમાં સાઇક્લિંગ, રેસ, સ્કેટિંગ, રોક ક્લાઇબિંગ, કરાટે, ટ્રેઝર હન્ટ, વર્ચુઅલ ગેમ્સ, ચેસ, ટેબલ ટેનિસ, ગોલ્ફ, ફન ગેમ્સ જેવી મોર્ડન ગેમ્સમાં બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. મહત્ત્વની વાત એ છે કે સાઇક્લિંગ, રોક ક્લાઇબિંગ, ગોલ્ફ, ટ્રેઝર હન્ટ જેવી ગેમ્સમાં બાળકોના પેરેન્ટ્સ અને ટિચરોએ પણ પાર્ટિસિપેટ કર્યું હતું.આ અંગે સ્ટુડન્ટ વ્રિષા પટેલ કહે છે કે, અમારી સાથે પેરેન્ટ્સ પણ બાળકો જેવા જ બની ગયા હતા. અને ટ્રેઝર હન્ટ ગેમ્સમાં તો પેરેન્ટ્સ અમારી સાથે વાત પણ નહોતા કરતા એટલા રમવામાં મશગૂલ હતા. પોતાના બાળકોની સાથે પેરેન્ટ્સે પણ રમતો રમીને પોતાના બાળપણની યાદોને તાજી કરી હતી. ફનગેમ્સમાં તો ચોકલેટ મેળવવા માટે પેરેન્ટ્સ અને ટિચરોએ પણ ભાગ લીધો હતો. અને તેમને મેડલ પણ આપવામાં આવ્યા હતા.ટેબલ ટેનિસમાં પ્રથમ નંબરે આવેલા કેન્દ્રિય વિદ્યાલયનો અર્જુન ધાર કહે છે કે, આ ઓલિમ્પિકમાં પેરેન્ટ્સ અને ટિચરોને સાથે પાર્ટિસિપેટ કર્યું હોવાથી કંઇક અલગ જ આનંદ આવ્યો હતો. તો આ ઓલિમ્પિકમાં એવું પણ જોવા મળ્યું હતું કે સિનિયર કે.જી.ના બાળકો સાતમા ધોરણના છોકરાને હરાવતા હતા. તો રોક ક્લાઇબિંગ અને સાઇક્લિંગમાં બાળકો પેરેન્ટ્સ અને ટિચર્સની આગળ નીકળી ગયા હતા.

No comments:

Post a Comment