મહાવિર જૈન વિદ્યાલય પાલડીના ૨૫૦ સ્ટુડન્ટસ્ દ્વારા સેફ ઉત્તરાયણ માટે એક અનોખા વિડિયો કેમ્પેઇનની શરૃઆત કરવામાં આવી છે. એ કેમ્પેઇનનો હેતુ તહેવારની મજા બગાડવાનો નથી પરંતુ ઉત્તરાયણની મોજ મસ્તી સાથે પક્ષીઓનું ધ્યાન કેવી રીતે રાખવું જોઇએ એ અંગે અવેરનેસ લાવવાનો છે. આ કોલેજ સ્ટુડન્ટ દ્વારા ૧લી તારીખથી આ કેમ્પેઇનની શરૃઆત કરવામાં આવી છે. જેમાં આ સ્ટુડન્ટ્સે ૧૦ મિનિટની એક વિડિયો ફિલ્મ તૈયાર કરી છે જેમાં પક્ષીઓ કેવી રીતે ઘાયલ થાય છે તથા તેમને ઘાયલ થતાં અટકાવવા માટેનના ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા છે.

ઉત્તરાયણને સુરક્ષિત રીતે માણવા માટે મહાવીર જૈન યુવક મંડળના ૨૫૦ વિદ્યાર્થીઓ પર્યાવરણની જાળવણી માટે વિડિયો કેમ્પેઈન શરુ કર્યું છે.
આ સ્ટુડન્ટ્સ કોલેજો, સ્કૂલો, ક્લબો, ક્લાસીસ, હેસ્ટેલ, મોલ્સ અને સોસાયટીમાં જઇને સેફ ઉત્તરાયણ માટે સેવ બર્ડ કેમ્પેઇનની ૧૦ મિનિટની વિડિયો ફ્રીમાં બતાવે છે. આ અંગે સ્ટુડન્ટ જિનેશ શાહ કહે છે કે, અમે ખુદના પ્રોજેક્ટરભાડેથી લઇને ફ્રી ઓફ કોસ્ટ આ કેમ્પેઇન ચલાવીએ છીએ. અને જે લોકોને અમારી વિડિયો જોઇતી હોય તેમને અમે ફ્રીમાં વિડિયો સીડી ડિસ્ટ્રીબ્યૂટ કરીએ છીએ. આ કેમ્પેઇન સાથે સંકળાયેલા બધાં જ કોલેજ સ્ટુડન્ટ છે એ ભણવાની સાથે સાથે આ સ્ટુડન્ટ્સ અલગ અલગ ટુકડીમાં વહેંચાઇને અલગ અલગ જગ્યાએ વિડિયો બતાવવા માટે નીકળી જાય છે. આ અંગે સ્ટુડન્ટ શાહીલ શાહ કહે છે કે, અમે અત્યાર સુધીમાં ૨૫ સ્કલૂ, ૧૫ કોલેજ, ૧૦ હોસ્ટેલ અને ૭૦થી વધારે ક્લાસીસ તથા સોસાયટીમાં આ વિડિયો બતાવી ચૂક્યા છીએ. માત્ર અમદાવાદમાં જ નહીં પણ ગુજરાતના દરેક મોટા શહેરોમાં આ સ્ટુડન્ટ દ્વારા આ કેમ્પેઇન ચાલુ કરવામાં આવ્યું છે. આ કેમ્પેઇન દ્વારા પક્ષીઓના વિહરવાના સમયે એટલે કે સવારે ૬થી ૭ અને સાંજે ૫થી ૬માં પતંગ ના ઉડાવવી, બની શકે તો ગ્રાઉન્ડમાંથી પતંગ ઉડાવવી, ચાઇનિઝ અને નાઇલોન દોરી નહીં વાપરવી, જે વૃક્ષમાં વધારે પક્ષીઓ રહેતા હોય તેની આજુબાજુ પતંગ ના ઉડાવવા, વૃક્ષો પર અટવાયેલા દોરાઓનો નાશ કરવો, દોરીને રસ્તા પર ના છોડવી જેવા મુદ્દાઓ અંગે અવેરનેસ લાવવાનું કામ કરી રહ્યા છે. આ અંગે સ્ટુડન્ટ ધર્મેલ કામદાર કહે છે કે, અમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળે છે અને દરેક લોકો એટલું તો કમિટમેન્ટ આપે છે કે સવારે અને સાંજના સમયે અમે પતંગ નહીં ઉડાવીએ. આ માટે તેમણે સમગ્ર ગુજરાતમાં પક્ષીઓ બચાવવા માટે હેલ્પલાઈન નં- ૯૪૨૯૪૧૦૧૦૧, ૯૮૯૮૩૦૨૫૨૫ પણ ચાલુ કર્યા છે. જો તમારે પણ આ કેમ્પેઈનમાં ભાગીદાર બનવું હોય તો બની શકો છો.

No comments:
Post a Comment