એક રશિયન કહેવત છે કે જેની માતા સ્વેટર ગૂંથે છે એ દીકરાને ઠંડીમાં શરદી થતી નથી. આજે રેડીમેડના જમાનામાં ઘણી ઓછી માતાઓ રહી છે જે પોતાના બાળકો માટે સ્વેટર ગુંથે.અમદાવાદ નિર્ણયનગર વિસ્તારમાં રહેતા ૫૩ વર્ષના મંજુલાબેન પંચાલ આજે પણ પોતાના પરિવારના સભ્યો માટે ઘરે જાતે જ ગૂંથીને ઉનના સ્વેટર બનાવે છે. મંજુલાબેન કહે છે કે, મારા ઘરમાં ૭૦ વર્ષથી બહારનું સ્વેટર નથી આવ્યું. હું ૮ વર્ષની હતી ત્યારેથી જ સ્વેટર ગૂંથવાનું કામ કરું છું. સ્વેટર બનાવવા માટેના ખાસ પ્રકારના સોયા (આરી) હોય છે. જો ઉન જાડું હોય તો સોયા મોટા રાખવા પડે છે. ઉનની સાઇઝ પ્રમાણે સોયાનો ઉપયોગ કરવો પડે છે. મંજુલાબેન બસ કે ટ્રેનની મુસાફરી દરમિયાન પણ ગૂંથવાનો સામાન જોડે જ રાખે છે.
અને મુસાફરી દરમિયાન પણ ગૂંથવાનો સામાન જોડે જ રાખે છે. અને મુસાફરી દરમિયાન પણ સ્વેટર ગૂંથણ કરે છે. આ અંગે સ્વેટરના વેપારી ગુણવંતભાઇ કહે છે કે, રેડીમેડ વસ્તુના જમાનામાં પણ હાથથી ગૂંથેલા સ્વેટરની ડિમાન્ડ ખૂબ જ છે. સ્વેટર ગૂંથણ એક કલા અને આજીવિકા બંને છે. આ સ્વેટરની કિંમત ઉનની ક્વોલિટી પ્રમાણે હોય છે.
હાથથી ગૂંથેલા સ્વેટરની ગુંથણી વઘુ બારીક હોવાથી મશીનના સ્વેટરની આયુષ્ય કરતા વઘુ હોય છે.હાથે બનાવેલા સ્વેટરનું ફીટીંગ વઘુ યોગ્ય હોય છે.
અત્યારે ૪૦ રૂપિયાથી લઇને ૧૦૦ રૂપિયા સુધીનું ૧૦૦ ગ્રામ ઉન મળે છે. સામાન્યરીતે ગૃહિણી ઘરના કાની સાથે સાત દિવસમાં એક સ્વેટર બનાવી શકે છે. જો ડિઝાઇનવાળું હોય તો ૧૫ દિવસ પણ લાગે છે. આ સ્વેટરની કિંમત તેના વજન ઉપર હોય છે. અને મજૂરી પણ વજન ઉપર મળે છે. ૧૦૦ ગ્રામ ઉન ગૂંથવાની મજૂરી ૩૫થી ૫૦ રૂપિયા સુધીની છે. સામાન્ય રીતે હાથથી ગૂંથેલુ એક સ્વેટર ૩૦૦થી ૩૫૦ રૂપિયામાં તૈયાર થઇ જાય છે. જે માર્કેટમાં ૫૦૦થી ૭૦૦ રૂપિયા સુધીમાં મળે છે.
આ ઉપરાંત હાથે સ્વેટર નીટીંગ કરવાનો પણ એક સાયકોલોજીકલ ફાયદો છે. જેમને નબળા વિચારો આવતા હોય તેવા લોકો જો સ્વેટર ગૂંથવાનું કામ કરે તો તેમને ઘણી રાહત મળે છે. આ ઉપરાંત હાઈપર ટેન્શનના દર્દીઓ પણ પ્રમાણમાં આ ક્રિયાથી રાહત અનુભવે છે.
એકાગ્રતા વઘે છે અને ક્રિએટિવીટીનો સૌથી મોટો લાભ થાય છે એ બોનસ.
No comments:
Post a Comment