Monday, January 24, 2011

ફાસ્ટફૂડની પ્લેટમાંથી ઓનિયન આઉટ

ખાવાના શોખીન અમદાવાદીઓ માટે એવું કહેવાય છે કે, પોતાના ફેવરિટ ભજીયા, દાળવડા કે પાઉંભાજી ખાવા માટે તેઓ ૨૦-૨૫ કિલોમીટર સુધી પેટ્રોલનો ધુમાડો કરવા પણ અચકાતા નથી, પરંતુ આજ કાલ ડુંગળીના ભાવ આસમાને પહંચતા તેમને લારી પર જઇને ફેવરિટ નાસ્તા સાથે ડુંગળી મળવાનું બંધ થઇ ગયું છે.

 ડુંગળી મોંઘી થતાં હવે સ્વાદના શોખીન શહેરીજનોને ભજીયા, દાળવડા કે પાંઉભાજી સાથે માત્ર લીલાં મરચા,મૂળા, કોબીજ કે પપૈયાની છીણથી ચલાવી લેવું
પડે છે.



પાઉંભાજી, દાળવડા, ભજીયા સાથે હવે ડુંગળીની જગ્યાએ પપૈયાની છીણ,મૂળા,કોબીજ અને મરચા જ મળે છે. ફાસ્ટ ફૂડના વેપારીઓને હવે નાસ્તા સાથે ડુંગળી આપવી મોંઘી પડે છે તે વાત પણ કેન્દ્ર સરકારના કાને નાખવા જેવી ખરી. આ અંગે વર્ષોથી દાળવડાનો વેપાર કરતાં સુરેશભાઇ ચૌહાણ કહે છે કે, અમે નહીંં નફો નહીં નુકસાનના ધોરણેે ગ્રાહક સાચવવા માટે લિમિટમાં ડુંગળી આપીએ છે. જ્યારે ૯૦ ટકા વેપારીઓએ ડુંગળી આપવાનું બંધ કરી દીધું છે, ત્યારે અમે પહેલા કરતાં ૫૦ ટકા ડુંગળી આપવાનું ઘટાડી દીધું છે. પાઉંભાજીની મજા તો ડુંગળી હોય તો જ આવે, પરંતુ ડુંગળીના ભાવ વધતા પાઉંભાજીના વેપારીઓએ ભાજીમાં ડુંગળી નાખવાનું જ બંધ કરી દીધું છે. પાઉંભાજીમાં ડુંગળીની જગ્યાએ કોબિજનું છીણ આવી ગયું છે. પાઉંભાજી, દાળવડા, ગાંઠીયા, ભજીયા જેવા નાસ્તાની મજા ડુંગળી સાથે જ આવે છે. આ અંગે ભજીયા અને દાળવડાના વેપારી પ્રકાશભાઇ પરમાર કહે છે કે, અમને દાળવડા અને ભજીયાની સાથે ડુંગળી આપવી પોસાતી નથી.
૧૦-૧૨ રૃપિયાના દાળવડા સાથે અમે ડુંગળી આપીએ તો અમારી કમાણી ડુંગળીમાં જ જતી રહે છે. ડુંગળીના ભાવ વધવાથી સમાજના દરેક વર્ગ પર તેની અસર જોવા મળે છે. તેમાં પણ સૌથી વધારે અસર ખાવાના શોખીનો પર પડી છે. દરેક જગ્યાએથી એક જ જવાબ મળે છે કે અમને ડુંગળી આપવી પોસાતી નથી. જેને કારણે નાસ્તા સાથે ડુંગળી ખાવાના શોખીનોને ડુંગળી ઘરેથી લઇ જવાનો વારો આવ્યો છે.
ડુંગળીના ભાવ વધતા હવે દાળવડામાં ચટણીનો કોન્સેપ્ટ ઇન થઇ રહ્યો છે. સામાન્ય રીતે મેથીના ગોટા અને ભજીયા સાથે જે કઢીનો કોન્સેપ્ટ છે એ હવે દાળવડામાં પ્રવેશી ગયો છે. નાના વેપારીઓ હવે ડુંગળીનું ઓપ્શન શાધીને ગ્રાહકો જાળવી રાખવાની તરકીબો અજમાવી રહ્યા છે. દરેક ફાસ્ટ ફૂડ કોર્નર પર ડુંગળીનું કોસ્ટ કટીંગ કેવી રીતે કરવું તેનો રોજે રોજનો હિસાબ રાખે છે.આ ની મુખ્ય અસર નાની હોટલો અને ખાણીપીણીની લારીઓ પર વધુ જોવા મળે છે. તો બીજી તરફ શહેર વિસ્તારમાં અને કારખાનાઓની આસપાસ રહેતા નાના માણસો ,જેમને રોજ સવારે નાસ્તો કરવાની ટેવ છે તેવા શોખિનોમાં નાસ્તાની મજા જ મરી ગઈ છે. ઘણી જગ્યાએ નાસ્તાની લારી પર નાસ્તાના ભાવના બોર્ડની જગ્યાએ ડુંગળીના ભાવના બોર્ડ જોવા મળે છે. આ અંગે બ્રિજેશ દોશી કહે છે કે, નાસ્તાની મજા ના બગડે એ માટે હું પ્રથમ એ જ પૂછું છું કે નાસ્તા સાથે ડુંગળી મળશે કે નહીં? જો ડુંગળી હોય તો જ હું નાસ્તો કરું છું. પણ આજે નાસ્તા સાથે ડુંગળી મળવી મુશ્કેલ છે. શહેરમાં ૯૦ ટકા લારીવાળાઓએ ડુંગળીનું ઓપ્શન શોધીને ડુંગળી આપવાનંંુ બંધ કરી દીધું છે
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

No comments:

Post a Comment