અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલો મોટો સુથાર વાડો ઘર નં. ૧૮૭૧માં ૧૬મી સદીની ઇટાલિયન કલાના અદ્ભૂત દર્શન થાય છે. મોટા સુથાર વાડામાં આવેલા ૧૮૭૧ નંબરના હેરિટેજ હાઉસમાં ૧૬મી સદીની ઇટાલિયન સ્ટાઇલની સિલિંગ હેરિટેજ વીકમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ સિલિંગ ભારતમાં બીજે ક્યાંય જોવા મળતી નથી. ગુજરાત સિવાયના રાજ્યો અને ફોરેનરો પણ આ સિલિંગની અચૂક મૂલાકાત લેશે. ૨૦૦ વર્ષ પહેલા બનાવવામાં આવેલી આ સિલિંગમાં ૧૬મી સદીની ઇટાલિયન કલાને કંડારવામાં આવી છે. સિલિંગની સાથે કલાત્મક ઇટાલિયન સ્ટેચ્યુ, ફેંગશૂઇ ડ્રેગન, ઇટાલિયન સ્ટાઇલ્સ વગેરે આકર્ષણનું કેન્દ્ર છે.
આ ઉપરાંત ગ્લાસીસ ખાસ બેલ્જિયમથી મંગાવવામાં આવેલા છે. આ ગ્લાસને આટલા વર્ષો વીતી ગયા હોવા છતાં પણ તેમનો કલર ઝાંખો પડયો નથી. જે આજે મળવા મુશ્કેલ છે. આ હેરિટેજ હોમમાં રહેતા જગદીપ મહેતા કહે છે કે આ ઘરનું રિસ્ટોરેશન ફ્રેંચ ગવર્નમેન્ટ અને હેરિટેજ ડિપાર્ટમેન્ટે કરેલું છે, અને અમે આ વારસાને સાચવવાનો પ્રયત્ન કર્યો છે. પોળોમાં જે વસ્તુઓ હતી તે આજે બનાવવી શક્ય નથી. આ વસ્તુઓ બનાવવા માટે બર્માટિક સાગ-સીસમનું લાકડું વાપરવામાં આવતંંુ. ઉત્તમ પ્રકારના કાચ અને સ્ટાઇલ્સ ફોરેનથી મંગાવવામાં આવતા હતાં.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી
No comments:
Post a Comment