Sunday, December 5, 2010

નવરાત્રી પહેલા ટેક ઓફ કરતું ટે્રડિશનલ માર્કેટ


જેમ જેમ નવરાત્રી નજીક આવી રહી છે તેમ તેમ યંગસ્ટર્સમાં પણ નવરાત્રીની તૈયારીઓનો રંગ જામતો જાય છે. અત્યારથી જ ટ્રેડિશનલ માર્કેટમાં ટ્રેડિશનલ વેરની ડિમાન્ડ વધી રહી છે. માત્ર અમદાવાદમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની તડામાર તૈયારી થઇ રહી છે. ગુજરાતના ટ્રેડિશનલ ગરબાનો આનંદ માણવા માટે દેશ- વિદેશમાંથી અસંખ્ય લોકો આવે છે. આ વખતે યંગસ્ટર્સમાં નવરાત્રી માટે કચ્છી- કાઠિયાવાડી ઓલ્ડ વર્ક ખૂબ જ ડિમાન્ડ છે. આ અંગે ટ્રેડિશનલ રીટેઇલરમનોજ પટેલ કહે છે કે, આ વખતે ફેન્સી બ્રોકેટ વિથ કચ્છી ઓલ્ડ વર્ક મિક્સિંગ ચણીયાચોળીની માર્કેટમાં અત્યારથી જ ડિમાન્ડ વધી રહી છે. સાથે સાથે વઢવાણ અને માંડવીના બંધેજ દુપટ્ટા પણ લેટેસ્ટ ફેશન છે.
આ અંગે પલ્લવી દેસાઇ કહે છે કે, જેમ ગીતોની દુનિયામાં રફી અને મુકેશ, સાહિત્યામાં શેક્સપિયર અને ઓશો ઓલ ટાઇમ ફેવરિટ છે. તેમ નવરાત્રીમાં કચ્છી- કાઠિયાવાડી કટિંગ વર્ક સદાબહાર ફેશન છે. તો જ્વેલરીમાં પણ કાઠિયાવાડી જ્વેલરીની બોલબાલા માર્કેટમાં અત્યારથી જ થઇ રહી છે. ચાંદીના કાઠિયાવાડી ઘરેણાં યંગસ્ટર્સમાં ફેવરિટ છે. સાથે સાથે જ્વેલરીમાં લેટેસ્ટ ડિઝાઇનનો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના ગામેગામ ટ્રેડિશનલ વર્ક કરતી મહિલાઓનાં ખોળામાં ઢગલા બંઘ કામ આવી રહ્યું છે. તો બીજી તરફ ગૃહઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાઓ દિવસ- રાત ટ્રેડિશનલ જ્વેલરી બનાવી રહી છે. થોકબંઘ હેન્ડ વર્ક અને મશીન વર્ક થતું હોવા છતાં વિશાળ ખેલૈયાઓના શોખને કારણે આ વખતે પણ ટ્રેડિશનલ ડ્રેસની કિંમત આસમાનને આંબી જશે.
બીજી તરફ ગર્લ્સમાં ટ્રેડિશનલ પોષાકમાં પાટણના પટોળા જેવી ડિઝાઈની ડિમાન્ડ પણ છે. આ અંગે રેખા પટેલ કહે છે કે, નવરાત્રીમાં ભૌમિતિક આકૃતિઅ, નારીકુંજર, પાનભાત, ફૂલવાડી, ચોકડીભાત અને પશુ-પક્ષીઓની આકૃતિઓવાળાશુદ્ધ રેશમના પાટણના પટોળાં કંઇક અલગ જ ઉપસી આવે છે. તો ચણીયાચોળીમાં આભલા ભરતની ડિમાન્ડ પણ માર્કેટ સદાબહાર છે. આભલા ભરતમાં આહીર અને રબારી ભરતની વધારે ડિમાન્ડ છે. આ ઉપરાંત આરી ભરતની ડિમાન્ડ પણ યંગસ્ટર્સમાં જોવા મળે છે.
આ અંગે ટ્રેડીશનલ રિટેઇલર ધનપાલ દેસાઇ વાત કરે છે કે, નવરાત્રી માટે અત્યારે માર્કેટમાં આહીર ભરત અને કણબી ભરતના ઘાઘરા, ચોળી, કાપડું, ચણિયા વગેરેની ડિમાન્ડ છે. સૌરાષ્ટ્રની કાઠી કોમની હાથવણાટના ભરત ભરેલા ઘાઘરા અને ચણિયાચોળીની ડિમાન્ડ છે. આ અંગે ડિઝાઇનર રીચા વરૂણ કહે છ ેકે, નવરાત્રી માટે યંગસ્ટર્સ ટ્રેડિશનલ વેર માટે સ્પેશ્યલ ઓર્ડર મુજબ વધારે કામ કરાવે છે. આ વખતે નવરાત્રીમાં ન્યૂ જ્વેલરીની ડિમાન્ડ અત્યારથી જ છે. એટલે અમે ખાસ પેપર જ્વેલરીની વિવિધ ન્યૂ આઇટમો ડિઝાઇન કરી રહ્યા છે. પેચ વર્ક અને એબ્રોઇડરી વર્ક પણ આજે યંગસ્ટર્સને આકર્ષે છે. એબ્રોઇડરી વર્ક કરતાં ધનજી ભાટ કહે છે કે, નવરાત્રી માટે અમને અત્યારથી જ ઓર્ડર મળવાના ચાલુ થઇ ગયા છે. જેમાં ખાસ કરીને ટ્રેડીશનલ ડિઝાઇનની વધારે ડિમાન્ડ છે. આ નવરાત્રીમાં ટ્રેડિશનલ ફેશન ડિઝાઇનરો પણ પોતાની કલાને બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
યુવાનોમાં પણ આ વખતે કાઠિયાવાડી ટ્રેડીશનલ પોશાકનો ટ્રેન્ડ વધારે છે. સુંદર ભરત ભરેલા અંગરખા અને લાલ ફેંટા સાથે કાઠિયાવડી ચોંયણી પહેરવાનું યુવાનો વધારે પસંદ કરે છે. આ અંગે રાહુલ ભટ્ટ કહે છે કે, વ્હાઇટ અંગરખામાં સુંદર કચ્છી- કાઠિયાવાડી ભરતકામ સાથે લાલ ફેંટા અને પરંપરાગત પાઘડી સાથે સુંદર ભરત ભરેલી છત્રીઆ નવરાત્રીનું વિશિષ્ટ આકર્ષણ હશે. કેટલાંક છોકરીઓએનવરાત્રી માટે સ્પેશ્યલ ઓર્ડર નોંધાવી દીધો છે. તો વાર- તહેવારે ભાડેથી મળતાં ટ્રેડીશનલ પહેરવેશ માટે યંગસ્ટર્સ પાણી પહેલાં જ પાળ બાંધવા લાગ્યા છે. આ અંગે ટ્રેડીશનલ રિટેઇલર અજય ખત્રી કહે છે કે, નવરાત્રીમાં માર્કેટમાં દર વર્ષની સરખામણીમાં આ વર્ષ પણ સૌરાષ્ટ્રના ટ્રિેડશનલ પોષાકની ડિમાન્ડ વધારે છે. કચ્છી- કાઠિયાવાડી ટ્રેડીશનલનું સ્થાન અત્યારે કોઇ પણ ડિઝાઇનર લઇ શકે તેમ નથી. નવરાત્રીમાં યંગસ્ટર્સમાં કચ્છી- કાઠિયાવાડી પહેરવેશ ઓલ ટાઇમ હિટ ફેશ ન છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી

No comments:

Post a Comment