Friday, May 27, 2011

મારા પિતાની મજૂરીને વિચારીને હું મહેનત કરતી થઈ

કાલુપુર ચોખા બજારમાં કામ કરતા વસંતભાઇ પટેલની પુત્રીએ ૯૧ ટકા મેળવ્યા, પરંતુ પિતાના પાંચ હજાર પગારને કારણે સી.એને બદલે તેમને બી.કોમ કરવું પડશે. તેમના પિતા કહે છે કે છોકરીને સી.એ કરવાની ઇચ્છા છે પણ ખર્ચના પૈસા નથી

મણીનગર જીવરાજ હાઉસંિગ બોર્ડ સોસાયટીમાં એક રૂમ રસોડામાં રહેતી અને જય સોમનાથ હાયર સેકન્ડરી સ્કૂલ ખોખરામાં અભ્યાસ કરતી મીતાક્ષી પટેલે ૭૦૦માંથી ૬૪૦ માર્ક્સ મેળવી ૯૧ ટકા સાથે એ વન ગ્રેડ મેળવ્યો છે. મહત્ત્વની વાત એ છે કે મીતાક્ષીના પિતા વસંતભાઇ પટેલ છેલ્લા ૨૨ વર્ષથી કાલુપુર ચોખા બજારમાં કામ કરે છે. તેમણે પોતાના તમામ મોજશોખને નેવે મૂકીને પોતાની પુત્રીને ભણાવી છે. આ અંગે વસંતભાઇ કહે છે કે, મારો પગાર પાંચ હજાર રૂપિયા છે, અને આટલી મોંઘવારી અને ઊંચી ફી ભરીને મેં મારી પુત્રીને ભણાવી છે. એ માટે અમે બને તેટલી કરકસર કરી છે, પરંતુ આર્થિક સંકડામણને કારણ ેમીતાક્ષી ટ્યૂશન રાખ્યું નહોતંંુ.
આ અંગે મીતાક્ષી કહે છે કે, મારા પપ્પા મજૂરી કરીને મને ભણાવે એ જ મહત્ત્વની વાત છે. અને આટલા પગારમાં પહોંચીના વળાય એ સ્વાભાવિક છે. દિવસે સોસાયટીનો દેકારો હોવાથી મીતાક્ષી વાંચી પણ નહોતી શકતી. તેથી મીતાક્ષી રાત્રે ધાબા પર જઇને વાંચતી હતી, કારણ કે એક જ રૂમ- રસોડું ોવાથી ધાબા પર જ વાંચવું પડતંંુ હતું.
તેમણે પોતાના પરિવારની સ્થિતિને જાણીને ટ્યૂશન વિના જ ૯૧ ટકા મેળવ્યા એ સારી વાત કહેવાય. મીતાક્ષીને ગુજરાતી નવલકથા વાંચવાનો બહું શોખ છે. દર રવિવારે તે છાપાઓમાં આવતી નવલકથાઓ પરીક્ષા વખતે પણ વાંચી લેતી હતી. તેમણે પોતાની સફળતાનો શ્રેય તેમના મમ્મી- પપ્પા અને સ્કૂલને આપ્યો છે, પરંતુ હવે મુશ્કેલી એ વાતની છે કે તેમને સી.એ કરવાની ઇચ્છા છે, પરંતુ નબળી પરિસ્થિતિને કારણે તે સી.એને બદલે બી.કોમ કરશે.

No comments:

Post a Comment