
જીવનમાં ઘણી વ્યક્તિ એવી છે કે જે પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે તહેવારનો ભાગ બનીને લોકોને આનંદ આપવાનું કામ કરે છે. નવરાત્રીમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ચુંદડીનું મહત્ત્વ વિશેષ છે.આ ઓઢણી બનાવવાનું કામ અનેક ડિસેબલ બાળકો કરી રહ્યા છે. સ્વાભાવિક રીતે નવરાત્રી એ નૃત્યનો મહોત્સવ છે અને આમાંથી મોટા ભાગના બાળકો ગરબા ગાઈ શકતા નથી છતાં હસતા મોઢેઓઢણી બનાવીને કલાને અલગ રીતે માણવાનું કામ કરી રહ્યા છે. હાલમાં અંધજન મંડળના ૪૦ જેટલા મલ્ટિપલ ડિસેબલ બાળકો પોતાની સુંદર ક્રિએટિવિટી દ્વારા આકર્ષક ચુંદડી બનાવી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આ બાળકો મેન્ટલી ડિફરન્ટ, ડેફ- બ્લાઇન્ડ અથવા ફિજિકલી ચેલેન્જ ધરાવતા બાળકો છે. નવરાત્રીમાં યુવતીઓ સુંદર ઓઢણીની આ ઓઢણીને આકર્ષક બનાવવા માટે બાળકો ઓઢણી પર કલર કામ કરીને પછી તેને ડેકોરેટ કરે છે. ડેકોરેટ કરવા માટે કાચ, આભલાં, મોતી, ભરતકામ, જ્વેલરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ૧૬ વર્ષની પ્રજ્ઞાાચક્ષુ જૂહી રાવલ કહે છે કે, હું જે દુપટ્ટા પર વર્ક કરું છું તે હું જોઇ નથી શકતી. છતાં પણ હું મારી કલ્પનાની દુનિયામાં આ ઓઢણીને જરૃર નિહાળું છું. આપણે પણ કલ્પના કરી શકીએ એવા દુપટ્ટ આ બાળકો બનાવે છે. આ અંગે ૨૧ વર્ષનો ચિત્રાંગ સોની (મેન્ટલી ચેલેન્જ) કહે છે કે, મને નથી ખબર કે આ શું બનાવું છું પણ મને આ કામ કરવામાં મજા આવે છે. તેથી હું પણ મારું કામ મારી રીતે કરું છું. અમા પોતાને પણ એ વાતની ખબર નથી કે પોતે સુંદર ઓઢણી બનાવવાનું કામ કરે છે. આ બાળકોને ઓઢણી બનાવવાનું શીખવતા શિક્ષક નીતાબેન કહે છે કે, અમે આ બાળકોને માર્કેટમાંથી ઓઢણીનું કાપડ લાવીને તેને કલર કામથી લઇ ડેકોરેટિવ વર્ક સુધીનું બધું જ કામ આ બાળકો કરે છે. અમારો પર્પસ આ બાળકો પોતે જાતે ધંધો કરીને શકે એ જ છે.
No comments:
Post a Comment