વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓને કોર્પોરેટ, કોલ સેન્ટર, ડેટા એન્ટ્રી, બીપીઓ, ઓપરેટર, કેશીયર, રિસેપ્શન, કોમ્પ્યૂટર સોફ્ટવેર વગેરે જગ્યાએ સ્કીલ પ્રમાણે નોકરી મળે છે. દરેક કંપનીઓ પણ સ્કીલ પ્રમાણે જોબ અપે છે, અને વિકલાંગતાને કારણે તેમની સેલેરી પર કોઇ જ અસર નથી પડતી.આ મેળામાં અશિક્ષિતથી લઇને બિઝનેસ મેનેજમેન્ટમાં પરંગત વિકલાંગોએ ભાગ લીધો છે. જેઓને પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ દ્વારા સારા પેકેજ સાથે જોબ ઓફર કરવામાં આવી છે. ૩-ડી એનિમેશન સોફ્ટવેર બનાવતી કંપનીના એડમિસ્ટ્રેશન મેનેજર વર્ષા ગજ્જર કહે છે કે, અમે દર વર્ષે વિકલાંગોને હાયર કરીએ છે. ૧૦ પાસ હોય અને અંગ્રેજીનું નોલજ હોય તો અમે શરૂઆતમાં ૫૦૦૦નું માસિક પેકેજ આપીએ છે. અત્યારે આ કંપનીમાં ૫૦, ૦૦૦ માસિક પેકેજ મેળવતા વિકલાંગો છે. ડિસેબલ વ્યક્તિનું કમિટમેન્ટ ખૂબજ પાવરફૂલ હોય છે. તેઓને જાણ હોય ચે કે તેમને આ કામ કરવાનું જ હોય છે.
અને તે બહુ સારી રીતે એ કામ પાર પણ પાડે છે. આ મેળામાં આવેલ હેન્ડિકેપ હર્ષદ પરમાર કહે છે કે, એક હેન્ડિકેપ તરીકે પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ અમને જે ચાન્સ આપે છે એ જ મહત્ત્વનું છે. જે વિકલાંગ વ્યક્તિઓને જોબ નથી મળી અને જેને જોબની જરૂર છે એવા વ્યક્તિ માટે આ મેળો વરદાનરૂપ સાબિત થશે. ખાસ કરીને વિકલાંગોને કંપનીની જે પ્રમાણે રિકવાયરમેન્ટ હોય એ પ્રમાણે તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. જેથી રોજગારી જલદી મળી રહે. ફિઝિકલી ચેલેન્જ ધરાવતો અભિષેક સોની અત્યારે આઇટી કંપનીમં જોબ કરે છે. પરંતુ સારી કંપની અને સારી અપોર્ચ્યુનિટી મળે તે માટે અહીં આવ્યો છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી
No comments:
Post a Comment