અમદાવાદની મુલાકાતે આવેલા જાપનીઝ દંપતિ યોશિમિ કોજીમા અને જુનિચિ કોજીમા જાપાનમાં ભારતીયોને જાપાનીઝ ભાષા શિખવે છે. અમદાવાદ આવતા પહેલા આ દંપતિ હિન્દી શિખીને આવ્યા છે. જાપાનીઝ ભાષાથી ટેવાયેલા કોજીમા દંપતિ બહુ મીઠાશ ભર્યુ હિન્દી બોલે છેઅમદાવાદના સાબરતમી આશ્રમ અને ગૂજરાત વિદ્યાપીઠની મુલાકાત થકી તેઓ કહે છે કે અહીં અમને ખૂબ શાંતિનો અનુભવ થયો અને ગાંધીજીની શક્તિ અને પ્રભાવ આજે પણ છે જ. અને ચરખો કાંતવો, ભજન બોલવા જેવી ગાંધીજીની પરંપરા આજે પણ ચાલુ છે. એ જોવાનું અમને સૌભાગ્ય મળ્યું છે.
આ દંપતિને અમદાવાદમાં પોળોની સાંકડી અને આડા-અવળી ગલીઓ ખૂબ જ ગમે છે. ગઇકાલે અમે અમદાવાદની પોળોમાં ફર્યા હતા.આ અંગે જુનિચી કોજીમા કહે છે, અમદાવાદમાં રસ્તાઓ પર ચાલતા હાથીઓ, ઘોડાઓ, ગાય, ઓટો, સાઇકલ જેવી વસ્તુઓ જાપાનમાં જોવા નથી મળતી. આ જોઇને અમારો વિચારો જ બદલાઇ ગયા. વિશેષમાં આ દંપતિ કહે છે કે, ભારતમાં રસ્તા પર જિંદગી ગુજરાતા ગરીબ લોકો અને સારી ગાડીઓ ચલાવતા અમીર લોકોને પણ જોય શકાય છે. જાપાનમાં આ અંતર જોવા નથી મળતું. જ્યારે અહીં બઘું જ સામે જોઇ શકાય છે, એટલે જ ભારત મહાન છે. સામાન્ય રીતે જાપાનીઝ લોકો લાંબુ જીવન જીવે છે એ પ્રશ્રના જવાબમાં તેઓ કહે છે કે એનું કારણ એ છે કે જાપાનમાં પ્રાયમરી હેલ્થ ટ્રીટમેન્ટ ખૂબ વધી ગઇ છે અને હેલ્થ ઇન્સ્યોરન્સ સિસ્ટમ હોવાથી લોકો ઓછા ખર્ચે પણ સારો ઇલાજ મેળવી શકે છે. ૧૯૪૫ પછી જાપાનમાં એક પણ યુદ્ધનો બનાવ નથી બન્યો. આર્થિક પ્રગતિ ઝડપી થઇ ગઇ છે, જેથી જનતાની રહેણી- કરણીમાં પણ સુધારો આવ્યો છે.
જુનિચી કોજીમાં જ્યારે પ્રથમ વખત ભારત આવ્યા ત્યારનો એક પ્રસંગ યાદ કરે છે. તે કહે છે કે, મારે જોધપુરથી જયપુર ફ્લાઇટમાં જવાનું હતું પરંતુ ફ્લાઇટ મોડી પડી. બધાં લોકો ફરીથી હોટલમાં જતા રહ્યા, પછી મે કાઉન્ટર પર જઇને પૂછ્યું કે ફ્લાઇટ ક્યારે આવશે ત્યારે મને એવો જવાબ મળ્યો કે ભગવાનની મરજી... આ બનાવ પછી મેં ઘડિયાળ પહેરવાનું છોડી દીઘું અને મને ઇન્ડિયન લોકો પ્રત્યે આદર થવા લાગ્યો. વઘુમાં યોશિમી કહે છે કે, ‘અમારે ત્યાં બુઘ્ઘ ઘર્મ વઘુ પ્રચલિત છે. ભારત ભગવાન બુઘ્ઘનો દેશ છે.એ દ્રષ્ટિએ પણ અમને આ દેશમાં ફરવું વઘુ ગમે છે.જો કે એહીં અનેક ઘર્મો અને માન્યતાઓ પ્રચલિત છે.આ તમામ પાસાઓને બારીકાઈથી જોવાની પણ એક મજા છે.અમદાવાદ એક રંગીને શહેર છે.અહીંની રંગીની અમને વઘુ ગમે છે.અહીં તમારા દરેક પ્રકારના સાત્વિક રસોને આવકાર મળે છે.
તસ્વીર : સુરેશ મિસ્ત્રી
No comments:
Post a Comment