અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતા મહંમદ ફિરોજ શેખે પોતાની નાનપણથી ઇચ્છાને વળગી રહેતા એક વિકલાંગ જીવનસાથીની પસંદગી કરીને નિઃસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિકલાંગોને પોતાની પાત્રતા મુજબ યોગ્ય પાત્ર મળી રહે તે માટે વિકલાંગ પસંદગી મેળાઓ પણ થતા હોય છે.
પરંતુ ખુરશીદા શેખ બંને પગે વિકલાંગ હોવા છતાં તેમના લગ્ન નોર્મલ છોકરા જોડે થવાના છે. ખુરશીદાને સપનામાં પણ એવો વિચાર નહોતો આવ્યો કે તેમના લગ્ન નોર્મલ છોકરા જોડે થશે. આજે ખુરશીદા શેખ અને મોહમદ ફિરોજ શેખ બંને લગ્નગ્રંથીથી જોડાશે. ખુરશીદા અને ફિરોજ બંને મીડલ ક્લાસ ફેમિલીમાં જીવે છે. ફિરોજની નાનપણથી એવી ઇચ્છા હતી કે પોતે કોઇ વિકલાંગ જીવનસાથીની પસંદગી કરીને તેને સહારો આપે. ફિરોજ કહે છે કે, એક વિકલાંગ છોકરીને જીવનનો સહારો મળી રહે એ માટે મે મારીજીવનસંગીની તરીકે બંને પગે વિકલાંગ હોવા છતાં ખુરશીદાને પસંદ કરી છે.
ફિરોજ ટેલરિંગનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ક્યુમ કુરેશી અને ઉસ્માન બુટવાલાના સહકાર અને પ્રયત્નોને કારણે ખુરશીદા અને ફિરોજના જીવનમાં સોનાનો ચાંદ ઉગ્યો છે.
ફિરોજ અને ખુરશીદાના લગ્નને કારણે બંને પરિવારમાં કંઇક અલગ જ પ્રકારનો ખુશીનો માહોલ જોવા મળે છે.
ફિરોજે વિકલાંગ છોકરીને પસંદ કરીને આજીવન સહારો આપવાનો જે નિર્ણય લીધો છે તે સમગ્ર વિશ્વના લોકો માટે પ્રેરણારૂપપ કાર્ય છે. ફિરોજ અને ખુરશીદાએ માનવતા અને પ્રેમનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણા સમાજને પૂરું પાડ્યું છે. સમાજમાં નિઃસ્વાર્થ સેવાભાવનાનું આવું ઉદાહરણ ભાગ્યે જ જોવા મળતું હોય છે.
No comments:
Post a Comment