
પાર્ટી પ્લોટના દરવાજે-દરવાજે તાળા સાથે બળાપા કાઢતા બોર્ડ જોવા મળી રહ્યા છે ત્યારે દરેક જણને એક જ પ્રશ્ન છે કે હવે ગરબા ક્યાં રમાશે. તો એક જ ઓપ્શન છે શેરી ગરબા. ગણીગાંઠી ક્લબને બાદ કરતા આ વરસે આચારસંહિતાને કારણે ગરબા સ્વાભાવિક છે કે શેરીઓમાં અને સોસાયટીઓમાં ફરી ધમધમતા થશે.
પાર્ટી પ્લોટમાં થતાં ગરબાને કારણે ટ્રેડિશનલ ગરબાનું મહત્ત્વ ઘટી રહ્યું હતું. પરંતુ આ વર્ષે નવરાત્રીમાં શેરી ગરબાનો દબદબો વધારે જોવા મળશે. આ અંગે ટ્રેડિશનલ રાસ નૃત્ય શીખવાડતાં ચેનત દવે કહે છે કે, પાર્ટી પ્લોટ બંધ થવાને કારણે અને ઇલેક્શનને ધ્યાનમાં રાખીને આ વર્ષે શેરી ગદરબાની ડિમાન્ડ વધારે જોવા મળશે, કારણ કે પાર્ટી પ્લોટમાં ગરબા ઓર્ગેનાઇઝ કરતો એક અલગ જ વર્ગ હતો, અને પાર્ટી પ્લોટને તાળા વાગવાથી આ વર્ગ હવે શેરી ગરબા અને ક્લબ ગરબા તરફ વળશે.
આ વર્ષે આયોજકો પણ શહેરની ટોપ સોસાયટી તરફ વિચારી રહ્યા છે.પાંચ વર્ષ પહેલા જ્યાં જૂની સોસાયટીના જાણીતા ગરબા બંધ હતા તે ફરી એક્ટિવ બનશે.જેનો સીધો ફાયદો સામાન્ય નાગરિકોને થશે તેમાં બેમત નથી. ખાસ કરીને અમદાવાદની પોળોમાં અને પૂર્વ વિસ્તારમા ંતો શેરી ગરબાની રમઝટ હોય છે.ે પરંતુ આ વર્ષે પાર્ટી પ્લોટના ગરબા બંધ થવાથી હવે શેરી ગરબામાં પણ પાસ સિસ્ટમ આપવાની શક્યતા ઊભી થઇ છે, કારણ કે અમદાવાદમાં એક વર્ગ એવો પણ છે જે ખાસ શેરી ગરબા જોવાનું વધારે પસંદ કરે છે, બીજી તરફ ક્લબ ગરબા માટે પાસની કિંમત પણ આ નવરાત્રીમાં બે ગણી થવાની શક્યતા છે. જેને કારણે સામાન્ય વર્ગ જે પાર્ટી પ્લોટના ગરબા રમતા હતાં તેને ક્લબના પાસની કિંમત પરવડે તેમ નથી. તેથી ના છૂટકે તેમણે શેરી ગરબા તરફ આધાર રાખવો પડશે.
આ અંગે શહેરનના એક પાર્ટી પ્લોટના માલિક જય પટેલ કહે છે કે, પાર્ટી પ્લોટ બંધ થવાથી આ નવરાત્રીમાં સ્વાભાવિક રીતે જ શેરી ગરબા અને પોળોના ગરબાનું મહત્ત્વ વધી જશે, અને શેરી તથા પોળોના ગરબામાં પણ પાસ સિસ્ટમ દાખલ થઇ જશે. તથા ક્લબના ગરબા પણ વધુ મોંઘાદાટ થશે? અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પાર્ટી પ્લોટ ગરબાનું વિશેષ મહત્ત્વ હતું. પણ આ વર્ષે પાર્ટી પ્લોટ બંધ હોવાથી પશ્ચિમ અમદાવાદમાં પણ પૂર્વની જેમ શેરીએ શેરીએ ગરબાનો ધમધમાટ જોવા મળશે. આ અંગે સેટેલાઇટ વિસ્તારમાં રહેતા સંજયભાઇ કહે છે કે, આ નવરાત્રીમાં પશ્ચિમ અમદાવાદમાં શેરી ગરબાનો ઉદય તસે. પશ્ચિમમાં જે લોકો ફ્લેટના પાર્કિંગમાં કે ધાબા ઉપર ગરબા કરતાં હતાં તે લોકો આ નવરાત્રીમાં પાર્ટી પ્લોટ બંધ થવાથી શેરી ગરબા રચવાનું આયોજન કરી રહ્યા છે. દર વર્ષે પાર્ટી પ્લોટના ગરબા રમતો નિલેશ પટેલ કહે છે કે, આ નવરાત્રીમાં કંંઇક અલગ જ પ્રકારનો માહોલ જોવા મળશે. ક્લબના ગરબા મોંઘા તશે તથા પોળો અને શેરી ગરબાનું મહત્ત્વ વધશે તો તેની સાથે ન્યૂસન્સ પણ વધશે?તસ્વીર : સુરેશ મિસ્ત્રી
No comments:
Post a Comment