દેશ અને દુનિયામાં ડ્રાય સ્ટટ ે તરીકેની આગવી ઓળખ ધરાવનારા ગુજરાતના અમદાવાદ શહેરમાં ૬ જુલાઇ ૨૦૦૯ના દિવસે દેશી લઠ્ઠાએ લાશોની ઢેર વરસાવી હતી. દારૃબંધી હોવા છતાં પણ ગુજરાતના ઇતિહાસમાં આ સૌથી મોટો લઠ્ઠાકાંડ સર્જાયો હતો, પરંતુ જનતાની યાદદાસ્ત ટૂંકી હોવાથી થોડા સમયમાં બધું જ ભૂલી ગઇ અને ગુજરાત ફરીથી વાઇબ્રન્ટ થઇ ગયું. ત્યારે અમદાવાદના ઉમેશ સોલંકીએ લઠ્ઠાકાંડના અકે વરસ પછી ભોગ બનેલા પરિવારોની શું સ્થિતિ છે તેના પર 'સોરી મિ. મહાત્મા' નામની ૩૪ મિનિટની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી છે. આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મને ત્રણ ભાગમાં વહેંચી દીધી છે. પ્રથમ ભાગમાં જે પરિવારના સભ્યોને દેશી લઠ્ઠો પીવામાં આવી ગયો છે તેની ખબર કેવી રીતે પડી તેનું વર્ણન કરવામાં આવ્યંુ છે. બીજા ભાગમાં જે લોકોએ લઠ્ઠો પીધો હતો તેમની સાથે હોસ્પિટલમાં કેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો તેનું વર્ણન છે. અને ત્રીજા ભાગમાં લઠ્ઠાકાંડમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારની અત્યારે શું સ્થિતિ છે તેનું વર્ણ કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં રહેતા ઉમેશ સોલંકીએ અમદાવાદમાં એક વરસ પહેલા થયેલા લઠ્ઠાકાંડમાં અસર પામેલા પરિવારોની હાલની સ્થિતિનું વણર્ન કરતી સોરી મિ. મહાત્મા નામની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી છે. આ અંગે ઉમેશ સોલંકી કહે છે કે, આ ડોક્યુમેન્ટ્રીનું નામ એટલા માટે સોરી મિ. મહાત્મા રાખ્યું છે કે જે લોકોને ગાંધીજીનું ગૌરવ છે એ લોકો જ આજે લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલાના પરિવારોને ભૂલી ગયા છે. જ્યારે ગાંધીજી માટે બે વસ્તુ મહત્ત્વની હતી દારૃબંધી અને દલીતો પરંતુ આ લઠ્ઠાકાંડમાં ૯૦ ટકા દલીતો જ મૃત્યુ પામ્યા છે. અને મિ. શબ્દ ફક્ત ફોર્માલિટી માટે જ વાપર્યો છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી
No comments:
Post a Comment