આ અંગે ફેશન ડિઝાઈનર રાજ ઠક્કર કહે છે કે, અમે ટુંક સમયમાં દુપટ્ટાને મોડીફાઈ કરીને એક એવું ફોર્મ લાવવા માંગીએ છીએ કે જેના કારણે ફેશન અને પ્રોટેક્શન બંન્નેનો યોગ્ય અર્થ સરે.
આજે તો શહેરની બુકાનીની અસર ગામડાની છોકરીઓ પર પણ જોવા મળે છે. ખેતરમાં કામ કરતી વખતે અને બહાર ફરતી વખતે હવે ગામડાની યંગગર્લ્સ પણ બુકાની બાંધતી થઈ ગઈ છે પરંતુ ગામડામાં હજી શહેરની ગર્લ્સમાં બુકાનીનો જે ટ્રેન્ડ જોવા મળે છે એ ટ્રેન્ડ ગામડાની ગર્લ્સમાં જોવા નથી મળતો.
મર્યાદાની મહેક પ્રસરાવતા રગંબેરંગી દુપટ્ટા આજે શંકાની સોય ઉપજાવતા બુકાની બની ગયા છે, ત્યારે હવે ફેશન માર્કેટમાં નવા ફેશન ડિઝાઇનર આ બુકાનીની ડિઝાઇન તરફ એક કદમ આગળ જઇ રહ્યા છે.અમદાવાદ જ નહીં પણ લગભગ દરેક શહેરોમાં આજે બુકાની એક અલગ જ વ્યવસાય બની ગયો છે. વિવિધ પ્રકારની બુકાનીઓ આજે બજારમાં મળે છે. બુકાની આજે એક ફેશન તરીકે છોકરીઓમાં એસ્ટાબ્લીશ થઈ ગઈ છે.
આ અંગે ફેશન ડિઝાઈનર વૈદેહી પરિખ કહે છે કે, 'આજની ગર્લ્સ બુકાની બાંધીને ફરે તો તેને શંકાની નજરે જોવામાં આવે છે. પરંતુ છોકરાઓથી અને ગરમીથી અને તાપથી બચવા માટે બુકાની બાંધતી હોય છે.'
આ વિષય પર પ્રકાશ પાડતા વિપુલ મલ્હોત્રા કહે છે કે, કોઈપણ ફેશનમાં ક્લાઈમેટિક કંડશનને કારણે પણ એક પ્રકારનો પોઝીટીવ બદલાવ જોવા મળે છે.જેને આપણ ફેશન કહીએ છીએ. દુપટ્ટાને એક નવું સ્વરુપ આપવું તે આજના જમાનાની નવી ચેલેન્જ છે. જો કે ઘણાં ઘરેલું દરજીઓએ કાપડમાંથી ટેમ્પરરી ટોપી પ્રકારની બુકાની બનાવીને માર્કેટમાં નવી પ્રોડક્ટ એન્ટર કરી છે.છતાં તેનો લૂક ફેશન ફિલ્ડમાં એટલો એક્સેપ્ટેબલ નથી.
ગૃહીણી તરીકે કામ કરતા અને રોજ સવારે પોતાની દીકરી ધ્યાનીને સ્કૂલે મૂકવા જતા નીલા શાહ કહે છે કે , દુપટ્ટાની શોધ કદાચ ગરમીને કારણે થઈ હશે એટલે જ આપણા ગુજરાતી પહેરવેશમાં ચુંદડી,ઓઢણી અને દુપટ્ટાની રચના કરી છે. મહિલાઓને આજે બહાર નીકળવું અનિવાર્ય બની ગયું છે ત્યારે સંકોચ,શરમ અને ફેશન વચ્ચે દુપટ્ટા લહેરાઈ રહ્યા છે.
નાગેશ્રી દત્તા વર્કીંગ લેડી તરીકે પોતાનો ઓપિનિયન આપતા કહે છે કે, આજે દુપટ્ટાની ગરીમાં ઓછી થઈ રહી છે.એક સમય હતો જ્યારે મહિલાઓ જાતે દુપટ્ટા રંગતી.ગામમાં અને શહેરમાં રંગરેજ દુપટ્ટાને સુંદર રીતે ડિઝાઈન કરતા.આજે પૈસાની અપેક્ષા સામે એક પ્રકારની મોનોટોનસ ડિઝાઈન લોકો સમક્ષ મુકવામાં આવી રહી છે. અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારનો રસ્તો આજે પણ રંગરેજના વ્યવસાયથી ધમધમે છે. રંગરેજ તરીકે કામ કરતા મહેબૂબભાઈ જણાવે છે કે ,આજે દુપટ્ટાના વ્યવસાયમાં ક્યાંય ક્રિએટિવિટી નથી રહી અમે અમારા ઓર્ડર પ્રમાણે કામ કરીને પૈ,ા લઈ લઈએ છીએ .
No comments:
Post a Comment