Sunday, December 5, 2010

નવરાત્રિની નવરાશથી ચિંતિત કલાકારો

નવરાત્રી આવે એટલે ઓરકેસ્ટ્રા પાર્ટીઓની ડિમાન્ડ ખૂબ જ હોય છે. પરંતુ આ વખતે કેટલાક કારણોસર નવરાત્રિમાં પણ ઓરકેસ્ટ્રા પાર્ટીઓના નવ દિવસ પણ બુક નથી થયા. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ૫૦૦૦થી પણ વધારે કલાકારો છે. ત્રણ-ચાર કારણોને લીધે આ વખતે નાના કલાકારો નવરાત્રીમાં પણ નવરાશ છે. તેઓ નવરાત્રીમાં ત્રણ-ચાર દિવસ કામ મળી રહે તે માટે અત્યારે પણ કામ શોધી રહ્યા છે.
આ અંગે મ્યુઝિકલ આર્ટિસ્ટ રીક્રીએશન ક્લબના ફાઉન્ડર ટ્રસ્ટી અનુપમ વ્યાસ કહે છે કે, ‘ગયા વરસની સરખામણીમાં આ વર્ષે ઓરકેસ્ટ્રા પાર્ટીઓની ડિમાન્ડમાં ૪૦ ટકાનો ઘટાડો થયો છે. સમયમર્યાદાની મુશ્કેલી પણ ઓરકેસ્ટ્રા ઉપર છે. કારણ કે કોમર્શિયલ ગરબા ૧૦ વાગ્યે ચાલુ થતાં હોય છે. તેથી લોકો બે કલાક માટે, સો-બસો રૂપિયાની ટિકિટ નથી ખરીદતા.’’ અમદાવાદમાં મોટાભાગના ગરબા પાર્ટીપ્લોટ પર આધારિત હતા. પરંતુ આ વર્ષે પાર્ટી પ્લોટ બંધ હોવાથી ગરબા ઓર્ગેનાઈઝ થઈ શક્યા નથી. કારણ કે મોટાભાગની ઓરકેસ્ટ્રા પાર્ટીપ્લોટોમાં જ બૂક થયેલી હોય છે તેથી આ વર્ષે એ શક્ય નથી.

અમદાવાદમાં ૫૦૦૦થી વધારે ઓરકેસ્ટ્રા કલાકારો છે. તેમને આ વર્ષે નવરાત્રિમાં પાર્ટીપ્લોટ બંધ હોવાથી, સસ્તી ડિજે સિસ્ટમ અને ઈલેક્શનના કારણે નવ દિવસમાંથી માત્ર ત્રણથી ચાર દિવસ જ બૂક થયા છે.

આ વર્ષે ઓરકેસ્ટ્રા પાર્ટીઓને નવરાત્રિમાં દસ દિવસને બદલે માત્ર ચાર-પાંચ દિવસનું જ કામ મળ્યું છે.
આ અંગે પ્લેબેક સિંગર હિમાંશુ ત્રિવેદી કહે છે કે, ‘‘આ વખતે ઓરકેસ્ટ્રા અને સિંગરો માટે બંધ પાર્ટી પ્લોટ મેજર માઈનસ પોઈન્ટ છે. જે લોકો કોમર્શિયલ ગરબા ઓર્ગેનાઈઝ કરતાં તે કરી શક્યા નથી. નવરાત્રિનો જે માહોલ ઉભો થવો જોઈએ તે માહોલ અત્યારે દેખાતો નથી.’’ જે લોકો મ્ ગુ્રપના છે તેને બહુ તકલીફ પડી છે, કારણકે મ્ ગુ્રપના કલાકારો મઘ્યમ વર્ગમાંથી આવે છે અને તેઓ મુખ્યત્વે નવરાત્રિ અને લગ્નની સિઝન પર જ આધાર રાખતા હોય છે.
પાર્ટી પ્લોટ ઉપરાંત ઈલેક્શનને કારણે પણ ઓરકેસ્ટ્રાને ફટકો પડ્યો છે. કારણ કે જે લોકો જાહેર કાર્યક્રમો કરાવનારા છે અથવા પોલિટીકલ બેકગ્રાઉન્ડ ધરાવનારા છે તે સક્રિય નથી. આ વખતે બજારમાં સ્પોન્સર પણ ઉપલબ્ધ નથી. જેના પરિણામે કોમર્શિયલ ગરબા ઓર્ગેનાઈઝ કરી શકાયા નથી. આ અંગે મ્યુઝિશિયન કલ્પેશ પટેલ કહે છે કે, પાર્ટીપ્લોટ અને ઇલેક્શનને કારણે મ્યુઝિશિયનો પર મોટો દુકાળ પડ્યો છે. સામે શેરી ગરબાના બજેટ નાના હોવાથી તે લોકોને ઓરકેસ્ટ્રા બૂક કરાવવા પોસાય તેમ નથી.’ તેથી દર વર્ષે નવરાત્રિના એક મહિના પહેલા જ દસે-દસ દિવસ ઓરકેસ્ટ્રાના બૂક થઈ જતા હતા તે આ વર્ષે માંડ માંડ ચારથી પાંચ દિવસ જ બૂક થયા છે. શેરી-ગરબા લોકો ઓરકેસ્ટ્રાને બદલે ડી.જે. સિસ્ટમ પર વધારે ચલાવે છે. સોસાયટીમાં દરેક જગ્યાએ મ્યુઝિકલ પાર્ટી એફાર્ડ ના કરી શકે. સોસાયટી અને શેરી ગરબામાં લોકો નવ દિવસમાં બે કે ત્રણ દિવસ જ ઓરકેસ્ટ્રા બૂક કરાવે છે. સોસાયટીના ઓર્ગેનાઈઝર પાસે નવ દિવસ સુધીનું બજેટ નથી હોતું. તેથી તેઓ ડી.જે. સાઉન્ડ સિસ્ટમ અથવા ટેપ રેકોર્ડર પર રમવાનું વધારે પસંદ કરે છે. નવરાત્રિ આડે માંડ બે દિવસ બાકી છે ત્યારે પણ નાના અને મઘ્યમ કલાકારો ફાંફાં મારી રહ્યાં છે. નવરાત્રીના માહોલમાં પણ મ્યુઝિશિયનોને કામ મળવું મુશ્કેલ બની ગયું છે. કારણ કે સોસાયટીના લોકો સમગ્ર ઓરકેસ્ટ્રા બૂક કરવાને બદલે માત્ર એ ડ્રમર જ ગરબા ઓર્ગેનાઈઝ કરી લે છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

No comments:

Post a Comment