Sunday, December 5, 2010

ટર્મ સિસ્ટમ કરતા સેમેસ્ટર સિસ્ટમ શ્રેષ્ઠ

ઉચ્ચ શિક્ષણને વ્યવહારુ બનાવવા માટે કોલેજ કક્ષાએ સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. આ થઅંગે અમદાવાદની સી.સી. શેઠ કોલેજ ઓફ કોમર્સમાં જુદી જુદી ૧૨ કોલેજના ૨૦૦ જેટલા સ્ટુડન્ટ્સ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં સેમેસ્ટ પદ્ધતિ વ્યવહારું છે. આ વિષય પર ડેિબેટ કરી હતી. આ ૨૦૦ સ્ટુડન્ટ્સમાંથી ૨૪ સ્ટુડન્ટ્સ વચ્ચે સેમેસ્ટર સિસ્ટમ પર કોમ્પિટિશન પણ કરી હતી. આ વિદ્યાર્થીઓમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ સેમેસ્ટર પદ્ધતિની તરફેણ કરી હતી તો કેટલાક વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ પણ નોંધાવ્યો હતો. આ ડિબેટના ચીફ ૯ેસ્ટ તથા સ્કૂલ ઓફ કોમર્સના ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ ડો. ચારીએ કહ્યું હતું કે, સેમેસ્ટ પદ્ધતિ આપણી નવી જનરેશન માટે સારી છે, કારણ કે આજે માર્કેટમાં મોટા પ્રમાણમાં પ્રોફેશનલ કોર્સ ચાલી રહ્યા છે. તેથી આ કોર્સની સાથે કોમ્પિટિશનમાં આપવા માટે સેમેસ્ટર પદ્ધતિ જરૂરી છે.
રાજ્યમાં અનેક અભ્યાસક્રમોમાં સેમેસ્ટર સિસ્ટમ દાખલ થઈ ચૂકી છે.બી.કોમ અને બી.એ જેવા અભ્યાસક્રમમાં સેમેસ્ટર સિસ્ટમથી વિદ્યાર્થીઓમાં અલગ પ્રકારનો અભિગમ કેળવાશે. પરીક્ષા સેમેસ્ટર દીઠ લેવાશે જેના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષાને વઘુ ગંભીરતાપૂર્વક લેતા થશે.

સેમેસ્ટર પદ્ધતિને લઇને વિદ્યાર્થીઓમાં પણ અનેક પ્રશ્રો છે. આ અંગે સ્ટુડન્ટ પાર્થ દલવાડી કહે છે કે, જો સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરવામાં આવશે તો વિદ્યાર્થીઓ પર પ્રેશર વધી જશે અને વિદ્યાર્તીઓએ સ્ટડીમાં જ વળગી રહેવું પડશે. સેમેસ્ટર સિસ્ટમનો વિરોધ કરનારા વિદ્યાર્થીઓનું માનવું છે કે, જો સેમેસ્ટર સિસ્ટમ આવશે તો વિદ્યાર્થીઓને કોલેજમાં કરવા મળથી એકસ્ટ્રા એક્ટિવિટી કરવા નહીં મળે. આ અંગે સ્ટુડન્ટ કિંજલ રાવલ કહે છે કે, જે વિદ્યાર્થીઓને મહેનત નથી કરવી તેવા વિદ્યાર્થીઓ સેમેસ્ટર સિસ્ટમનો વિરોધ કકરે છે, પરંતુ સેમેસ્ટર સિસ્ટમ વિદ્યાર્થીઓ માટે લાભદાયક છે.
આ ડિબેટમાં ૭૦ ટકા વિદ્યાર્થીઓએ સેમેસ્ટર સિસ્ટમની તરફેણ કરી હતી. સેમેસ્ટર સિસ્ટમ આપવાથી વિદ્યાર્થીઓ પર પરિક્ષાનું ભારણ ઘટી જશે, અને વિદ્યાર્થીઓ મુક્ત રીતે માર્કેટ સાથે હરિફાઇ કરી શકશે. આ અંગે સ્ટુડન્ટ હેતલ પરમાર કહે છે કે, આ સિસ્ટમથી વિદ્યાર્થીઓને ભણવાનું સરખી રીતે મળશે. ઉપરાંત બે વધારાના સબજેક્ટ જાણવા મળશે. વિદ્યાર્થીઓએ આ ડિબટેમાં પોતાના વિચારો દ્વારા સેમિસ્ટર સિસ્ટમ કેટલી ફાયદાકારક છે તે અંગે જાતે જ ડિબેટ કરી હતી. આ અંગે સી.સી. શેઠ કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સિપાલ એ.પી. પટેલ કહે છે કે, વિદ્યાર્થીઓ સેમિસ્ટર સિસ્ટમની સાથે એન.એસ. એસ, સ્પોર્ટ્સ, કલ્ચરલ પ્રોગ્રામ વગેરે જેવી કોલેજની એકસ્ટ્રા એક્ટિવિટીમાં પણ ભાગ લઇ શકશે.તસ્વીર : સુરેશ મિસ્ત્રી

No comments:

Post a Comment