Saturday, June 12, 2010

લેટ્સ હેલ્પ ફોર હેપીનેસ, બી ઈગોલેસ

ચાલો વેકેશનમાં સેવા કરીએ... આ વાત કોઈ સમજણા સેવાભાવીઓની નથી પરંતુ એવા ટીનેજર્સની છે જેઓ સુખી કુટુંબમાંથી આવે છે અને પોતાના વેકેશનનો સદ્દઉપયોગ સેવા કાફેમાં જઈને નાના નાના કામ કરીને સંતોષ મેળવે છે.
અમદાવાદના સીજી રોડ પર આવેલા એક યુનિક કાફેટેરિયા જ્યાં મહેમાનોને તેમની મરજી પ્રમાણે બિલ પે કરવાનો આગ્રહ રાખવામાં આવે છે . સેવા કાફેમાં અનેક ટીનેજર્સ અને યંગસ્ટર્સ વેકેશનમાં આત્મસંતોષ માટે અને અહમ્ પીગાળવા માટે સર્વ કરવાથી માંડીને વાસણ ઘસવા સુધીનું કામ કરવા આવે છે.




સોનિયા અગ્રવાલના ૧૨ કોમર્સમાં ભણે છે જે આખું વેકેશન સેવા કાફેમાં સર્વ કરવા માટે ખાસ આવે છે. સોનિયાના પિતા બિઝનેસમેન છે.સોનિયા કહે છે કે ,ઘરે બેસીને ટીવી જોવા કરતા મને સેવા કરવી વઘુ ગમે છે.

સેવા કાફેઆવતા લોકોને હું હસતા મોઢે આવકારૂં છું અને તેમના ચહેરા પર ખુશી જોઈને મને આનંદ થાય છે.

તો નવમાં ધોરણમાં ભણતો સોહરાબ અગ્રવાલ કહે છે ક,ે મેં રચના સ્કૂલથી આ પ્રકારની સેવાનો રેફરન્સ લીધો હતો અને મને સેવા કાફેમાં આવતા લોકોની સેવા કરવાની ઇરછા થી .

હું અહીં એક મહિનાથી આવું છું મને કુકીંગનો શોખ છે. મારા ઘરે નોકરો હોવાથી ે નાનું કામ કરવા મળતું નથી.એટલે ખાસ મારો અહમ પીગાળવા માટે હું અહી ં તમામ પ્રકારના કામ જેવા કે રસોઈ ,સર્વ કરવું વિગેરે સેવા કરવા આવું છું.

નવા મિત્રોની આશાએ આવતા કેન્દ્રિય વિદ્યાલયના કલ્પેશ જોશી વાત કરે છે કે હું તો સ્કુલ ચાલુ થશે એ પછી પણ એક વીક તો આવીશ જ કારણ કે મને સેવા કાફેમાં ટેબલ સેટ કરવાનો વાસણ ઘસવાનું અને ખાવાનું બનાવવાનું મહેમાનોનું સ્વાગત કેવી રીતે કરવું ખૂબ ગમે છે. અહીંથી એક વસ્તુ શીખ્યો છું કે ઘરમાં કોઈ ના હોય તો પણ જમવાનું બનાવીને જમાડી શકું.

રચના હાઈસ્કૂલમાં ધો-૯માં ભણતા યશ શાહ જણાવે છે કે,મને ગેઈમ્સ અને આઉટીંગ કરતા કોઈને મદદ કરવી ગમે છે.ઘરે બેઠા બેઠા કંટાળો આવે છે.જન્મદિન નિમિત્તે કંઈક અલગ કરવા માટે મેં અહીં કામ કરવાનું શરૂ કર્યું.

આ અંગે સેવા કાફેના પે વર્કર રાજુ ઠાકુર જણાવે છે કે , સેવા કાફે સેવા કરવાનું એક ઓપન પ્લેટફેર્મ છે અહીં નાના છોકરાઓ ઘણા આવે છે જેમને જે કરવું હોય તેવું રચનાત્ત્મક કામ કરે છે અને આત્મસંતોષ મેળવે છે.

No comments:

Post a Comment