ગરીબોને મદદ કરવાના હેતુસર જમાલપુરના યુવા ડાન્સરોનું ગુ્રપ કોઈપણ પ્રકારની અપેક્ષા વગર લગ્નોમાં સ્ટન્ટ અને ડાન્સ કાર્યક્રમનું આયોજન કરે છે. તેમના કાર્યક્રમની આવકમાંથી આ બાળકો ગરીબોને મદદ કરે છેરોમાન કહે છે કે, ગરીબો આવા શોના કરી શકે એટલા માટે અમે ગરીબો માટે શોે કરવાનું શરૂ કર્યું છે. આ ગુ્રપ ગરીબોના ઘરે મફત શો કરવા માટે પણ જાય છે. આ ગુ્રપના બધા છોકરા અમીર ઘરના છે. જ્યારે એક જ છોકરો મુનાફ છીપા ગરીબ છે. ૭માં ધોરણમાં અભ્યાસ કરતો મુનાફ કહે છે, હું પોતે ગરીબ છું એટલે મને ગરીબોની સેવા કરવાનો અદ્ભૂત આનંદ આવે છે, અને શોમાંથી જે પૈસા મળે એમાંથી મને પણ થોડા પૈસા મળી રહે છે. આ ગુ્રપના બધા છોકરા અભ્યાસ કરવાની સાથે સાથે ગરીબોની સેવા કરવાનું કાર્ય કરે છે.
આ ગુ્રપ દર મહિને ૧૦થી પણ વધારે શો કરે છે. આ ગુ્રપને એક શોમાં ૨૦૦૦થી લઇને ૧૦,૦૦૦ સુધી રૂપિયા મળે છે. ૧૦માં ધોરણમાં અભ્યાસ કરતો અને આ ગુ્રપમાં પર્ફોમ કરતો ફઇમ શેખ કહે છે કે, અમારે પૈસાની જરૂર નથી એટલે અમે ડાન્સ અને સ્ટન્ટના વિવિધ શો કરીને અમારી ક્રિએટિવિટીને આગળ લઇ જવાની સાથે સાથે સેવાનું પણ કાર્ય કરીએ છીએ.
આ ગુ્રપે શો કરવા માટે ખાસ પ્રકારના કપડા અને જરૂરી સાધન સામગ્રી પણ પોતાના ખર્ચે જ વસાવ્યા છે. રોમાનને ડાન્સ અને સ્ટન્ટનો એટલો બધો શોખ છે કે તેણે અભ્યાસ કરવાનું છોડીને માત્ર ડાન્સ શીખવાનું જ કામ ચાલુ કર્યું છે. જો કોઇ ગરીબ પરિવારમાં કોઇ પ્રસંગ હોય તો આ ગુ્રપ ગરીબોની ખુશી માટે એક પણ પૈસો લીધા વિના મફત શો કરવા માટે પણ જાય છે.
No comments:
Post a Comment