ગુજરાત અને ભારતના અન્ય રાજ્યોમાં ધામ-ધૂમથી ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે.શહેરની ગલ્લી-ગલ્લીમાં સાર્વજનિક મંડળો દ્વારા ગણપતિનું સ્થાપન કરેલ જોવા મળે છે.સવાર-સાંજ શહેર અને સોસાયટીનું વાતાવરણ ગણપતિમય બની જાય છે.પરંતુ પહેલા ઉત્સવોમાં મૂર્તિઓ નાની હતી,પણ જ્યારથી ઉત્સવમાં ધન્ધાદારીપાનું,દેખાદેખી અને હરીફાઈના દુષણો ઘુસ્યા છે,ત્યારથી સાર્વજનિક મંડળોમાં કોની મૂર્તિ સૌથી ઉંચી એની હોડ ચાલી છે.અને આ હોડમાં ગૂજરાત વિદ્યાપીઠના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ મોટા મન સાથે ૧૨/૧૨ના નાનકડા રૂમમાં નાનકડા ગણપતિની સ્થાપના કરીને ગણેશ ભક્તિનો અનેરો દાખલો બેસાડ્યો છે.
કારણ કે ૨૧મી સદીના આ મહોત્સવમાં ભક્તિ ઓછી અને દેખાવો વધારે જોવા મળે છે.કોઈ ૫૦૦ કિલોની મૂર્તિ લાવે તો તેની બાજુવાળો હાજર કિલોની મૂર્તિ લાવે અને તેની બાજુવાળો બે હાજર કિલોની લાવે.કોઈ ૧૦૧ કિલોનો લાડૂ બનાવે તો બીજો ૨૫૦ કિલોનો લાડૂ અર્પણ કરે.કોઈ આરતી કરે તો બાજુવાળો મહાઆરતીનું આયોજન કરે.કોઈ પાચ ફૂટ ઉંચી મૂર્તિ બનાવે તો બાજુવાળો મહારાષ્ટ્રથી ૧૧ ફૂટની મૂર્તિ મંગાવે.તો કોઈ દોઢ લાખ નવગ્રહ અકીકના ગણપતિની સ્થાપના કરે.અને કેટલાક વિસ્તારના સાર્વજનિક મંડળો તો લોકોને આકર્ષવા વિવિધ પ્રકારની સ્કીમો પણ બજારમાં મુકે છે.હવે વાત ગણપતિ કેવા,કેવડા મોટા અને કેવી પ્રસાદી મળે છે તેની નથી.પણ વાત શ્રધ્ધા અને ભક્તિની છે.આજે અનેક વિસ્તારોમાં આપણી નજર ના પહોચે એવી મૂર્તિઓની સ્થાપના કરેલી જોવા મળે છે,પણ સ્થાપના કરનારનું મન,પ્રેમ અને ભક્તિ નાની જોવા મળે છે.આમ આ ઉત્સવ હવે હરીફાઈમાં પરિણમી રહ્યો છે ત્યારે ગૂજરાત વિદ્યાપીઠના સમાજકાર્ય વિભાગના વિદ્યાર્થીઓ જીગ્નેશ,મોલિક,પરબત,હર્ષદ,ધવલ વગેરેએ પોતાની હોસ્ટેલમાં નાનકડા રૂમમાં મોટા મન સાથે નાનકડા ગણપતિની સ્થાપના કરીને ગણેશોત્સવ ઉજવે છે.આ વિષે ધવલ કહે છે કે,મૂર્તિ નાની હોય કે મોટી,પ્રસાદી લાડૂની હોય કે રેવડીની એ મહત્વનું નથી.પણ આપનું મન કેવું અને કેવડું છે એ મહત્વનું છે.આ વિદ્યાર્થીઓ રોજ સવાર-સાંજ આરતી કરે છે જેમાં દરરોજ જુદા જુદા વિદ્યાર્થીઓ,ગૃહપતિ અને સાહેબોને બોલાવવામાં આવે છે.અને દરેક પોતાની શક્તિ પ્રમાણે પ્રસાદી અર્પણ કરે છે.અને સાથે-સાથે સવાર-સાંજ 'જય ગણેશ જય ગણેશ દેવા'ની ધૂન સાથે હોસ્ટેલનું વાતાવરણ ગણપતિમય બની જય છે.આમ આજે લાખોના ખર્ચાઓ કરીને સોસાયટીના આગેવાનો ગણપતિ ઉત્સવ ઉજવે છે,જયારે,જ્યારે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ પોતાના મોટા મન સાથે કોઈપણ ખર્ચ વિના ગણપતિની સ્થાપના કરીને શ્રદ્ધા અને ભક્તિનું ઉતમ ઉદાહરણ પૂરું પડે છે.
-દીપેન અ. પઢીયાર
a very nice article.. very good keep it up
ReplyDelete