ઇલેક્ટ્રીક સિરીઝના માર્કેટનો ઝગમગાટ વઘી ગયો છે. આ અંગે ઇલેક્ટ્રીક ચીજવસ્તુના વેપારી અલ્તાફ મલિક કહે છે કે, આ વર્ષે ઇલેક્ટ્રીક સીરીઝની ઘણી નવી આઇટમો બજારમાં આવી છે. સામાન્ય સીરીઝ ૩૫ રૂપિયાથી લઈને છેક ૧૫૦૦ રૂા. સુધી ં અવેલેબલ છે.આ ઉપરાંત વિવિધ સીરીઝવાળા એલ.ઇ.ડી. બોર્ડનું વેચાણ પણ માર્કેટમાં અત્યારે વઘી રહ્યું છે.

નવરાત્રિ અગાઉની તૈયારીમાં ઇલેક્ટ્રોનિક્સ ડેકોરેશન, ઘુપ, અગરબત્તી, માતાજીનો શણગાર, સાઉન્ડ સિસ્ટમ, ટ્રેડિશનલ ડ્રેસ, ગરબાની સીડી અને દાંડિયા માટે યુવાનો બજાર તરફ વડી રહ્યા છે.
સાઉન્ડના વેપારી અશોક ઓડેદરા કહે છે કે, અત્યારે નવરાત્રિના ગરબા વગાડવા માટે કોમ્પ્યુટર સાઉન્ડથી લઈને ડીજે સાઉન્ડ સિસ્ટમનો ક્રેઝ વઘ્યોછે.ઓછા બજેટવાળી સોસાયટીઓમાં આ પ્રકારના સાઉન્ડ આશિર્વાદ સમાન છે.સાઉન્ડમાં પણ મિનિમમ રૂા. ૨૫૦થી લઈને રૂા ૧૫,૦૦૦ સુધીના સાઉન્ડ લોકો હોંશે હોંશે ખરીદી રહ્યા છે આ વખતે પાર્ટી પ્લોટ બંધ હોવાથી શેરી ગરબા કરવા માટે પણ લોકો સાઉન્ડ સિસ્ટમ ખરીદી રહ્યા છે.
ઓર્ગનની સાથે હારમોનિયમ અને ડ્રમ સેટની ડિમાન્ડ પણ માર્કેટમાં સારી એવી છે ડ્રમ સેટના વેપારી કિરણ શાહ કહે છે કે, ડ્રમ સેટ, ઓરગન, ગીતાર અને હારમોનિયમનો ક્રેઝ પશ્ચિમ અમદાવાદમાં અત્યારે ખૂબ જ જોવા મળે છે અત્યારે માર્કેટમાં ચાલુ હારમોનિયમ રૂા. ૨૫૦૦થી લઈને સ્ટાન્ડર્ડ હારમોનિયમ રૂા. ૩૦,૦૦૦ સુધીના મળે છે. ડ્રમ સેટની ડિમાન્ડ પણ નવરાત્રિના માર્કેટમાં જોરદાર છે. દેશી ડ્રમ સેટ રૂા. ૩૫૦૦થી લઈને ઇમ્પોર્ટેડ ડ્રમ સેટ રૂા. ૬૦,૦૦૦ સુધીના બજારમાં ઉપલબ્ધ છે. ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં અત્યારે ૬૦ જેટલું ઇન્ક્રીમેન્ટ છે. નવરાત્રિને કારણે ઘૂપ- અગરબત્તીના માર્કેટમાં પણ ૪૦ ટકા જેટલો વધારો જોવા મળે છે. આ અંગે ઘૂપ- અગરબત્તીના વેપારી વિવેક દિલ્હીવાલા કહે છે કે, ઘૂપ- અગરબત્તી આમ તો બારેમાસ ધબકતું માર્કેટ છે છતાં પણ નવરાત્રિના કારણે આ માર્કેટમાં અત્યારે રાઈઝ જોવા મળે છે. રૂા. ૧૨૦થી લઈને ૧૫૦૦ સુધીના એક કિલો ઘૂપ મળે છે તો રૂા. ૧૦૦ કિલોથી લઈને રૂા. ૧૦૦૦ કિલો અગરબત્તી પણ માર્કેટમાં ખૂબ વેચાઈ રહી છે. આ વખતે માર્કેટમાં જેલી ઘૂપની ડિમાન્ડ ખૂબ જ વધારે છે.બીજી તરફ માતાજીના શણગારનું માર્કેટ પણ અત્યારે ધમધમી રહ્યું છે. વિવિધ પ્રકારની ચુંદડીઓ, ગરબાઓ, ગુલાલ, કંકુ, પૂજા-પાઠનો સામાન વગેરેની ડિમાન્ડ ૪૦ ટકા વધી ગઈ છે. શણગારનો વેપાર કરતા હરિપ્રસાદ કારખાનાવાલા કહે છે કે, ‘નવરાત્રિ માતાજીનો તહેવાર હોવાથી શણગારની વિવિધ નાની નાની વસ્તુઓની માટે લોકોનો ઘસારો વઘી રહ્યો છે.’નવરાત્રિ માર્કેટમાં જો સૌથી વધારે ગરમી વાળી જગ્યા હોય તો તે છેે ગરબાની સીડીનું માર્કેટ.
આ અંગે મ્યુઝીકલ કેસેટના વેપારી નિલેશ પટેલ કહે છે કે, છેલ્લા એક અઠવાડિયાથી ગરબાની કેસેટોની વેચવાલીમાં ૬૦ ટકાથી પણ વધારે ઉછાળો આવ્યો છે. અત્યારે ગરબાની સીડીમાં આખી રાત નોન સ્ટોપ ચાલ્યા કરે તેવી સિડીઓ આયોજકોને આકર્ષી રહી છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી
No comments:
Post a Comment