Sunday, December 5, 2010

કાગળના મોતી પણ મોહક લાગે છે



આ નવરાત્રીમાં અનેક ફેશન ડિઝાઈનરે હળવી કાગળની જ્વેલરી બનાવી છે. કાગળને પલાળીને તેમાંથી પેસ્ટ બનાવવાની પ્રક્રિયામાંથી અસ્સલ મોતી જેવા મોતી બનાવી શકાય છે.મેટલના દાગીના કરતા કાગળની જ્વેલરીમાં પરસેવો
થતો નથી.



આજના યંગસ્ટર્સમાં ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ વાપરવાનો ક્રેઝ વધારે જોવા મળે છે. નવરાત્રિમાં યંગસ્ટર્સ મોતીની જ્વેલરી વધારે પસંદ કરે છે. વિવિધ પ્રકારના મોતી અને બ્રાઇટ કલર યંગસ્ટર્સના દિલો- દિમાંગમાં ઉતરી જાય છે. આ માટે નવરાત્રિમાં ખાસ ધ્યાનમાં રાખીને અમદાવાદ ની ડિઝાઇન સેવા સંસ્થા દ્વારા ખાસ ઇકો ફ્રેન્ડલી મોતીની જ્વેલરી બનાવવામાં આવી છે.
આજે માર્કેટમાં પ્લાસ્ટિકના મોતી વધારે પ્રમાણમાં યુઝ કરવામાં આવે છે. ત્યારે ડિઝાઇન સેવા દ્વારા પ્લાસ્ટિકના મોતીની અવેજીમાં કાગળના મોતી બનાવવામાં આવે છે. આ કાગળના મોતીમાંથી નેકલેસ, ઇયરિંગ, સેટ, બ્રેસલેટ, ઓકલેટ વગેરે પ્રકારની જ્વેલરી બનાવવામાં આવે છે. આ જ્વેલરી ખાસ તો ચણિયાચોળી સાથે મેચિંગ થાય એ રીતે બનાવવામાં આવે છે.
નવરાત્રિમાં યુવતીઓ ઉડીને આંખે વળગે તેવા ભડકીલા કલર ટ્રેડિશનલ વેયરની સાથે બ્રાઇટ કલરની જ્વેલરી વધારે પહેરવાનું પસંદ કરે છે. આ મોતીની જ્વેલરી કાગળી હોવા છતાં આકર્ષક અને રંગીલા કલરની છે. તેથી આ જ્વેલરી કાગળની હોવાથી ટ્રેડિશનલ લૂક આપે છે. બીજુ એ કે નવરાત્રિમાં કોસલી જ્વેલરી ખોવાઇ જવાનો પણ ડર રહે છે તેથી યુવતીઓ કાગળની જ્વેલરી પ્રમાણમાં સસ્તી હોવાથી વધારે પસંદ કરે છે.
આ જ્વેલરી લૂકમાં એન્ટિક હોવા છતાં એકદમ સસ્તી છે. તેથી ખેલૈયાઓ મોંઘીદાટ ડાયમન્ડ જ્વેલરીની જગ્યાએ ટ્રેડિશનલ લૂક આપતી આ કાગળના મોતીની જ્વેલરીને વધારે સેફ સમજે છે. અત્યારે આ જ્વેલરીમાં ૪૦ ટકાની ડિમાન્ડ વધી ગઇ છે. અત્યારે કાગળના મોતીની જ્વેલરી ઇન ટ્રેન્ડ છે.
આ અંગે ડિઝાઇન સેવાના ડિઝાઇનર રીચા વરુન કહે છે કે, અમે પહેલા જે કાગળની જ્વેલરી બનાવતાં હતા તે ડલ હતી. આ વખતે યંગસ્ટર્સમાં ન્યુ જ્વેલરીની ડિમાન્ડ હોવાથી અમે ખાસ પેપર જ્વેલરીની મોતીની નવી આઇટમો ડિઝાઇન કરી છે. પેપરના મોતી બનાવવા માટે સૌ પ્રથમ વેસ્ટ પેપરના નાના ટુકડા કરીને તેને બે દિવસ સુધી પાણીમાં પલાળી રાખવામાં આવે છે, ત્યાર પછી તેને હેન્ડ ગ્લાઇન્ડર દ્વારા માવો બનાવી તેમા મુલતાની માટી નાખીને તેના મોતી બનાવવામાં આવે છે. આ અંગે કાગળમાંથી મોતી બનાવતા પુષ્પાબેન પરમાર કહે છે કે, અમે વિવિધ જ્વેલરીને આકર્ષક બનવાવા માટે કગાગળના મોતીની સાથે પ્લાસ્ટિકના નાના મોતીનો પણ ઉપયોગ કરીએ છે. જેથી જ્વેલરીમાં કલર વેરિયેશન વધારે મળે છે.
કાગળના મોતીની જ્વેલલરીની કિંમત રૃ. ૩૦થી લઇને ૩૦૦ સુધીની રેન્જમાં મળે છે. આ જ્વેલરી એકદમ બ્રાઇટ છે. નવરાત્રિ માટે ખાસ રંગ બેરંગી અને ભડકીલા કલરના મોતી બનાવવામાં આવે છે. કાગળના મોતી પર ફેબ્રિક અને વોટર કલરનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ મોતીનો વટરફ્રુપ બનાવવા માટે ટચવુડ કરવામાં આવે છે.
આ અંગે મોતી બનાવતા તેજુબેન ડાભાણી કહે છે કે, આ મોતીનો કલર ટ્રેડિશનલ કલર જેવો જ બ્રાઇટ છે. અને મોતીની જ્વેલરીમાં ટ્રેડિશનલ અને ન્યુ ડિઝાઇનનું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે. આ જ્વેલરીમાં ઇયરિંગની ડિમાન્ડ ખૂબ સારી છે. આ જ્વેલરીમાં ૧૫ ટકા જ્વેલરી ફોરેનર જ ખરીદે છે. યુવતીઓ પણ બ્રાઇટ ચણિયાચોળી સાથે બ્રાઇટ કલરની પેપરના મોતીની જ્વેલરી વધારે પસંદ કરી રહી છે. આ મોતીની જ્વેલરી એટલે વેસ્ટમાંથી બેસ્ટ ઇકો ફ્રેન્ડલી જ્વેલરી ફેશન.

No comments:

Post a Comment