
શ્રાધ્ધને પૂર્વજોના પર્વ તરીકે જોનારા આ દિવસોને કાગડાના સવર્ધનનું વીક કહીને પર્યાવરણની ચિંતા કરે તોખોટું નથી. કાગડાની ચાર પ્રજાતિ જોવા મળે છે. હાઉસ ક્રો જે માનવ વસ્તીમાં વધુ જોવા મળે છે,બીજો વાઈલ્ડ ક્રો ,જે જંગલોમાં જોવા મળે છે.ત્રીજા પ્રકારના કાગડામાં રેવન ક્રો આવે છે જે પહાડી વિસ્તારોમાં જોવા મળે છે અને ચોથા પ્રકારમાં બ્રોડ બિલ ક્રો છે,જે જંગલોમાં પણ જવલ્લેજ જોવા મળે છે. કાગડાને સંભારનારા અનેક કવિઓ, લેખકો, મુમુક્ષો, પર્યાવરણવાદીઓ, વિદ્વાનો , પંડિતો અને ગ્રામિણોએ આ પક્ષીનું મહત્ત્વ જાણ્યું છે.
સચ્ચાઈની વાત આવે ત્યારે કાગડાને યાદ કરવો પડે બોલીવુડની ફિલ્મોથી લઈને લોક સાહિત્યમાં કાગડાનું મહત્ત્વ વિસેષ છે ત્યારે શ્રાદ્ધ પર્વમાં ગુજરાતના ચારેય પ્રકારના કાગડાની પ્રજાતિઓને પર્યાવરણ અને ધર્મના ભાગરુપે વિચારવી જરૃરી છે.શ્રાધ્ધને પૂર્વજોના દિવસો તરીકે જોનારા આ દિવસોને કાગડાના સવર્ધનનું વીક કહીને પર્યાવરણની ચિંતા કરે તોખોટું નથી.અત્યારે ગામડાનાં ખોરડેથી લઇનેશહેરના ધાબા સુધી લોકો કાગડાની રાહ જોવાય છે.કાગડાની ચાર પ્રજાતિ જોવા મળે છે. હાઉસ ક્રો જે માનવ વસ્તીમાં વધુ જોવા મળે છે,બીજો વાઈલ્ડ ક્રો ,જે જંગલોમાં જોવા મળે છે.ત્રીજા પ્રકારના કાગડામાં રેવન ક્રો આવે છે જે પહાડી વિસ્તારોમાં જોવા મળે છે અને ચોથા પ્રકારમાં બ્રોડ બિલ ક્રો છે,જે જંગલોમાં પણ જવલ્લેજ જોવા મળે છે.આ ચારેય પ્રજાતિ ગુજરાતમાં જોવા મળે છે. કાગડા બધે કાળા જ હોય, પરંતુ હકીકતમાં નેરોલેકના કલર કાર્ડની જેમ કાગડાઓમાં પણ અનેક પ્રકારના બ્લેક શેડ્સ જોવા મળે છે.
આ અંગે જાણીતા બર્ડ વોચર લાલસિંહ રાઓલ કહે છે કે, ગુજરાતમાં સૌથી વધારે બે પ્રકારના કાગડા જોવા મળે છે. એક જંગલી કાગડો જે સંપૂર્ણ કાળો હોય છે. અને બીજો હાઉસ ક્રો જેની ડોક રાખોડી રંગની હોય છે. જંગલી કાગડો સાદા કાગડાથી થોડો મોટો હોય છે અને તેનો અવાજ પણ વધુ કર્કશ અને જાડો હોય છે. જંગલી કાગડાને ગીરાનીર અથવા આનંદી કાગડો પણ કહે છે. જે ગીરના જંગલોમાં વધારે પડતા ંજોવા મળે છે. આ અંગે પક્ષી પ્રેમી પ્રશાંત શાહ કહે છે કે, ગુજરાતમાં જંગલી કાગડા અને સાદા કાગડા ઉપરાંત પણ બીજી જાતના કાગડા જોવા મળે છે. બ્રોડ બીલ ક્રાની ચાંચ બીજા કાગડા કરતાં થોડી વધારે જાડી હોય છે. જ્યારે રેવન પ્રજાતિના કાગડા બધી જ પ્રજાતિના કાગડા કરતાં સૌથી મોટા છે.
ગુજરાતમાં શહેરોના સીમાડા છોડીને સોરઠ તરફ મીટ માંડીએ એટલે કાગડાનું ગળું રાખોડીમાંથી કાળુ બની જાય.થોડી વાર તો એમ થાય કે આ કાગડામાં કંઈક અલગ છે પણ બારીકાઈથી જોઈએ ત્યારે ખબર પડે કે આ કાગડા શહેરી કાગડા કરતા વધુ પડતા બ્લેક છે.
આ અંગે બર્ડ વોચર ઉદય વોરા કહે છે કે, આજે ગીરનારી કાગડા જે મોટા કદના છે તે ઓછા જોવા મળે છે કારણ કે આ જંગલી પ્રજાતિ હોવાથી મુખ્યત્વે જંગલોમાં જ રહે છે. ઉપરાંત સામાન્ય કાગડા પણ આજે માનવીની વધુ નજીક આવવા લાગ્યા છે. જે તેમના અસ્તિત્વ માટે જોખમકારક સાબિત થઇ શકે તેમ છે. કારણ કે તેમના મૂળ ખોરાકને બદલે તે ગાઠીયા અને રોટલીઓ ખાતા થયા છે.કાગડાને કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આ પ્રથમક્રમના સફાઈ કામદારો આજે ઘટી રહ્યા છે.
આ અંગે પ્રશાંત શાહ કહે છે કેકાગડા બહાદૂર પ્રજા તરીકે પણ જાણીતા છે. આ ઉપરાંત કાગડાને સિપાહી પણ કહેવામાં આવે છે. કાગડા સર્વભક્ષી પ્રાણી છે. તે બધાં જ પ્રકારનું માંસ પણ ખાય છે. અને શાકાહાર પણ કરે છે.ં રેવન પ્રજાતિના કાગડાનો અવાજ ગાયના વાછરડા જેટલો મોટો હોય છે. રેવન પ્રજાતિનો કાગડો એટલો બહાદૂર છે કે તે ગરૃડ કે સમડીને પણ ભગાડી મૂકવાની તાકાત ધરાવે છે.
આ અંગે પર્યાવરણ પ્રેમી રાજેન્દ્રસિંહ જાડેજા કહે છે કે, રેવન પ્રજાતિના કાગડા ઉંચાઇ પર વધારે જોવા મળે છે. આ કાગડા પહાડી પ્રદેશમાં વધારે હોય છે.
કાગડો એક જ એવું પક્ષી છે જે હિન્દુસ્તાનના દરેકે દરેક રાજ્યમાં જોવા મળે છે. જ્યારે રેવન પ્રજાતિના કાગડા ગુજરાતમાં કચ્છ અને બનાસકાંઠા વિસ્તારમાં જોવા મળે છે. કાગડા રણ વિસ્તાર હોય કે બરફ, દરિયા કિનારો હોય કે મેદાની પ્રદેશ દરેક જ્ગાયેએ જોવા મળે છે.
કાગડાનું સામાજિક સ્વરુપ પણ ઈન્ટરેસ્ટિંગ છે. કારણ કે માનવીની સાથે વસવાટ કરતા કાગડામાં પણ ઈનબિલ્ટ સેન્સ ડેવલોપ થયેલી છે.કાગડા,વાંદરા,પોપટ,કુતરા અને બિલાડી જેવા પ્રાણીઓ માનવ વસવાટની આસપાસ જોવા ળે છે.આ બધામાંથી સૌથી ઉપયોગી પ્રાણીપક્ષીઓમાં કાગડા અને કુતરા છે.સૂક્ષ્મ રીતે જોવા જઈએ તો કૂતરા કરતા પણ કાગડાની જવાબદારી એ રીતે વધી જાય છે કારણ કે કાગડો પર્યાવરણનું સમતુલન જાળવી રાખવાનું કામ કરે છે.
છેલ્લા સોળ વર્ષથી માત્ર કાગડા પાછળ જ રોજના રૃ.૪૦૦થીરૃ. ૫૦૦ વાપરતા કલ્પેશ દુધિયા કહે છે, કાગડાઓ મારી જીંદગીનું અમૂલ્ય અંગ છે. રોજ હું તેમને ઉચ્ચ ક્વોલિટીની બ્રેટ અન દૂધ ખવરાવું છું.આવું કરવા પાછળ મારો એક જ ઉદ્દેશ્ય છે કે કાગડો કોઈ જીવની હત્યા ના કરે.રોજના ૩૫થી ૪૦ કાગડાઓ મારા આંગણે આવે છે. કા...કા...અવાજ સાંભળીને મારી આસપાસના પાડોશી પણ કંટાળી જાય છે.હું એટલું સ્પષ્ટપણે માનું છું કે શ્રાધ્ધના દિવસોમાં આ પક્ષી વિશે કોન્સિયસ થવાથી એનું આડકતરી રીતે સંવર્ધન થઈ રહ્યું છે.જેના કારણે પર્યાવરણમાં રહેલો વધારાનો કચરો પણ દૂર થઈ રહ્યો છે.
લોક સાહિત્યના વિરહ ગીતોમાં પણ કાગડાનું મહત્ત્વ જોવા મળે છે. 'કાગા સબ તન ખાઈઓ ચુન ચુન ખાઈઓ માંસ,પર દો નૈના મત ખાઈઓ મોહે પીયા મિલનકી આસ.'
ગુજરાતના લોક કવિ દુલા ભાયા કાગે પણ પોતાને 'કાગડા'તરીકે સરખાવીને તમામ દુહાઓના અંતે કાગડાની સચ્ચાઈને છતી કરી છે. મોઢેથી બોલું મા ંતો મને સાચે જ નાનપણ સાંભરે,એ મોટપની મજા મને કડવી લાગે કાગડા
આ શબ્દોમાં કાગડાને સંભારનારા અનેક કવિઓ,લેખકો,મુમુક્ષો,પર્યાવરણવાદીઓ,વિદ્વાનો ,પંડિતો અને ગ્રામિણોએ આ પક્ષીનું મહત્ત્વ જાણ્યું છે.
જેના પરિણામ સ્વરુપ પૂર્વજોના આ પર્વમાં સીધો જ સંબંધ દર્શાવીને પર્યાવરણ અને સંસ્કારોનું સાતત્ય જાળવી રાખ્યું છે.
હવે છેલ્લે વાત આવે બર્ડ વોચર્સની અનેક મુરબ્બી બર્ડ વોચર્સનું માનવું છે કેમોટા ભાગ મિત્રો જ્યારે બર્ડ વોચિંગ કરતા હોય છે ત્યારે રંગબેરંગી પક્ષીઓના ખ્યાલમાં આ પર્યાવરણના મોંઘેરા પક્ષીને ભૂલી જાય છે.જંગલમાં પણ કાળા કાગડા સફાઈ કામદારો તરીકે પર્યાવરણને શુધ્ધ રાખે છે.પણ આ પક્ષી તરફ કાયમ દર્લક્ષ સેવાય છે.
મોઢે બોલું 'મા', (ત્યારે) સાચેય નાનપણ હાંભરે,
ReplyDelete(પછી) મોટપની મજા, મને કડવી લાગે કાગડા !